________________
૪૩૪]
[ શારદા શિરેમણિ ચાર ચાંઢ ચમકાવી શકે છે. કર્મનું દેણું ચૂકવવામાં તો જરા પણ વિલંબ કરવા જેવો નથી કારણ કે એનું વ્યાજ તે પઠાણી છે.
આ રીતે આપણે દેણું ચૂકવી દઈએ એટલેથી કામ પતી જતું નથી. ચોપડા ચેખા કરીને કર્મરાજા સાથે છેડે જે ફાડી નાંખ હોય તો એના લેણુંને માફ કરી દેવું જરૂરી છે. જે એનું લેણું માફ ન કરીએ અને સુખાને જતા ન કરીએ એટલે કે ભેગવીએ તે એ સુખ ભોગવતા કષાય થાય. રાગદ્વેષ થાય તે કર્મરાજાનું કરજ થવાની શકયતા ઊભી રહે છે. કર્મરાજને એ ચોપડે પાછે ઉધારના ખાતે બતાવે છે. એટલે પાછું દેણું શરૂ થઈ જાય છે, માટે ચોપડા ચેખ કરીને શાહુકારીની શાન વધુ વધારવી હોય તો દેણું ચૂકવી દો અને લેણાને સહર્ષ માફ કરી દો. જ્ઞાની સમજાવે છે “દેણની ચૂકવણી એટલે સહર્ષ દુઃખાનુભૂતિ અને લેણાની માંડવાળ એટલે સુખને સહર્ષ સલામી.” આ રીતે દુઃખને અપાતે આવકાર અને સુખ પ્રત્યેને તિરસ્કાર કર્મરાજની પકડમાંથી છટકવાને ઉપાય છે. ચેપડો પૂરે ચોખ્ખો ન થઈ જાય ત્યાં સુધી જંપીને બેસવા જેવું નથી કારણ કે કમરાજના કાયદા સદા માટે સાબદા છે. એના દેણામાંથી છૂટીને જે લેણું વસુલ કરે અને પછી મસ્તીથી સુખ ભોગવે તે એ પાછો દેવાદાર બની જાય છે, માટે દેવામાંથી મુક્ત થયા પછી ફરી પાછા દેવાદાર ન બનવું હોય તે કર્મના લેણાને ઉદારતાથી જતું કર્યા સિવાય છૂટકે નથી.
આ કર્મરાજ ખૂબ કરતાથી ભરેલ મેલી મુત્સદ્દીથી પિતાને વહીવટ ચલાવે છે. કર્મની ચાલબાજી ભયંકર કુટીલ છે. જગતના જીને હેરાન પરેશાન કરવા ચાલબાજીથી પોતાને તાબે રાખ્યા છે. કર્મરાજાએ એવી માયાજાળ પાથરી છે કે તેની ભયંકરતાને સમજવી ખૂબ મુશ્કેલ છે. વીર ભગવાનના શાસનને પામેલે આત્મા આ કર્મની ભયંકરતાને સમજી શકે છે. આ બિછાવેલી જાળને પકડવાનું ઢીલાપોચા અશક્ત માણસનું કામ નથી. પછી એ જાળને તેડી ફેડીને નાશ કરવાનું ગજુ તે હોય જ કયાંથી? કર્મરાજાએ જીવને તેની ફસામમાં કેવી રીતે નાંખ્યા ? એણે ચાલબાજી કેવી કરી છે ? તે સમજવા માટે આપણે વિષય છે “કમની કરામત. ” કર્મની કરામત અલૌકિક છે. કર્મની કરામત તે અનેક છે પણ તેમાંથી ચાર કરામત મુખ્ય છે. કરામત એટલે ોિંશિયારી, ચતુરાઈ.
કર્મની પહેલી કરામત એ છે કે સંસારમાં વિવેકવાળા સમજણવાળા કેઈ પણ જીવને કાયમ માટે દુઃખ નથી આપ્યું ” જીવે અધમ પાપકૃત્ય કર્યા હોય હિંસાના તાંડે રહ્યા હોય, કુરા કર્મો કર્યા હોય તેવા અને કર્મરાજાએ સાતમી નરકમાં મોકલ્યા. સાતમાંથી કદાચ બીજી ગમે તે નરક હય, સાતમી નરકની જઘન્ય સ્થિતિ ૨૨ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની. જ્યાં સૂર્ય ચંદ્ર નથી, ટ્યુબલાઈટો નથી, અહીં ગીચ જંગલમાં જે અંધકાર હેય, અમાસની રાતને ઘનઘોર અંધકાર હોય આ બધા કરતાં અંધકાર ભયંકર અંધકાર સાતમી નરકમાં હોય કે જેનું વર્ણન કરવું અશક્ય છે. તે અંધકાર