________________
[ શારદા શિરેમણિ
- થોડી પળમાં માળીના મનમાં વિચાર આવ્યા કે મને એક વાર સંત મળ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે વેરને બદલે વેરથી ન લેવો પણ પ્રેમથી લે. વેરને બદલે વેરથી લેવામાં ભવની પરંપરા વધે છે.
વૈર વિરોધથી કદી સુખ મળે નહિ,
દુર્ગતિ કેરા મહાદુઃખે ટળે નહિ, જે મારા શરણે આવ્યા તેનું રક્ષણ કરવું જોઈએ. મારાથી તેને મરાય નહિ. શરણે આવેલા શરણાગતને મૃત્યુના મુખમાં ધકેલવાથી મારી માનવતા નંદવાઈ જાય. જેને
પ્યાર કર્યો એને ખુવાર કરવાથી તારી નીતિને લાંછન નહિ લાગે ! માળીમાં માનવતાને દિપક પ્રગટી ઉઠે. ખૂનીને ખુવાર કરવાની ખ્વાહિશ (ઈચ્છા) ખતમ થઈ ગઈ. હવે હું એને કદાચ મારે તો પણ મને મારો દીકરો તે મળવાનું નથી, તે પછી શા માટે એને મારીને મારે વેરની પરંપરા વધારવી ? જે બનવાનું હતું તે બની ગયું, મેં તેને વચન આપ્યું છે કે હું બાર વાગે આવીને તાળું ખોલીશ. તું તારા રસ્તે ચાલ્યા જજે. વહાલસોયી દીકરે મરી ગયા છે, તેનું આટલું લોહી ઉછળી રહ્યું છે, પુત્રના વિયેગને હૈયામાં કારમે ઘા છે, છતાં આપેલું વચન યાદ આવ્યું.
સો ગણો બદલો મળે છે એ પાપને, એ વચનને માન્ય રાખ્યું હેત જે, પાપ કરતાં માપ રાખ્યું હતું જે, આજ મારી આ હાલત ના હેત જે.
માળીના દિલમાં ખૂની પર ક્રોધની આગ ભભૂકી રહી હતી પણ ક્રોધ પર કંટ્રોલ લાવ્યો. મારા કેઈ ભવમાં કરેલા પાપ આજે મને ઉદયમાં આવ્યા છે. મેં પાપ કરતાં પાછું વળીને જોયું નહિ હોય ત્યારે મારી આ દશા થઈને ? આનું નામ સાચી સમજ. ધર્મ રામા કયારે કહેવાય ? સમય આવે ત્યારે કેટલી ક્ષમાં રહે છે તે ખબર પડે. જીવ ગમે તેટલી તપશ્ચર્યા કરે, દાન દે, ધર્મધ્યાન કરે, ભાવનાઓ ભાવે પણ જે કષાયની કાલિમા અંતરમાંથી ગઈ નથી તે સાધના દ્વારા જે લાભ થવા જોઈએ તે લાભ મળતો નથી. આરાધના સફળ કયારે બને ? કષાય જાય અને ક્ષમાને એકડો આવે ત્યારે, સંવત્સરી પર્વની આરાધના ત્યારે સફળ બને કે એ સમ્યફદર્શનના પ્રકાશને પ્રાપ્ત કરે.
લેણદાર તથા દેણદારના ઝઘડામાં ન્યાયાધીશ દેણદારની સ્થિતિ નબળી હોય તે તે પ્રમાણે હુકમનામું બજાવે છે. તેમાં અમુક દિવસના કાંધા કરી આપે છે. દેણદાર તે સમયે નક્કી કરેલા પૈસા ભરી આવે છે. આ રીતે વાયદા પૂરા થતાં દેણદાર દેવામાંથી છૂટો થાય છે પણ દેણદાર ને વાયદે પૈસા ન ચૂકવે તે ? દેવાળીયા તરીકે નામ નોંધાવે તથા મતની કેટડીમાં લહેર કરે. આ રીતે જ્ઞાની રૂ૫ ન્યાયાધીશ આત્મા રૂપી દેણદારને કર્મ રૂપી લેણદારને દેવું ચૂકવવા ભલામણ કરે છે, હે આત્મા ! તું કર્મનું દેણું ચૂકવીને ચેખે થઈ જા પણ આત્મા તરત ભરપાઈ કરે તેવી શક્તિ નથી ત્યારે ન્યાયાધીશે હુકમનામું કરી વાયદા કરી આપ્યા કે રોજના પાપનું જ પ્રાયશ્ચિત કરી શુદ્ધ ન