________________
શારદા શિરામણ ]
[ ૪૭૧
જરા પણુ રંજ ન થયે તેમ આ મુનિઓને ઉપસર્વાં સહન કરતાં રંજ ન થયે પણુ કેટલી સ્વસ્થતા રાખી ! કડવી દવા પીવાના સમયે લેકે જે સ્વસ્થતા રાખી ન શકે તેથી અનંતગણી સ્વસ્થતા ચામડી બળતા અને ચામડી ઉતારવાના સમયે રાખી, કારણ કે એમને મેાક્ષના દ્વાર એ સમયે ખુલી રહેલા દેખાતા હતા. મેક્ષ સામે દેખાતા હતા એટલે એ આવા ભય કર ઉપસર્ગાને સમતા ભાવે હસતા મુખે સહન કરી શકયા.
આજના દિન ક્ષમાપનાનેા. આ ક્ષમાપના કયારે થાય ? ભૂતકાળને ભૂલી ત અને પ્રેમભર્યાં વ`માનકાળ ખડો કરો. શત્રુની શત્રુતાને ભૂલી જાઓ અને એને મિત્ર માની પ્રેમથી વધાવી લેા. આપણા શાસનિતા ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવાને માર્ગ બતાવતા કહ્યું છે કે હું ભળ્યે માનવ ! જો તારે તારા જીવનને ક્રિ અને ભવ્ય બનાવવું હોય તેા ભૂલવાની અને ભૂંસવાની એ એ ક્રિયાઓ કરવી પડશે. “લે ને ભૂંસે તે ભવ ટળે.” જો સામાની ભૂતકાળની ભૂલાને ભૂલી જઈશું તે ક્ષમાપના કરી શકીશું. તે માટે એક ન્યાય આપું. તમે અરીસા જેવા અનેા પણુ કેમેરા જેવા નિહ. હવે એવા કેમેરા નીકળ્યા છે કે જ્યાં ચાંપ દાખી કે તરત ફોટા બહાર નીકળી જાય. ખીો છે અરીસા. અરીસામાં તમે તેની સામે ઉભા રહેશે। તે તરત તમારુ પ્રતિબિંબ પડશે. કેમેરામાં ફૅટા પડશે અને અરીસામાં પ્રતિબિંબ પડશે. આમ તે તમારી દૃષ્ટિથી અને સમાન દેખાશે, પણુ વિચાર કરશેા તે લાગશે કે બંનેમાં આસમાન જમીન જેટલું અંતર છે. કેમેરાએ સામી વ્યક્તિના ફાટા ઝીલ્યા પણ તેના બદલામાં પેાતાની પ્રિન્ટ ગુમાવી. એણે એવી પ્રીન્ટ પર ફાટા પાડયા કે જે પ્રીન્ટ લાંબા સમય સુધી તમારા પ્રતિબિંબને પકડી રાખે. અરીસામાં તમારું પ્રતિબિંબ પડશે પણ તેણે તેમાં કાંઇ ગુમાવ્યુ. ખરુ? ના. એટલું જ નહિ પણ જેવા તમે અરીસા પાસેથી ખસી ગયા કે અરીસાએ તરત તમારા પ્રતિબિંબને ઉઠાવી લીધુ.. કેમેરાની પ્રીન્ટ પ્રતિબિંબની અસર પકડી રાખી ત્યારે અરીસાએ તરત દૂર કરી દ્વીધી. ઘણાં વર્ષોં બાદ તમારા ફાટાને જોશે. યુવાનીના ફેટાને ઘડપણમાં જોશે તે મનમાં જરા ગ્લાની થશે કે આ ફોટામાં મારું શરીર કેવું ત ંદુરસ્ત અને નિરોગી દેખાય છે અને અત્યારે શરીરમાં કેટલેા ફેરફાર થઇ ગયા છે ! અરીસાના પ્રતિષિ'ખમાં તે આવા કોઈ પ્રશ્ન નથી રહેતા કારણ કે આ પ્રતિષ્ઠિ'ખની અસર લાંબા સમય સુધી રહેતી નથી.
કાના જેવા બનશે ? અરીસા કે કેમેરા જેવા ? : આ ન્યાય આપણા જીવન પર ઉતારવા છે. આપણા જીવનમાં બનતા પ્રસંગેાને કે થઈ ગયેલી ભૂલને જો કેમેરાની માફક પકડી રાખીશું તેા ક્ષમાપના કરી શકીશું નહિં અને ભવિષ્યમાં દુ: ખી થયા વિના નહિ રહીએ અને અરીસાની માફક એ પ્રસંગાને દૂર કરીશુ, ભૂલી જઈશું તા કયારેય દુ:ખી થવાના પ્રસંગ નહિ આવે. આજનું સંવત્સરી પર્વ આપણને એ સૂચન કરે છે કે ભૂતકાળમાં જે ભૂલા થઈ હાય, કોઈની સાથે વેર થયા હાય, કોઈ એ અપમાન–તિરસ્કાર કર્યાં હોય ને તેના કારણે વેર ઊભા થયા હાય તેા એ ભૂલાને