________________
૪૭૦]
[ શારદા શિરમણિ છાલ ઉતારે તેમ બંધક મુનિની ચડચડ ચામડી ઉતરી. ગરમ તપેલીને સહેજ હાથ અડી જાય કે પગમાં બીડી ચંપાઈ જાય તે બાપલીયા બલી જવાય. જ્યારે આ મહાત્માઓના માથે અંગારા મૂક્યા, ચડચડ ચામડી ઉતરી ત્યારે બંધક મુનિ સેવકેને શું કહે છે.
સેવકને એમ કહે મુનિવર, કઠિન ફરસ મુજ કાયા રે,
રખે બાધા તુમ હાથે હેવે, કહે તિમ રહીએ ભાયા રે. હે મારા ઉપકારી ભાઈએ ! ચચડ ચામડી ઉતરે છે છતાં તેમની ભવ્ય ભાવના તે જુઓ. કેઈ ઈજેકશન નથી માર્યું કે ચામડી બહેરી નથી કરી, આ તે સીધી ચામડી ઉતારે છે. આપણે એક દાઢ પડાવી લેય તે પહેલા ઇંજેકશન મારે પછી દાઢ પાડે. દાઢ પડાવીને આવ્યા પછી પણ અડધો કલાક સૂઈ જઈએ અહીં તે ચામડી ઉતરે છે છતાં કહે છે ભાઈઓ ! તમે કહે તેમ ઊભું રહે. બેસું કે સૂઈ જાઉં ? મારા કારણે તમને હથિયાર વાગવા ન જોઈએ. મેં સંયમી જીવનમાં વિહાર ખૂબ કર્યા છે. તડકા ખૂબ વધ્યા છે અને લુખા સુકા આહાર કર્યા છે એટલે મારી ચામડી કઠણ થઈ ગઈ છે, માટે તમને ફાવે તેમ બેસું, સૂઈ જાઉં કે ઊભો રહુ! તમને ચામડી ઉતારતા જરા પણ ઈજા થવી ન જોઈએ. ક્યાં એ આત્માથી ક્ષમાના સાગર ! કયાં આપણે મમતાથી ભરેલા! પૌષધ કર્યો ને કોટી આવી ગઈ ત્યારે શું ભાવ આવે? “કયારે ઉગે મારો દીનાનાથ અને ન કાઢે મોઢામાંથી હાથ.આ રીતે મોક્ષ મળી જશે? જ્ઞાની કહે છે જ્યાં સુધી તું સંસારથી મૂકાઈશ નહિ; શરીરને રાગ છેડીશ નહિ ત્યાં સુધી સંસાર ઊભે છે.
ગજસુકુમાલના માથે અંગારા મૂક્યા, બંધક મુનિની ચામડી ઉતરી છતાં તેમણે એક ઉંકાર નથી કર્યો કારણ કે બંગલાના નુકશાને સામે ચરૂ મળવાનું છે તેથી બંગલાનું નુકશાન એ નુકશાન ન લાગ્યું, તેમ આ ક્ષમાસાગર મુનિઓને શરીરના નાશે મોક્ષ મેળવવાની વાત કરી. તેઓ એમ સમજતા હતા કે આ ઉપસર્ગથી ભલે ને શરીરને નાશ થાય પણ મોક્ષ રૂપી ચરૂ સામે દેખાય છે. આત્માને શાશ્વત ખજાને મળવાને છે તેથી એમના હૈયામાં અદ્દભુત આનંદ હતો. ભયંકર ઉપસર્ગ કરનારને પણ આવા મહામુનિઓ જ મિત્ર માની શકે. તેમની પાસે ખંતી, મુત્તી, અજજ, મ, લાઘવે, સચ્ચે, સંજમે, તવે, ચેઈએ, બંભરવાસિએણું આ દશ હથિયાર હતા. તમારી પાસે એક હથિયાર હોય, તે વળી હિંસક હોય જ્યારે આ સંતેની પાસે દસ અડીખમ હથિયાર હતા. તે અહિંસક હતા. જેણે આ બખ્તર પહેર્યા હોય તેને શું વાંધો આવે? ઘરમાં ખાડો ખોદતાં હાથ દુખ્યા, થાક લાગ્યા પસીનાથી રેબઝેબ થયા એ બધું દુઃખ તે પડ્યું તેમ આ મુનિઓએ એ જ વિચાર્યું કે અમને આ જે ઉપસર્ગો આવ્યા છે તેમાં દુઃખ કેટલું ભોગવવાનું ! અડધા કલાક કે એક કલાક, પછી આ શરીરનો તે નાશ થવાને છે; અને મોક્ષનું અવ્યાબાધ સુખ મળવાનું છે-સિદ્ધ સ્વરૂપને પામવાનું છે, માટે અત્યારે શરીરનું જે થવું હોય તે થાય. તમને શ્રદ્ધા છે કે ધનને ચરૂ મળવાનો છે. તે દિવાલ તૂટે તે ભલે તૂટે પછી સરખી કરાવી લઈશ પણ દિવાલ તેડતા