________________
મા ત
"
૪૬૮ !
[ શારદા શિરમણિ પછી તારા કર્મના ફળ ભોગવજે. પતિના આ શબ્દો સાંભળતા માલણ સમજી ગઈ કે નક્કી મારા દીકરાને મારનાર ગુનેગાર સપડાઈ ગયા છે પણ મેં પતિને વચન આપ્યું છે કે હું કાંઈ બોલીશ નહિ એટલે મારાથી બેલાય નહિ મારી નસેનસમાં વેરને બદલે લેવાનું ખુન્નસ ઉછાળા મારી રહ્યું છે. માળી કહે-“ખૂનથી ખરડાયેલા હાથ ખૂનથી નહિ પણ પાણીથી ધેવાય છે. વેરની આગ વેરથી નહિ પણ પ્રેમના પાણીથી ઠારી શકાય છે. પૂર્વ જન્મમાં આપણે તેને બાળક ગૂંટ હશે તે અત્યારે આપણે ગૂંટવાયો છે, માટે હવે તેને જવા દઈએ: છેવટે બંનેએ તેને છોડી દીધું. વેરને બદલે પ્રેમથી લીધે. તેને ક્ષમા આપી.
આપણુ ભગવાને પણ ક્ષમાને ઉપદેશ આપ્યો છે. આપણા શાસનપિતાને સંગમદેવે કેટલા ઉપસર્ગો આપ્યા છતાં ભગવાને તે ક્ષમા રાખી. એના પર કરૂણુ વરસાવી. આ દિવસેમાં આપણે ગજસુકુમાલને યાદ કરીએ છીએ. શા માટે? સમિલે માથે ધગધગતા અંગારા મૂક્યા છતાં કેવી ક્ષમા ! કેવી સમતા ! રોમિલ પર જરા પણ ક્રોધન કર્યો પણ તેને મહા ઉપકારી માન્યા. મારા સસરાની મારા પર કેટલી કરૂણા છે કે તેમણે મને મોક્ષની પાઘડી બંધાવી. તેમના માથે અંગારા મૂક્યા. તાજે લેચ કરેલ હતા. તે સમયે તેમને કેવી ભયંકર વેદના થઈ હશે ! છતાં એવી અસહ્ય વેદનામાં તેમણે ક્ષમાં રાખી. અરે ! માથું પણ જરાય હલાવ્યું નથી. એમને આટલી સમતા રહી અને આપણને કેમ નથી રહેતી ! આજે મારું કે તમારું કેઈ અપમાન કરે તો પણ સમતા રહેતી નથી તો પછી એમણે અંગારા કેવી રીતે સહન કર્યા હશે ? શું તેમને વેદના નહિ થઈ હોય ? શું એમની કાયા કષ્ટ સહન કરવા ઘડાયેલી હતી ? ના...ના....એ તો ત્રિખંડ અધિપતિ કૃણ વાસુદેવના લઘુબંધવા હતા. એ તો આપણા કરતાં વધુ કેમળ હતા. આપણે તો હજુ ભેડા ઘડાયેલા અને કસાયેલા છીએ છતાં કેમ સહન કરી શકતા નથી ? આ વાત પર કદી વિચાર કર્યો છે ખરે? આ વાત ખૂબ સરસ વિચારવા જેવી છે.
તમારે આધુનિક નવી ઢબને એક સુંદર બંગલે છે. તે બંગલાના ઓટલા પર એક મંદ બુદ્ધિવાળો થોડો અટકચાળ માણસ એટલે આવીને બેઠો. તેના હાથમાં એક ખીલે છે. તે ખીલાથી એ માણસ ઓટલાની ટાઈલસ કે આરસને કેચે છે, અથવા મકાનની દિવાલને ખીલાથી કેચે છે. અટકચાળા માણસ નવરા બેસી ન રહે. કાંઈ ને કાંઈ આઘુંપાછું કર્યા કરે. એ સમયે તમે બહાર નીકળ્યા. તે માણસને ઓટલે કે દિવાલ કેચતા જે. હવે તમે શું કરશે? તમે તેને ભલે કહેશો કે આંખ લાલચોળી કરશે ? (તાઃ ગુસ્સો આવી જાય.) તમે અહીં વ્યાખ્યાન સાંભળીને શું શીખીને ગયા છે ? તમારી પારાશીશી કેમ ચઢે? ત્યાં માન્યું કે આ બંગલે મારે છે. આ ઘર મારું છે. કદાચ બે ચાર તમાચા પણ લગાવી દે. અરે! ધોધમાર વરસાદ વરસતા હેય તે પણ ધક્કામુક્કા કરીને એટલા ઉપરથી ઉઠાડે છૂટકે કરો. તે ઊઠે નહિ ત્યાં સુધી શાંતિ ન થાય. આ સમયે તમારી દયા-કરૂણા કયાં ગઈ? તમારા ઘરની એક