________________
શારદા શિરેમણિ ]
[ ૪૬૭ થવાય તે પંદર દિવસે, એમ બાર માસના ૨૪ કાંધા કરી આપ્યા. જેને આપણે પાખી પ્રતિકમણું કહીએ છીએ. પ્રમાદ તથા કાયરતાથી આ વાયદા ન ભરાય તે અષાડ
માસી પાખી, કારતકી પૂનમ અને ફાગણ પૂનમ એમ ચાર ચાર માસના ત્રણ કાંધા કર્યા. ઘોર નિદ્રામાં પડેલે આત્મા આ કાંધા ન ચૂકવી શકે તે બાર માસનું એક છે કાંધું બતાવ્યું તે છે સંવત્સરી પર્વ. આ મહાપર્વના દિવસે તમે દેણું ચૂકવી દો. જે આજે પણ કષાય છેડીને એકબીજાની સાથે ક્ષમાપના કરશો નડુિ અને બાર માસથી જે વધુ કષાયે રહ્યા છે તે અનંતાનુબંધીના થઈ ગયા કહેવાય. જ્યાં અનંતાનુબંધી કષાય હોય ત્યાં મિથ્યાત્વને ઉદય આવ્યા વગર રહે નહિ. જ્યાં મિથ્યાત્વ આવ્યું
ત્યાં સમક્તિ ગયું. જે મળેલા અમૂલ્ય સમ્યકત્વ રૂપી રત્નને ગુમાવવું ન હોય તે આજના દિવસે કષાયની આગ બુઝાવીને સર્વની સાથે અંતરથી ક્ષમાપના કરે.
સંત વચને શાંત કરેલી આગ : માળીના મનમાં કષાયની આગ તો ભડકે ઊઠી હતી પણ સંતના વચને તેની આગ શાંત કરી નાંખી. તે દુશમનને દસ્ત રૂપે જેવા લાગ્યા. માળીએ આ કોઈ વાત પત્નીને કરી નથી. તે માલણને કહે છે કે આજે મને ઘરમાં ગમતું નથી, ચેન પડતું નથી તેથી બગીચામાં જાઉં તે મને શાંતિ મળે. આજની રાત ત્યાં વીતાવીશ. પત્ની કહે આવી મધરાતે ! જે આપ જશે તે હું પણ સાથે આવીશ. અહીં હું એકલી નહિ રહું. મને દીકરાના ભણકારા વાગ્યા કરે છે. માળી કહે તારે આવવું હોય તે આવ, એક શરતે. બગીચામાં હું જે કંઈ કરું તે તારે જોયા કરવાનું, તારે કાંઈ બોલવાનું નહિ. આ શરત કબૂલ હોય તો તું આવ. પત્ની સમજી ગઈ કે મને આવું કહે છે માટે એમાં કોઈ રહસ્ય હશે. નકકી તેમાં કોઈ ભેદ લાગે છે. માળી વિચાર કરે છે કે જે ૧૨ વાગે હું નહિ જાઉં અને તેને નહિ છે તો સવારે છેડે ભારે પડશે. એમ માનીને પત્ની પાસે સત્ય વાત ન કરી; પણ પત્નીને દીકરા વગર ઘર બિહામણું લાગે છે. દીકરો આંખ સામે તરવરે છે એટલે તે સાથે જવા તૈયાર થઈ માળી અને તેની પત્ની બંને બગીચામાં ગયા.
વેરનો બદલો વહાલથી : બગીચામાં જઈને ઓરડાનું તાળું ખોલ્યું. ખૂની બહાર નીકળે અને માળીના ચરણમાં ઢળી પડયો. તેને ઊભો કર્યો પછી કહ્યું –અરે ખૂની ! તે જેની હત્યા કરી તે બીજે કઈ ન હતો પણ મારું કમળ પુષ્પ જેવું બાળ હતું. હે અભાગીયા ! તે મારા નાના બાળકે તારે શો ગુને કર્યો હતો કે તે મારા એકના એક દીકરાને મારી નાંખ્યા ! છોકરાને મારવાની શી જરૂર હતી? તને મરણનો ભય લાગે તો તું દોડીને મારી પાસે બચવા માટે આવ્યા તે મારા નાના ફૂલને વગર વાંકે તે મારી નાંખ્યો તો તેને કેવું થયું હશે ? અમારા હૃદય ચીરાઈ જાય છે. આ જાણતાં ખૂની તો ધ્રુજવા લાગ્યા. હવે તે મારું આવી બન્યું. બારે વહાણ તળિયામાં. માળી કહે તું ધ્રુજીશ નહિ. તું મારા શરણે આવ્યો છે અને મેં તને શરણ આપ્યું છે એટલે હું તને કાંઈ કરવાનું નથી. તું તારા રસ્તે ચાલે જજે,