________________
શારદા શિરમણિ ] .
[૪૬૯ ટાઈલસ કે દિવાલ જરા તેડી ત્યાં તમે કેટલા ગુસ્સે થયા? તેને ગાળો દીધી. અપમાનતિરરકાર કર્યા અને ધક્કા મારીને ઉઠાડી મૂક્યા.
બીજી વાત કરું. તમારા ઘરની અભરાઈમાં કેટલા વર્ષોના જૂના ચેપડા પડયા હતા. એક દિવસ તે ચોપડા ઉતાર્યા અને તપાસ્યા. તપાસતા એક ચોપડામાં લેખમાં વાંચ્યું કે આપણા મકાનના અમુક દિશાના અમુક ખૂણામાં ધનને ચરૂ દાટેલે છે તેમાં આટલી મિલકત છે. હવે તમે આ વાંચીને શું કરે? આ તે લખેલ લેખ છે. હજુ પ્રત્યક્ષ નથી જોયું, માત્ર વાંચ્યું છે છતાં તેના પર કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે ! હવે એક ઘડીની ઢીલ કરે ? ના. કેઈ જોઈ ન જાય માટે ઘરના બધા બારીબારણું બંધ કરી દો. કારીગરને કે મજૂરને પણ ન બોલાવે, કેમ કે તે જાણી જાય. ત્યાં તો જાતે જ કોશ લઈને ખદવા મંડી પડે. (શ્રેતા: આરસની લાદી હોય તો પણ બેદી નાંખીએ) કેમ વારું? પેલા માણસે જરા ટાઈસ કે દિવાલ કેચી હતી ત્યારે પારે આસમાને ચઢી ગયે, ગાળો દીધી, માર માર્યો ને મુશળધાર વરસાદમાં કાઢી મૂકો. ત્યાં ટાઈસ તોડી કે દિવાલ કોચી તો હાય લાગી અને હવે ? ચોપડામાં લેખ બોલે છે કે ધન દાવ્યું છે. મળશે કે નહિ મળે છતાં શ્રદ્ધા છે એટલે દવા માંડયું.
ચરૂની મમતાએ બંગલાની તેડાવેલી મમતા ? આ તો ટાઈસ કે આરસ તોડે છે પણ કદાચ લખ્યું હોત કે ભીંતમાં દાટ્યું છે તો ભીંત તેડતા પણ પાછા પડત ખરા ? ના...ના..કઈ દિવસ કેશ હાથમાં લીધી નથી છતાં કોશ લીધી ને મંડી પડયા દવા. ખેદતા થાકી જાવ, પરસેવે રેબઝેબ થઈ જાવ તે પત્ની, પુત્ર જે હોય તે બધાને બોલાવે. આ આરસ તોડતા દિલમાં હાયકારે થાય ખરો? ના. તોડવામાં તો ઉમંગ હોય. ખેદતા હાથ સૂઝી જાવ, થાકી જાય તો માણસની અદલાબદલી કરે, કોઈ ધીમેથી ખેદતું હોય તો કહેશે કે ખેદ..ખદ. અહીં ખાદવાનું કહેવામાં પણ આનંદ ને ઉમંગ છે. જેની એક ઈંટ ખસે કે આરસ તૂટે તે ય હૈયામાં અરેરાટી થતી હતી એ જ બંગલાની ભીંત તેડતા કે આરસ તેડતા જરા પણ અચકાય નહિ ને ઉપરથી વધુ ખોદવાનું કહે એનું શું કારણ ? સામે ધનનો ચરૂ દેખાય છે. આ બંગલા પરનું મમત્વ કેણે તોડયું? એ તોડવાથી ધનનો ચરૂ મળશે, એ વિચારે બંગલાના મમત્વને છેદી નાખ્યું અને કેશથી ભીંત ખેદી નાંખી કે આરસ તોડી નાંખ્યા. ખોદતાં ખેદતાં ધનનો ચરૂ નીકળે. તમને કેવો અદ્દભુત આનંદ થાય?
મોક્ષ માટે અસહ્ય વેદનામાં રાખેલી સમાધિ : બસ, આ જ વાત ગજસુકુમાલના જીવનમાં લાગુ પડે છે. તેમના માથે ધગધગતા અંગારા મૂકાયા, કેવી અસહ્ય ભયંકર વેદના થઈ હશે ? ખેપરી ખદખદવા લાગી ત્યારે તે અનંતી વેદના થાય છતાં ગજસુકુમાલ મુનિને ઉપસર્ગ કે પરિસહ ન દેખાય કારણ કે તમને સામે ચરુ. દેખાય, ઝવેરાતનો ખજાને દેખાય તે બંગલાના આરસ ખેદતા દુઃખ ન થયું, હાય ન લાગી. અરેકાર ન થાય તેમ મોક્ષગામી ચરમશરીરી જીવને ઉપસર્ગો આવ્યા. કેરીની