________________
શારદા શિરોમણિ ]
[ ૪૩૭
લાગે કે દેવગતિ
દુઃખાનું જરા પણુ સ્મરણ થતુ નથી. ત્યાંથી દેવગતિમાં ગયા. તમને એટલે સુખની ગતિ. આપ એટલું યાદ રાખજો કે દેવ મરીને દેવ ન થાય અને દેવ મરીને નારકી ન થાય તે રીતે નારકી મરીને નારકી ન થાય અને નારકી મરીને દેવ ન થાય. નારકી અને દેવ બ ંનેને ત્રિૉલાકમાં આવવુ. પડે. તેમને આ સ્ટેશન તે લેવું પડે. દેવા અસંતષ અને ઈર્ષ્યાની આગમાં શેકાઇ રહ્યા છે. મળ્યું છે તેમાં સ ંતાષ નથી અને નથી મળ્યું તે મેળવવાની ઝંખનાના પાર નથી. દેવગતિમાંથી કમે મનુષ્ય ગતિમાં મૂકયેા. મનુષ્યમાં કઈ લંગડા થયા, કોઈ આંધળા, બહેરા, ખાખડા થયા; આ બધું કયા કથી મળ્યું. હું આટલી મહેનત મજૂરી કરું છું છતાં મને પૈસા કેમ નથી મળતા ? હું ગરીબ કેમ રહું છું ? કંઈક બિચારા ખટકું રોટલા માટે ઘેર ઘેર ભીખ માંગે છે. આ બધું શાથી અને છે ? જો તેને ભૂતકાળમાં કરેલા કર્મીની યાદ આવે કે મેં આવા કર્યાં કર્યા માટે હું લંગડો, આંધળા, ગરીબ થયા તેા ફરી વાર જીવ એ કાં ન કરે. કર્મોની એ કરામત છે કે મારા પંજામાંથી શિકાર છૂટી જશે તેા? તેથી એણે ગત જન્મની બધી વાત ભૂલવાડી દીધી. આ કએ આત્માની ખાનાખરાબી કરવામાં બાકી રાખી નથી. આ કની કરામત કયાં સુધી ? યાં સુધી જીવ દેવાધિદેવ ભગવાનના શરણે ગયા નથી, જૈન ધર્મની શ્રદ્ધા થઈ નથી, તપ જપ કર્યાં નથી ત્યાં સુધી કર્યાં એના પર ત્રાટકવાના પણ ભગવાનના શરણે ગયેા, જીવનમાં ધર્મ આન્યા પછી એ આત્મા કર્યાં સામે ત્રાટકશે. ક રાજાની આ પહેલી કરામત કે કોઈ સ્થાનમાં તે જીવને કાયમ રાખતા નથી અને તેના પછીના ભવમાં પોતે ભાગવેલા દુઃ ખાને સાવ ભૂલવાડી દે છે.
(૨) “ કર્મીની બીજી કરામત એ છે કે કૅમે આ જગતના જીવાને દુઃખ તે આપ્યું પણ સાથે કરામત એ કરી કે એ દુઃખાની વચ્ચે એવુ' અલ્પ સુખ આપ્યું કે જીવા એ દુઃખને ભૂલી જાય પણ સુખને એ ન ભૂલે.
જેમ કે મનુષ્ય ભવમાં જન્મ થયા પણ જન્મ થતાંની સાથે રાગી થયા અથવા જન્મથી રોગ લઇને આવ્યે પણ તે શ્રીમંતને ઘેર જન્મ્યા એટલે માને કે ભલે રોગી છું પણુ પૈસા તો છે ને ? કમે કોઈ ને ભિખારી બનાવ્યા પણ સાથે તેને કંઠકળા એવી સુંદર આપી કે તે એવુ' મધુર ગાય કે લેાકેા સાંભળ્યા કરે, તેથી તે મનથી માને કે ભલે હું ભિખારી છું. પણ મને ક' તા સરસ મળ્યા છે ને ? કોઇ માણસને કમે` કુબડો અનાન્યેા, દેખાવમાં જરાય શેાલતા નથી છતાં તેને બુદ્ધિ આપી એટલે એ સંતોષ અનુભવે કે ભલે કુમડા છું પણ મને બુદ્ધિ તા મળી છે ને! અષ્ટાવક્રજીના આઠે અંગ બાંકા હતા છતાં જ્ઞાન કેટલુ હતું ? કોઇને કમે` કદરૂપો બનાવ્યેા છતાં કામ ક્રરવાની કળા અદ્ભુત આપી. કોઈને રહેવા માટે સાવ ઝૂપડું આપ્યું પણ સાથે હાથમાં તાકાત જોરદાર આપી એટલે માને કે ભલે મને ઝૂંપડુ મળ્યુ' પણ મારા ખાવડામાં રળવાની તાકાત છે તે શક્તિથી કાલે હું કમાઇશ અને ઊંચા આવીશ. આ રીતે દુઃખમાં પણ સુખના છાંટો મૂકયા એટલે એ દુઃખને ભૂલી જાય. આ રીતે સુખની ચિનગારીમાં જીવ ફસાઈ