________________
શારદા શિરમણિ ]
[૪૪૭ તેમની પાસે ખૂબ રડ્યા. સંત પૂછે છે બેન શું છે? ગુરૂદેવ ! હું બહુ દુઃખીયારી છું. કયાં જાઉં ને શું કરું તે મને રસ્તો સૂઝતો નથી. હવે આપઘાત કરીને મરી જવું છે. સંતે તેને કર્મની ફીલસફી સમજાવી. તે પૂર્વ જન્મમાં કઈ મા દીકરાને વિખુટા પડાવ્યા હશે, કેઈને અંતરાય પાડી હશે તેના ફળ આ ભવમાં ભેગવી રહ્યા છે. કર્મને લીધે દુઃખી થવાય છે.
કમની કરામત ” એ વિષય ઉપર આજે ઘણું કહેવાયું છે. કર્મની કરામતાને ઊંધી કરી નાંખનારા મહાપુરૂષોના સાહસિક જીવનેને યાદ કરી આપણે કર્મની કરામતમાંથી મુક્ત બનવું છે તે માટે કર્મ અલપ સુખ આપે તો તેમાં નહિ ફસાતા આવેલા દુઃખમાં નહિ અકળાતા કર્મોને દુશ્મન માનીને તેને નાશ કરીને અત્યાર સુધી દબાવી રાખેલા અનંત જ્ઞાનાદિ ગુણોને મેળવવાના છે. જ્યારે કમેને નાશ થશે ત્યારે કર્મ બિછાવેલી જાળને તેડી શકીશું વધુ ભાવ અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૪ ને સેમવાર : વ્યાખ્યાન નં. ૪૮ : તા. ૧૯-૮-૮૫
વિષય : “સુખી શાથી થવાય ?" સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! મંગલ આરાધનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. આ પર્વના દિવસે માં શુભભાવપૂર્વક કરેલી આરાધના જીવને મેક્ષની સન્મુખ લઈ જાય છે. પર્યુષણ પર્વ એટલે દિલના દિવાખાનામાંથી વેરઝેર અને ક્રોધ દિ કષાયના કચરાને દૂર કરવાની સોનેરી તક. સમતાને જોડવી અને મમતાને તોડવી એ આ પવિત્ર પર્વને અર્ક છે. આ પર્વ પામરને પરમ બનાવે છે. પરાજિતને વિજયી બનાવે, રાગીને વિરાગી બનાવે, કોધીને શાંત બનાવે, લેભાને નિસ્પૃહી બનાવે, અધમીને ધરી બનાવે, અજ્ઞાનીને જ્ઞાની બનાવે, કઠોરને દયાળુ બનાવે, વરીને નિર્વેર બનાવે, કુશીલને સુશીલ બનાવે, ભગીને ત્યાગી બનાવે, ખાઉધરાને તપસ્વી બનાવે, દુર્જનને સજજન બનાવે, વિરાધકને આરાધક બનાવે અને ભવભવના દુઃખીને શાશ્વત સુખી બનાવે છે.
આજના દિવસનો આપણે વિષય છે “ સુખી શાથી થવાય?” સુખ શબ્દ બધા જીવને ગમે છે. સુખી શાથી થવાય આ રસ્તે તે દરેકને ગમે છે. આ વિષયનું નામ સાંભળીને તમને બધાને થશે કે મહાસતીજી આજે સુખી થવાની ચાવી બતાવશે. સુખ શબ્દ સાંભળતા તમારા હૈયા થનગની ઉઠશે પણ તમે જેને સુખ માને છે, જે સુખની મનમાં આશા લઈને આવ્યા છે તે સુખની અહી વાત નથી. તમે સુખ શબ્દને સાચે અર્થ સમજયા નથી. સુખ માટે માણસ આમ તેમ દોડી રહ્યો છે. અનેક પ્રકારના પદાર્થો ભેગા કરી રહ્યો છે. તેને એ વિશ્વાસ છે કે મને કયાંકથી તે સુખ મળી જશે. કદાચ ધનથી, કદાચ પ્રિયતમાથી, કદાચ કીતિથી, કદાચ સત્તાથી, કયાંકથી તે સુખ મળશે પણ સુખ કયાંયથી મળતું નથી પણ આશા બળવાન છે. મૃગતૃષ્ણ જેવા સુખની આશા