________________
શારદા શિરમણિ ]
[ ૪૫૫ કોઈ વિદ્યાથી એ હશે કે જેને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ઉત્કંઠા ન હોય ! એવી કઈ સુશીલ કન્યા હશે કે જે પિતાના પતિને પ્રેમ અને પિતાનું અખંડ સૌભાગ્ય ઈચ્છતી ન હોય એવી કેઈ રૂપવંતી કન્યા હશે કે જેને પિતાનું રૂપ ગમતું ન હોય ! એવા કેઈ માતાપિતા હશે કે પુત્ર પાસેથી ઘડપણમાં કેઈ અપેક્ષા નહિ રાખતા હોય ! આ બધાને જવાબ તમે નકારમાં આપશે. મતલબ કે વેપાર કરવા નીકળેલા વેપારીને વિશેષ કમાવાની ઈચ્છા ન હોય એવું ન બને. કેઈ સુશીલ કન્યા પિતાનું સૌભાગ્ય અને પતિનો પ્રેમ ઈચ્છતી ન હોય એવું નથી પણ દરેક ઈચ્છે જ, છતાંય આ સંસાર કેટલે ભયાનક છે! કેટલે નિર્દય છે ! તે તે જુ.
વેપાર કરવા નીકળેલા કેટલાય કરોડપતિ થવાની ભાવના રાખતા હોય પણ કરોડપતિ બનવાને બદલે કર્મોથી રોડ ઉપર રઝળતા રેડપતિ થઈ ગયા. કેટલાય વિદ્યાથીઓ પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કરીને જીવનને અંત આણે ગયા. કેટલીય સૌભાગ્યવાન કન્યાઓના સૌભાગ્ય ભરયૌવનમાં લૂંટાઈ ગયા. કેટલાય માતાપિતાના ઘડપણને દીકરાઓએ બરબાદ કરી નાંખ્યા. કંઈક રૂપવંતી કન્યાઓના દેહ કુષ્ઠ રોગોથી ઘેરાઈ ગયા. ભલભલાના અરમાનેને ચકચૂર કરી દેનાર આ સંસાર સાથે સંબંધ રાખવે એ પાપ નથી તે બીજું છે શું? ધાર્યું ન થવા દેનાર અને અણધાર્યું ઘણું કરવાની ફરજ પાડનાર આ સંસાર છે. આ સંસારમાં સુખને ભંગાર પણ નહિ મળતા સંસાર પાસે કંસારની અપેક્ષા રાખવી એ મૂર્ખાઈ નહિ તે બીજુ શું ? ગાંડે માણસ હોય તે રસ્તામાં પડેલા ડબલા, કાગળ, કપડાના ડૂચા ભેગા કરે છે અને તેમાં એ સુખ માને છે, તેમ માનવી દુનિયાની નાશવંત, વિનશ્વર વસ્તુઓ ભેગી કરવામાં સુખ માને છે. આવા ડબલા જેવા, કાગળ જેવા સુખો જેની પાસે વધારે હોય તેને દુનિયા સુખી અને ભાગ્યશાળી કહેશે. જેની પાસે આવા સુખે નથી તેને જગત દુઃખી માને છે.
આજે આપણો વિષય છે સુખી શાથી થવાય? જ્ઞાનીએ તેનો જવાબ માત્ર બે શબ્દોમાં આપ્યું છે “દુર્ણ વાત, કુષ ઘર્માત ” પાપથી દુઃખ મળે છે ધર્મથી સુખ મળે છે. નશ્વર પદાર્થોથી મળતું સુખ અંતે દુઃખ આપે છે જ્યારે ધર્મથી મળતું સુખ આ લેક અને પરલોક બંને લેકમાં સુખ આપે છે. માને કે તમારી પાસે ચાંદીની પાટ છે. શિયાળાની કડકડતી ઠંડીમાં શરીર ધ્રુજી રહ્યું છે. તમારી પાસે તે સમયે ઓઢવા માટે કાંઈ નથી તે તે ચાંદીની પાટો ઓઢવા માટે કામમાં આવશે ખરી? ના. તે ધાબળાનું કામ નહિ કરે. ચાંદીની પાટો હોવા છતાં તે પાટો પર સૂઈ જશે ખરા? ના. તે પાટો ગાદલાના બદલે પાથરીને સૂવાના ખપમાં પણ આવતી નથી. માત્ર મારી પાસે ચાંદીની પાટો છે એમ માની મેળવ્યાનું સુખ થશે પણ તેને સાચવવાની ચિંતામાં ઊંઘ પણ ઉડી જાય છે. જે નિર્ભય, કેઈ જાતની ચિંતા વગરનું સુખ જોઈતું હોય તો તે ધર્મથી મળે છે. જે મહાપુરૂષે શાશ્વત સુખને પામ્યા તે ધર્મથી પામ્યા છે. ધર્મથી સાચા સુખી બની શકાય છે. જેઓ દુર્ગતિમાં ગયા તે પાપના કારણેથી ગયા છે. કાળસુરી