________________
શારદા શિરોમણિ ]
[ ૬૧ દ્વિશ્રાવણ સુદ ૫ ને મંગળવાર : વ્યાખ્યાન ન. ૪૯ : તા. ૨૦-૮-૮૫ સંવત્સરી મહાપર્વ વિષય: “વેરી રહેવું છે કે ઝવેરી થવું છે
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! પર્વાધિરાજ પર્યુષણને પ્રાણ છે ક્ષમાપના પર્વ. પર્યુષણ પર્વના આઠ દિવસમાં સર્વોત્કૃષ્ટ દિન છે ક્ષમાપના દિન. સંવત્સરીનો દિન. સંવત્સરી પર્વ એટલે મૈત્રીને મંત્ર લેવાનો પરમ દિવસ. વેરની આગ ઓલવનાર બંછે. આત્મશુદ્ધિ કરવા માટેની પવિત્ર ગંગા અને પાપને છેવાને સ્પેશ્યલ સાબુ. આ પર્વના સ્વાગતમાં આત્માનું સ્વાગત સમાયેલું છે. આ સ્વાગતમાં આત્માની સાધના છે. સાત સાત દિવસ સુધી સાધના કર્યા બાદ આજે ક્ષમાના નીરમાં સ્નાન કરીને આત્માને પવિત્ર બનાવવાનો છે. ક્ષમા મનુષ્યને શાંત અને સહનશીલ બનાવે છે, તે આપણા જીવનમાં સત્યની સુવાસ પ્રસરાવે છે. જ્યાં કલેશ કંકાસના કાંટા, કાંકરા અને રાગદ્વેષના ઝાંખરા ઉગ્યા છે ત્યાં ક્ષમા ન ઉજાશ, નવું જીવન અને નો પ્રકાશ પાથરે છે. આજના મહાન પર્વના દિવસે જે આપણી પાસે ક્ષમા લેવા આવે તેને પ્રેમથી ક્ષમા આપવાની છે અને જેની સાથે વેરઝેર થયા હોય તેમની પાસે અંતરથી ક્ષમા માંગવાની છે. ફેફસાના રોગ શોધવા એકસ-રેની જરૂર છે, હદયના રોગને જેવા કાડિયેગ્રામની આવશ્યક્તા છે, શરીરમાં કેન્સર ક્યાં છે તે જોવા માટે થર્મોગ્રાફની આવશ્યકતા છે તેમ આત્માના રોગોને શોધવા પર્યુષણ પર્વ સંવત્સરી પર્વની આવશ્યકતા છે. સંવત્સરી એટલે વર્ષમાં એક વાર આવતું મહાન પર્વ.
આજના સંવત્સરી મહાન પર્વનો દિવ્ય સંદેશ એ છે કે “અરે શમે વેર, શમે ના વેર વેરથી.” આ મંગલ સૂત્રને અનંતાનંત મહાપુરૂએ અંતરથી આવકાયું છે. વાત્સલ્ય વેણુને વેરતું અને પ્રેમના પુલને દઢ કરતું ક્ષમાનું મેંઘેરું નૂર એવું આ પર્વ આપણને એ સમજાવે છે કે વેરની વસુલાત વેરથી નહિ પણ વાત્સલ્યથી થઈ શકે છે, પાશવતાથી નહિ પણ પવિત્રતાથી, દૈત્યવૃત્તિથી નહિ પણ દિવ્યતાથી, શત્રુતાથી નહિ પણ નેહાળ હૃદયથી થઈ શકે છે. વેર અને વાત્સલ્યના સંઘર્ષણમાં આખરે વહાલનો વિજય થાય છે. ઈતિહાસમાં જળ અને જવાળાના જેટલા સંઘર્ષો થયા છે તેમાં વિજય જળને મળે છે અને પરાજય જવાળાને મળે છે. ક્યાં પરમાર્થમૂતિ ભગવાન પારસનાથ અને ક્યાં કુરતાને વેરતો કૂર કમઠ! ક્યાં ક્ષમામૂતિ ભગવાન મહાવીર અને
જ્યાં તેજુલેશ્યાને છોડતે અજ્ઞ ગોશાલક! કયાં ગુણમૂર્તિ ગુણસેન અને ક્યાં અગનઝાળને વેરતો અધમ અગ્નિશમાં ! તે બધા પરમ સામર્થ્યના ધારક હોવા છતાં વેરી પ્રત્યે આંખને ચમકારે પણ નથી કર્યો. ઝેરીલા હૈયાના નખશીખ સુધી વ્યાપેલા પ્રચંડ ઝેરને તે ક્ષમામૂતિ અમૃતના ઘુંટડા સમજી હોંશે હોંશે ગટગટાવી ગયા. ધન્ય છે તેમની ક્ષમાની સાધનાને ! ક્ષમાની અગોચર ધરતીને ટૂંઢવાને કઈ મહામંત્ર હોય તે તે મિચ્છામિ દુક્કડ છે. ક્ષમાના પ્રયોગ કેન્દ્રમાં પ્રવેશ કરવા માટે મિચ્છામિ દુક્કડે એ