________________
૪૫૮ ]
[ શારદા શિરમણિ મૂકીને ચાલ્યા ગયા. બાઈના પતિએ તે જડીબુટ્ટી હાથમાં લીધી અને જેમ કાંકરો ફેંકી દે તેમ તે કચરામાં ફેંકી દીધી. તે જડીબુટ્ટીને જોવા ન રહ્યા. કબાટમાં કે તિજોરીમાં ન મૂકી પણ કચરાપેટીમાં ફેંકી દીધી.
આ બાઈએ પતિને જડીબુટ્ટી ફેકતા જોયા છતાં તેના પણ મનમાં એટલે વિચાર સરખો નથી આવતો કે આ જડીબુટ્ટીથી તે મારી સોનાની બંગડી થાત. મારી બંગડીને સેનાની ચીપ સરખીય નથી તે એટલું તો કરાવત ને! આપણે ત્યાં મોટા મહેલ ઊભા થાત ને ઘર અભરે ભરાઈ જાત. સામેથી લક્ષમી આવતી હોય તે તેને શા માટે પાછી કાઢવી? અરે, સંન્યાસીએ આપ્યું છે. સારી રીતે રહીશું; પહેરીશું, ઓઢીશું અને દાન પુણ્ય કરીશું, એમાં વાંધો શું છે? પણ બાઈ સમજે છે. તે પતિના વિચારને અનુસરનારી છે. સેના, ચાંદીના કે હીરા, મોતીના દાગીના પહેરવાને શોખ નથી. તે તે ન્યાય નીતિથી જે મળે તેમાં સંતોષ અને આનંદ માનનારી છે એટલે આવે કંઈ વિચાર ન આવ્યું પણ મનમાં એમ થયું કે મારા પતિએ આ જડીબુટ્ટી ફેંકી દીધી. હવે છ મહિને તે સંત પાછા આવશે અને તેમની વસ્તુ માંગશે તે શું કરીશું ? તેમને શું જવાબ આપીશું ?
દિવસે જતા વાર લાગતી નથી. જિંદગી પણ એ રીતે પૂરી થઈ જશે ને આરાધના અધૂરી રહી જશે. યાદ રાખો. ત્રસકાયમાં જીવ વધુમાં વધુ બે હજાર સાગરોપમ કાળ રહે. ત્રસકાયમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પરિદ્રયના છને સમાવેશ થઈ જાય. જો આટલા કાળમાં સાધના ન કરી તે જીવ સ્થાવરમાં ફેકાઈ જશે. ત્યાં કેઈની લાગવગ કે સિફારસ નહિ ચાલે. દગા-પ્રપંચ નહિ ચાલે. ત્યાં કેઇ તમારી શરમ નહિ ધરે. કમરાજને કાયદો તે અટલ છે. તમે વગડે જશો તે વોરંટ તમારી પાછળ આવશે. ત્યાં પિપાબાઈનું રાજ્ય નથી. ત્યાં તે પાઈ પાઈનો હિસાબ લેવાશે.
કર્મની કિતાબ જાણીને કર્તવ્ય સુધારી લે,
વિરાધનાના વિષને વમીને વીરઆજ્ઞા સ્વીકારી લે. કર્મની કિતાબ જાણીને હે માનવ ! તારું કર્તવ્ય સુધારી લે. આ દંપતિ તે આનંદથી રહે છે. કાળ તે ચાલ્યો જાય છે. કાળની ગાડીને કઈ રોકી શકતું નથી. બીજા બધા વાહનો અટકી પડે, થંભી જાય પણ કાળની ગાડી તે એવી છે કે જેમાં પંચર પડતું નથી. દોડયે જ જાય છે. એમાં આપણું કિમતીમાં કિંમતી આયુષ્ય ચાલ્યું જાય છે. છ મહિને પેલા સંન્યાસી પાછા આવ્યા. સંન્યાસીના મનમાં એમ છે કે મેં જડીબુટ્ટી આપી છે તેના પ્રભાવે તેને ત્યાં બંગલા થઈ ગયા હશે અને ખૂબ ધનવાન બન્યા હશે. તે તો આવીને જુવે છે તે અસલ જે ઘર હતું તે દેખાયું. સંન્યાસીના મનમાં થયું કે હું ઘર ભૂલ તો નથી ને ! ત્યાં તે તેમણે જે બાઈએ ભક્તિભાવના કરી હતી તે બાઈ જોઈ. એટલે માન્યું કે નકકી આ ઘર છે. ઘરમાં અંદર કે બહાર કાંઈ ફેરફાર દેખાતો નથી. તેમને શંકા થઈ કે મારા ગુરૂદેવે આપેલી ચીજનો પ્રભાવ કેમ નહિ