________________
૪૫ર ]
[ શારદા શિરેમણિ મારું ભાગ્ય સ્વતંત્ર છે. આ શ્રીમંત શેઠે ખાણ ખરીદી. સોનું ન નીકળ્યું એટલે તેને વેચવાની ભાવના થઈ. એણે જાહેર ખબર આપી કે હું ખાણું વેચી દેવા માગું છું. ખેદકામના બધા સાધને પણ સાથે આપી દેવાના છે. તેના ઘરના માણસો કહે પણ ખરીદશે કેણ આ તમારી ખાણને? કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે ખાણમાં પથરા સિવાય કાંઈ નથી. એમાં તમારા તે લાખો રૂપિયા બરબાદ થઈ ગયા. હવે કેણ એ મૂર્ખ મળે કે જે આને ખરીદે? એક માણસ તે ખાણ લેવા તૈયાર થ. શેઠ! એ ખાણુને હું ખરીદી લઉં છું. શેઠ કહેતું પાગલ તે નથી ને! ના. મને પૈસા તે આપીશ ને ? અરે, હું પાગલ નથી. તમને બધા પૈસા ગણીને ચૂકતે કરી દઈશ. શેઠના મનમાં થયું કે-હું આને ના પાડી દઉં કે આવું પાગલપણું ના કરે. હું તે મરી ગયે છું. શેઠ કહે, ભાઈ! તને ખબર છે ને કે આ ખાણમાંથી પથરા સિવાય કાંઈ નીકળ્યું નથી.! હા. તે તું શું કરીશ? મારું ભાગ્ય સ્વતંત્ર છે. તમને સોનું ન મળ્યું એટલે મને નહિ મળે એવું કેમ કહી શકાય? આપ ચિંતા ન કરશે. શેઠને તે એ ખાણ છેડવાની તાલાવેલી હતી. ખાણ વેચવી જ હતી એટલે વેચી દીધી. વેચ્યા પછી પણ પેલા માણસને કહે છે ભાઈ! તું ગજબને માણસ લાગે છે. તારામાં ગાંડપણ તે નથી ને! ના શેઠ. હું વિચારીને ખરીદું છું. તમે જ્યાં સુધી ખેદયું ત્યાં સુધી સોનું ન હોય પણ વધારે ઉંડે હોઈ શકે પણ ખરું.
ખણણણ કરતા સેનું નીકળ્યું ખરેખર આશ્ચર્ય થયું. તે ભાઈ એ ખાણની સાઈડમાં દવા માંડ્યું. હજુ તે થોડું ખેદયું ત્યાં ઝગમગ ઝગમગ થવા લાગ્યું. સોનાના ટુકડા ખણણ ખણણ કરીને ઉછળવા લાગ્યા. ખૂબ સોનું નીકળ્યું. આ સાંભળીને તમારા મુખ મલકાઈ ગયા કારણ કે સોનું તે જગતના દરેક જીને ગમે છે. તેમાં સુખ માને છે. તમે સેનાના ટુકડે ટુકડા કરી નાંખે પણ સોનામાં કયાંય સુખ નામની વસ્તુ છુપાયેલી નથી. સંસાર અને સુખ? આ બની ન શકે. સંસારમાંથી સુખ કદાપિ મળી શકે નહિ. પુદ્ગલના ગુણ છે સ્પર્શ, રૂપ, ગંધ, વર્ણ અને રસ. આમાં કયાંય “સુખ” નામને ગુણ નથી. પુદ્ગલમાં સુખ છે નહિ પછી મળે કયાંથી? તમે બતાવે તે ખરા કે કઈ પૌગલિક ચીજમાં સુખ છે ? સુખની ઠગારી આશામાં ને આશામાં મૂઢ જીવ જીવન પૂરું કરી નાંખે છે. મરણશય્યા સુધી પહોંચવા છતાં તે સુખના એક ટુકડાને પણ પામી શકતું નથી. એવા મૂઢ જીવને કેણ સમજાવે કે તું ધન સંગ્રહથી અટક ભેગથી અટક. તું નક્કી માની લે કે જગતના કોઈ પણ પદાર્થમાં સુખ હોઈ શકે નહિ. સંસારી જીની પ્રવૃત્તિ પદાર્થો એકઠા કરવાની છે. તેણે જાણે પ્રતિજ્ઞા કરી લીધી છે કે સાંસારિક પદાર્થોમાંથી હું સુખ મેળવીને રહીશ.
મારે પથરા અને એને સેનાની ખાણઃ પેલા ભાઈ એ ખાણ બેદી. તેના ભાદયે સેનું નીકળ્યું. હવે પેલા શેઠને શું થયું હશે? તેણે ખાણ ખરીદી ત્યારે તે ખૂબ આનંદને ઉમંગ હતું, પણ તેમાંથી સોનું ન નીકળ્યું અને પથરા નીકળ્યા