________________
શારદા શિરેમણિ ]
[૪૫૧ ગઈ છે કે કંઈક મૂકવું ને કંઈક મેળવવું. જીવન એટલે જાણે મેળવવા મૂકવાની સંતાકુકડી. એક દિવસ જેને મેળવવા મથતો હતો તે આજે એને મૂકવા માટે વલખા મારે છે. એક દિવસ જેને છોડવા માગતો હતો તે આજે મેળવવા માટે ફાંફા મારે છે. કેવું છે આ મન !
સેના માટે સર્વસંપત્તિને કરેલ સેદે : કેલરેડેમાં જ્યારે સૌથી પ્રથમ સોનાની ખાણો મળી આવી ત્યારે આખું અમેરિકા પાગલ બનીને ત્યાં દેડી ગયું હતું. દરેકના હૈયા નાચી ઊઠયા. મન પ્રફુલ્લિત બની ગયું. લોકોએ કેલરેડમાં મેં માંગ્યા પૈસા આપીને જમીન લેવા માંડી. હવે બધાને મેળવવાની તમન્ના જાગી. ચટપટી લાગી. એક અબજોપતિ કરતાં પણ વધારે શ્રીમંત એવા માણસે પોતાની બધી સંપત્તિને સોદો કરીને જમીન ખરીદી લીધી. મનમાં આશા છે કે હું આટલી સંપત્તિ મૂકું છું. (છોડું છુંપણ મને એના કરતાં અધિક મળવાનું છે એ મોટી આશાથી ખાણ ખરીદી લીધી. એ ખાણને દવા માટે મોટા મેટા યંત્રો અને ઓજારેના ઢગલા કર્યા. શા માટે ? સોનું કાઢવા. નાના સામાન્ય સ્થિતિના માણસો બિચારા નાના ખેતરમાં સોનું શોધી રહ્યા હતા. આ તો મોટો શ્રીમંત માણસ હતો. તે તો મશીને મૂકીને તેનું શોધી રહ્યો હતો. ઘણું ખોદયું. પાર વગરનું ખેદકામ કર્યું પણ સોનું નીકળતું નથી. લેકમાં વાત થવા લાગી કે પિલા કરોડપતિએ તે પોતાની બધી સંપત્તિ દાવ પર લગાડી હતી. એના માટે તે રેડપતિ થવાનો વારો આવ્યો. એની ભૂખ અને ઉંઘ હરામ થઈ ગઈ. તે પિતાની સંબંધીઓ અને સ્વજનોને કહે છે કે “ આપણું તો બારે વહાણ તળિયામાં.” આપણે તો મરી ગયા છતાં આશામાં ને આશામાં વધુ ઉંડે સુધી ખેદયું પણ પથરાને પથરા જ નીકળ્યા. તેની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ.
મેળવવાની તમન્નાને બદલે મૂકવાની લાગેલી લગની : આ કરોડપતિએ સુખી થવા માટે પિતાની મિલ્કત ખચીને સોનાની ખાણ ખરીદી. તેની સાત પેઢી ખાય એટલે પૈસો હતો છતાં વધુ મેળવવાની આશાથી ખાણ લીધી. પહેલા મેળવવાની તમન્ના હતી. હવે સોનું નીકળ્યું નહિ ને પથરા નીકળ્યા એટલે વેચી દેવાની ચટપટી જાગી. મેળવેલું મૂકવાની લગની લાગી. હવે ખાણને વેચી દઉં તે કંઈક મારા હાથમાં આવે. આટલી અબજોની સંપત્તિ હેવા છતાં લેભ લાગ્યો કે હિં સોનાની ખાણ મેળવું. અતૃપ્ત માણસ ધન માટે, સત્તા માટે, કીર્તિ માટે, પ્રતિષ્ઠા માટે દેડતા રહે છે. નાના સત્તાધારી મોટો સત્તાધારી બનવા ઈચ્છે છે અને મોટા સત્તાધારી એથી પણું મટી સત્તા મેળવવા ધમપછાડા કરે છે પણ તેઓ જાણતા નથી કે મોટા મોટા સત્તાધારીઓ પણ અહીંથી ઉપડી ગયા છે. સિકંદર, સીઝર અને નેપોલિયન જેવા મહાન વિજેતાઓ પણ રોતા રોતા રવાના થઈ ગયા છે. આજ સુધીને ઇતિહાસ એ બતાવે છે કે સત્તામાં કોઈ પામવાનું નથી, બધું ખાવાનું છે.