________________
શારદા શિશમણિ ]
[ ૪૩૯ સહુની સરજાત કર્મ ચાકડે. નાંખી ગેળ સરજાતી કેઈ બને રાય, કે બને રંક, કેઈ છુત અછુતની જાતી હે.નામ-કામને ગામને વારી ને, સહુની સુરત રંગાતી કઈ રે
મહાપુરૂષે કહે છે કે બધી આંટીઓ ઉકેલી શકાય છે પણ કમની આંટીએ ઉકેલવી મુશ્કેલ છે. કર્મરાજા લેણું આપી જાય અને સુખને લાત મારીને ફેંકી દઈએ તો એના પાસા પોબાર ન પડી શકે. એ સુખમાં જે લપટાઈ ગયા તો એના દેવાદાર બનવું પડે. આ કર્મોએ અત્યાર સુધી જીવની ખાનાખરાબી કરી છે. અનાદિ અનંત કાળથી આ સંસારની દુર્ગતિરૂપી શેરીઓમાં જીવને રખડાવ્યા છે અને અનેક દુઃખ આપ્યા છે પણ હવે તેના નાશ થવાના દિવસે ભરાઈ ગયા છે. કયા દિવસો વીર પ્રભુનું વિરાટ શાસન અને સત્ય માર્ગ સમજાવનારા વીતરાગી સંતે મળી ગયા છે તેમના શરણે જઈને કર્મોને નાશ કરે છૂટકે. ભલે, અત્યારે સાગર જેટલા દુઃખમાં સુખનું એક ટીપું આપીને દુઃખ તરફ દષ્ટિ કરવા દીધી નથી પણ હવે આ શાસનને પામીને દષ્ટિ બદલવાની છે. મહાપુરૂષોએ એ કર્મસત્તાને મૂળમાંથી ઉખાડવા જે પરાક્રમ કર્યા છે તેવા પરાક્રમ કરીને કર્મ સત્તા સામે માથું ઉંચકીને તેને નાશ કરે છે. અરે ! ચરમ શરીરી મોક્ષગામી ને તેમજ બીજા મહાપુરૂષોને પણ હેરાન કરવા માટે કર્મ સત્તાએ પ્રયત્ન કરવામાં પાછી પાની કરી નથી.
સનત કુમાર ચક્રવતીને કમેં રૂપ તે અદ્ભુત આપ્યું કે જેના રૂપની પ્રશંસા દેવલોકમાં થઈ પણ કર્મ સાથે એ કરામત કરી કે આવી સુંદર કાયામાં મહાભયંકર સેળ રોગ પેદા કરી દીધા, પણ સનતકુમાર ચક્રી કર્મની કરામતમાં ફસાયા નહિ. એ રોગો થતાં ચક્રવતી શરીરની અનિત્યતા સમજાતા તેમને આત્મા જાગી ઊઠયો. તેમણે વિચાર કર્યો કે આ કર્મ સત્તાએ તેના પંજામાં ફસાવવા મારી સામે જાળ ફેકી છે પણ હું તેના પંજામાં ફસાઉં તે નથી. તમને ગળામાં સામાન્ય દુખ્યું. ડૉકટરને બતાવ્યું ને ડોકટરે કહ્યું આપ ટાટામાં બતાવે તે તમારા પગ ભાંગી જાય. અહીં તો ચક્રવતીને સોળ મેટા રોગો થયા: કમે બરાબર જાળ ફેંકી પણ હે કર્મ સત્તા! હું તારી પકડમાં આવું એવું નથી. એ જાળને ફગાવીને તેમણે સાધુપણું લઈ લીધું અને ૭૦૦ વર્ષો સુધી માસખમણુને પારણે માસમણ કરી કર્મના દેવા ચૂકવવા માંડયા. કર્મરાજાના કાળજે ફાળ પડી શું હવે આનું ખાતું ખતમ થઈ જશે સનત્કુમારને રોગ મટાડવા દેને વૈદના રૂપ લઈને નીચે ઉતરવું પડયું. તમે દેવને પ્રસન્ન કરવા કેટલી માળા ગણે. જે એક વાર દેવ પ્રસન્ન થઈ જાય ને મને કહે તારું ઘર અભરે ભરાશે એટલે બસ. શું જીની ભિખારીવૃત્તિ!
તૃષ્ણને તરંગ અને સેનાને રંગ ? તમારા જેવો એક વાણિયો હતો. તેને પૈસાની ભૂખ મટતી ન હતી. તે ભૂખ મટાડવા સંત પાસે જાય. સંતે સમજી જાય