________________
શારદા શિરોમણિ ]
[ ૪૪૧ તૃષ્ણા શાંત થતી નથી કારણ કે ઈચ્છા આકાશ જેટલી અનંત છે. હવે પેલો લોભી સેનું માંગે ખરો ?
સનતકુમાર મહર્ષિનો રોગ મટાડવા દેવો વદનું રૂપ લઈને આવ્યા છતાં રોગ ન મટાડશે. હસતા મુખે સહન કર્યું તે એકાવનારી બની ગયા. કર્મો એમના ઉપર ત્રાટક્યા ખરા પણ એ મહર્ષિ કર્મો ઉપર ત્રાટક્યા તે કર્મ પિતાની જાળમાં તેમને ફસાવી શકયા નહિ.
જ્ઞાની સમજાવે છે કે કર્મની કરામત ! જીવને પિતાની પૂર્વની વાતો યાદ આવવા ન દે. માની લે કે પુણ્યદયે જીવને અઢળક સંપત્તિ મળી પણ તેને ગત જન્મના સુકૃત દેખાતા હોય કે મેં આવા સારા કર્મો કર્યા છે તો મને લક્ષ્મી મળી છે, હવે આ જન્મમાં દાન પુણ્ય નહિ કરું તે પછી મારું શું ? તો તેને અભિમાન ન આવે, વ્યસન ન આવે, ગરીબો પ્રત્યે હમદર્દ રહે, ધરના નકોર પ્રત્યે વાત્સલ્યભાવ રહે.
એક વાર એક ભાઈ આવીને ખૂબ રડો. સંતે પૂછ્યું કે ભાઈ ! શું થયું છે? ગુરૂજી ! હું શું વાત કરું ? તેણે પોતાના જીવનની કહાની કહી. હું એક શેઠને ત્યાં નેકરી કરું છું. એ શેઠના જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા એવા ગુણવાન શેઠ છે. ગુણ કયારે ગવાય ? સર્વને પોતાના સમાન ગણે. આ શેઠને ચાર દીકરા હતા. બધા ધંધામાં સાથે. ધંધો ખૂબ ધમધોકાર ચાલતું હતું અને બધામાં સંપ, પ્રેમ પણ ખૂબ હતા. શેઠને સાડીની દુકાન હતી. એક દિવસ મેં સાડીની ચોરી કરી તે મોટા શેઠના દીકરાઓ જેઈ ગયા. તેમણે મને ખૂબ ધમકાવ્યા. તે ચારે ભાઈઓએ નિર્ણય કર્યો કે આ નેકરે સાડી ચેરી છે માટે સાંજે તેની બરાબર જડતી લેવી છે. આ વાતની બધા નકોને જાણ થઈ ગઈ કે આ નોકરે એક સાડી ચોરી છે. ચારે ભાઈ એ, તેમના પિતા બપોરે બધા જમવા બેઠા છે. જમતાં જમતાં ચારે ભાઈઓ આ વાત કરતા હતા કે નોકરે આવું કર્યું. આજે સાંજે જડતી લેવાની છે. મોટા શેઠે એટલે આ
કરાઓના પિતાએ આ વાત સાંભળી. તેમણે પૂછયું–બેટા! શું થયું છે ? બાપુજી! આ નોકરે એક સાડી ચેરી છે માટે અમે બધા સાંજે તેની જડતી લેવાના છીએ. શેઠ કહે-તમે જડતી લેશે નહિ. પિતાજી! અમે તેને બરાબર કરીશું. શેઠ કહે, હું મેટો બેઠો છું. સાંજે દુકાને આવીશ. પિતાજી! આપ ન આવતા. આપ સમજે નહિ. શેઠ–કહે તમે બધું સમજે એમ ને! તમે તે ૩૦-૪૦ વર્ષના છે પણ હું તે ૮૦ વર્ષને થયો છું. હું કંઈ નહિ સમજતો હોઉં ! હું દુકાને આવવાને છું તે પહેલા આપ કંઈ કરતા નહિ.
તમારે જોઈએ ચાર આકડા ને નોકરને ત્રણ આંકડા? : નેકરને ખબર પડી ગઈ કે મેં સાડીની ચોરી કરી છે એટલે મારી જડતી લેવાના છે. તે બિચારો ખૂબ ગભરાયે મને છૂટો તે નહિ કરે ને ? સાંજના શેઠ તથા ચારે દીકરાઓ ભેગા થયા. શેઠે મોટા દીકરાને પૂછ્યું કે તું એક મહિનાને ઉપાડ કેટલો કરે છે? ૨૫૦૦ રૂા. બીજા દીકરાને પૂછયું, તેણે કહ્યું-૨૨૦૦ રૂા. ત્રીજા દીકરાને પૂછ્યું, તો ૨૦૦૦ રૂા. અને