________________
શારદા શિરોમણિ ]
[૪૩૩
મહત્તા સમજાવી. જ્યારે વિભાવ જશે અને આત્મા સ્વભાવમાં આવશે ત્યારે આ પર્વની ઓળખાણ થશે. આજે પર્યુષણ પર્વનો છઠ્ઠો દિવસ આવી ગયો. આજથી ત્રીજે દિવસે મહાન સંવત્સરી પર્વ આવશે. બારે મહિનામાં કેટલી આરાધના કરી તેનું સરવૈયું કાઢવાને દિવસ તેનું નામ સંવત્સરી. તમે વેપાર ધંધા કરે તો તેમાં સરવૈયું કાઢે છે તેમ સંવત્સરીના દિવસે આત્માના વહેપારનું સરવૈયું કાઢવાનું છે. મેં નફે કેટલે મેળવ્યું? મારા આત્મામાં મેં ગુણે કેટલા કેળવ્યા છે? અને કર્મની આવક વધારી છે કે ઘટાડી છે ? આજને આપણા વ્યાખ્યાનનો વિષય છે “કર્મની કરામત'.
આજે આપણે એ સમજવું છે કે આત્મા ચૌગતિમાં કેમ ભટકી રહ્યો છે? આત્માને કણું રમાડી જાય છે? બધામાં સૌથી બળવાન કેઈ હોય તે કર્મ છે. આ કર્મરાજાએ એવી કરામત કરી છે કે માનવી તેમાંથી છટકી શકતો નથી. ચોર્યાશી લાખ છવાયોનિમાંથી એક પણ જીવ એ નથી કે જે કર્મની માયાજાળમાં ફસાયો ન હોય ! જે એની જાળમાં ફસાયા છે એ સંસારમાં રહ્યા છે. જે કર્મની માયાજાળમાંથી છૂટી ગયા એ સંસારમાંથી સર્વથા છૂટી ગયા છે.
માનવજન્મ એ આધ્યાત્મિક અમીરીનું એક નવલું નજરાણું છે. પુણ્યને ખૂબ પૈસો ભેગો થયા પછી આપણને માનવ જન્મ મળે છે એટલે આધ્યાત્મિક દષ્ટિએ માનવ શ્રીમંત છે. જીવને માનવતાની શ્રીમંતાઈ તો મળી પણ આ શ્રીમંતાઈના સોનામાં શાહુકારીની સુગંધ મેળવવી હોય તો સૌથી પ્રથમ દેણું ચૂકતે કરીને ચોપડા ચિખા કરી લેવા જોઈએ અને લેણાને ઉદારતાથી માફ કરી દેવું જોઈએ. સાચે શાહુકાર પહેલા દેણું ચૂકવવાની વાતને વધુ મહત્ત્વ આપે પછી એ લેણું ઉઘરાવવાની પહેલ કરે છે તે એની શાહુકારી શેભે છે. એથી આગળ વધીને શાહુકારીને વધુ શેભાવવા એ લેણું માફ કરી દે છે. આ જ વાત આધ્યાત્મિક જગતમાં સમજવાની છે. માનવ મઝાથી અહી સુખ ભોગવે છે, તો કર્મરાજના પડે એના ઉધાર ખાતામાં દુઃખ જમા થાય છે અને માનવી હસતા મુખે આનંદથી દુઃખ સહન કરે છે તે કર્મરાજના ચોપડે એના જમા ખાતે સુખનું ખાતું સદધર બને છે. એટલે દુઃખ આપણું દેણું છે અને સુખ આપણું લેણું છે. આ ભવચક્રમાં ભટકતા આપણા આત્માએ દુઃખને તો ઘણી વાર સહન કર્યું છે પણ હસતા મુખે હર્ષ સાથે દુઃખને સહી લેવાની સમજણ માનવામાં છે. આધ્યાત્મિક અમીરીથી શ્રીમંત ગણુતા માનવના અંતરના ચોપડામાં જમા ઉધારના બે ખાતા છે. જમા ખાતે સુખ છે એટલે કર્મરાજ પાસેથી લેણુ રૂપે વસુલ કરવાના છે અને ઉધાર ખાતે દુઃખ છે જે એણે કર્મરાજને દૂધે ધોઈને ચૂકવવાના છે. હવે પહેલા શું કરવા જેવું છે? દેવાની ચૂકવણી કે લેણાની વસુલાત? માણસ પહેલા લેણાની વસુલાત કરવા કરતાં દેવાની ચૂકવણી કરી દે તે પિતાની આધ્યાત્મિક શ્રીમંતાઈ પર
૨૮