________________
૪૩૨ ]
[ શારદા શિરેમણિ પ્રભુના જન્મથી ત્રણે લેકમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયે. નરકમાં રહેલા નારકીઓએ શાંતિનો અનુભવ કર્યો. ચેસઠ ઈન્દ્રો અને ૫૬ દિકુમારીએ બધા ભગવાનને જન્મ મહોત્સવ ઉજવવા આવ્યા. સિદ્ધાર્થ રાજાએ પણ સારી રીતે ભગવાનને જન્મ મહોત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવ્યું અને તેમનું ગુણ નિષ્પન્ન નામ વર્ધમાનકુમાર રાખ્યું. ભગવાન મહાવીર સ્વામીને આપણે એક વર્ષમાં સમુહમાં ત્રણ વાર આ રીતે યાદ કરીએ છીએ. ચૈત્ર સુદ તેરસે તેમની જન્મજયંતી ઉજવીએ છીએ. આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન થાય છે અને દિવાળીને દિવસે ભગવાનને નિર્વાણ દિવસ ઉજવીએ છીએ. જમ્યા પછી ભગવાન કેવું જીવન જીવ્યા, કેવા ભગીરથ કાર્યો કર્યા એ બધું કહેવા બેસું તો ઘણે સમય જોઈએ.
ટૂંકમાં ભગવાન ૩૦ વર્ષની ઉંમરે પ્રવજ્યના પંથે વિરાટ સાધનાના સ્વામી બન્યા. સંયમ લઈને મહાસાધનાના પુરૂષાર્થ વડે ક્ષમાના હથિયાર લઈને ઘાતી કર્મોને પલાયન કર્યા, અને કેવળજ્ઞાન અને કેવળદર્શનને દીપ પ્રગટાવ્યા. આત્માના અસંખ્ય પ્રદેશે પ્રદેશ ચિતન્ય રોશની પ્રગટી ચૂકી. સર્વ પ્રદેશ અનંત જ્ઞાન નિધાન પ્રગટયાને ટંકારવ થયે. કેવળજ્ઞાન થયા પછી પ્રભુએ તેમના મુખેથી અમૃત વાણીને ધધ વહાવ્ય. ભગવાને પાંચ કાંતિ કરી. (૧) હિંસાવાદ સામે અહિંસાવાદ ઉભો કર્યો (૨) લેકે ઈશ્વર પર નિર્ભર રહેતા હતા, ઈશ્વરને સુખ દુઃખના કર્તા માનતા હતા તેની સામે કર્મવાદની સ્થાપના કરી. (૩) પરિગ્રહવાદ સામે અપરિગ્રહવાદની સ્થાપના કરી. (૪) એકાંતવાદથી વિરૂધ અનેકાંતવાદની સ્થાપના કરી. (૫) જાતિવાદ અર્થાત બ્રાહ્મણે સમજે કે અમે ઊંચા છીએ અને શુદ્ર નીચ છે તેની સામે ભગવાને કહ્યું કે જન્મથી કેઈ બ્રાહ્મણ કે વૈશ્ય નથી પણ કર્મથી બ્રાહ્મણ અને કર્મથી શુદ્ર છે. સ્પેશ્યવાદ સામે અસ્પૃશ્યવાદની સ્થાપના કરી ભગવાનના શાસનમાં કઈ જાતિભેદ નથી. ભગવાને ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષુદ્ર બધાને અપનાવ્યા છે. ભગવાનના શાસનમાં બધાએ દીક્ષા લીધી છે. ભગવાન મહાવીરે આપેલે અહિંસાને ઉપદેશ, સત્ય અને શાંતિનો સંદેશ અને મૈત્રીભાવને પરમમંત્ર આજે અનેક આત્માઓના જીવનમાં પ્રકાશ પાથરી રહ્યો છે. તેમના જીવનમાં તે અનંત ગુણ રહેલા છે. આપણે તેમનામાંથી પ્રેરણા લઈ, તેમના ચીધેલા રાહે ચાલીને આપણું જીવન ઉજજવળ બનાવીએ. સમય થઈ ગયો છે વધુ ભાવ અવસરે.
કેટિ કેટિ વંદન હૈ શાસન શિરતાજ શાસનપતિ પ્રભુ મહાવીરને. દ્વિ શ્રાવણ સુદ ૩ને રવિવાર : વ્યાખ્યાન નં. ૪૭ : તા. ૧૮-૮-૮૫
વિષય : “કર્મની કરામત ” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જ્ઞાની ભગવંતે મંગલકારી, કર્મની ભેખડે તેડાવનાર, આત્માની આરાધના, ઉપાસના કરાવનાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની