________________
શારદા શામિણ ]
[ ૪૨૭
ભગવાનના પગલે ચાલતા મરીચિ મુનિ ચારિત્ર ધર્માંની પગથાર પર આગળ વધ્યા પણ એક એવી પ્રમાદની પળ આવી ગઇ કે મુનિ મેાહમાં મૂ'ઝયા. ગરમીના દિવસેા હતા. ખુલ્લા પગે ચાલતાં કાંટા કાંકરા વાગે તે સહન ન થયા. ભગવાનના ચારિત્ર ધર્મ છત્રની છાયામાં માને નહિ. પગમાં પગરખા પહેરવાની ભગવાનની આજ્ઞા ન હતી. સંયમી જીવનમાં જીવનભર સ્નાન કરાય નહિ. લેાચ હાથે કરવા પડે આ બધુ' તેને ખૂબ કઠીન લાગ્યુ. ભગવાનના મુનિધમ ને તેા સ્નાન સાથે સ્નેહ ન હતા. વિલેપનની તે વાત જ શી ! મરીચિ મુનિ આ પરિસહ સામે ટક્કર ઝીલી ન શકયા. ચારિત્રને આવતી કર્મોની ફોજ પ્રબળ બની અને મુનિએ નવે વેશ સન્મ્યા. દિલમાં રહેલી દાક્ષિણ્યતા ઘર ભણી પીછેહઠવું પગલું ભરવા સાફ ના કહી રહી હતી તેથી મરીચિ મુનિએ ત્રિ'ડી સંન્યાસીને વેશ ધારણ કર્યાં, માથે શિખા રાખી, હાથમાં દંડ ! ભગવા કપડા ! છાયા માટે છત્ર ! ખપ જળથી સ્નાન અને પગમાં પગરખા રાખ્યા. પ્રમાદની પળે મરીચિ મુનિને મૂંઝવ્યા અને તેમણે આ રીતના નવેા વેશ સયે પણ એમની શ્રદ્ધા મજબૂત હતી તેથી તે કહેતા ભગવાનના માગ સાચા છે પણ હું આવું કઠણુ સહન કરી શકતા નથી તેથી ત્રિદડીના વેશ રાખીને ભગવાનની સાથે ફરતા અને ભગવાન જ્યાં બિરાજે ત્યાં તે તેમના સમેાસરણની બહાર બેસતા.
ભગવાનથી જુદા થયેલા મરીચિના નવા વેશ જોઈને લોકો એમને ધમ પૂછતા તે તેઓ કહેતા કે સાચા સયમ ધમ ભગવાન ઋષભદેવ પાસે છે. તે પેાતાની ત્રીએ કબૂલતા. અરે! એમની આંખમાં કયારેક આંસુ પણ આવી જતા. અનેક આત્માઓને સાચા ધર્મ સમજાવીને પ્રભુના શ્રમણ સંધમાં મેાકલતા. વિહાર તે ભગવાનની સાથે કરતા. આચારથી અલગ થયેલા મુનિ હજુ વિચારથી વેગળા થયા ન હતા. કંઈક આત્માબેને એમણે પ્રભુના સંયમ માર્ગ બતાયે. આ પ્રમાણે કેટલાય વર્ષો વીત્યા. ભગવાન ઋષભદેવ વિચરતા વિચરતા વિનીતા નગરીમાં પધાર્યાં. પ્રભુની પધરામણીથી નગરીનું ઉદ્યાન ખીલી ઉયું. ભરત મહારાજા પિરવાર સાથે પ્રભુની દેશના સાંભળવા આવ્યા. તી કર પ્રભુની વાણી એટલે જાણે વરસ્યા બારે મેહ! સાંભળ્યા જ કરીએ, ઉઠવાનું મન ન થાય. ભગવાનની દેશના પૂરી થયા પછી ભગવાનને વંદન કરીને ભરત મહારાજાએ પૂછ્યું. હું મારા ત્રિલોકીનાથ ભગવાન! આ સમવસરણમાં કોઈ એવા જીવ છે ખરો કે જેના લલાટે તીર્થ'કર પદ્મના લેખ લખાયા હાય! ભગવાને મરીચિ તરફ આંગળી ચીપીને કહ્યુ કે હે ભરત ! આ સમવસરણની બહાર તારા પુત્ર મરીચિકુમાર અત્યારે જે ત્રિદડીના વેશમાં છે તે આ ચાવીસીમાં ચરમ તીર્થકર મહાવીર સ્વામી નામે થશે. આ સાંભળી ભરત મહારાજાને ખૂબ આનદ થયા.
પ્રભુએ ફરીને કહ્યું-ભરત ! મરીચિ મહાવીર થશે એ પહેલા વચ્ચે વચ્ચે ઘણી મહાન ઋદ્ધિઓનુ` એ સ્વામીત્વ પામશે. પેાતનપુર નગરમાં ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ થશે અને મહાવિદેહે ક્ષેત્રમાં મૂકા નગરીમાં ચક્રવતી થવાના લેખ પણ મરીચિના લલાટે