________________
૪૨૬ ]
[ શારદા શિશમણિ પણ મારો સાધુ સમુદાય મારી ચિંતા કરતા હશે તેનું મને દુઃખ થાય છે માટે ભાઈ ! તું મને માગ ખતાવ.
આનંદવિભાર બનેલા નયસાર : જેના દિલમાં સંતની સેવા ભક્તિ કરવાના અપૂર્વ આનંદ છે તેવા નયસાર કહે છે ગુરૂદેવ ! આપનું મુખ જોતાં તે એમ લાગે છે કે આપ ખૂબ થાકી ગયા છે. હવે આપનામાં ચાલવાની શક્તિ રહી નથી. ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થયા છે અત્યારે ધરતી પર પગ મૂકાતા નથી; માટે આપ અમારા તંબુમાં પધારો. ત. નજીકમાં છે. અમારા માટે રસેાઈપાણી તૈયાર છે નહાવા માટે ગરમ પાણી કર્યું છે. ખ' નિર્દેષિ છે. આપ પધારો અને મને લાભ આપીને પાવન કરા. નયસારની ઉચ્ચ ભાવના જોઈ મુનિ તેમની સાથે ગયા. દાન લેનાર પવિત્ર હતા. નયસારે મુનિને નિર્દોષ આહારપાણી વહેારાવ્યા. જંગલમાં મોંગલ રચાઈ ગયું. નયસારનુ મન ખાન વિભાર બની ગયુ.. આહારપાણી કર્યા ખાદ થાડી વાર વિસામે ખાઈ ને થાક ઉતાર્યાં પછી મુનિએ કહ્યુ-ભાઈ ! હવે હું જાઉં છું. નયસાર કહે−હું આપને મા` ખતાવવા આવું છું'. નયસાર મુનિને ટૂંકા રસ્તેથી લઈ ગયા અને તેમના સમુદાય ભેગા કરી દીધા, પછી નયસાર જવાની તૈયારી કરે છે ત્યારે સંતે કહ્યુ -ભાઈ ! માગ ભૂલેલા મને તે દ્રવ્ય મા` મતાન્યેા છે. હુ' તને ભાવમાગ ખતાવુ. ભવ વનની ભૂલવણીમાં ભૂલા પડેલા નયસારને સંતે ભાવમાગ બતાવ્યા. સર્વ પાપના અને દુઃખના નાશ કરીને સદ્ગતિ આપનાર ધર્મ અને નવકારમંત્રને હૈયાથી ગ્રહણ કર્યાં.
અંતર આકાશમાં પ્રગટેલી ઉષા : સંસાર પ્રત્યેના નિવેદભાવ અને મેાક્ષ પરના સંવેગ ભાવના પ્રભાવે પરિણામની વિશુદ્ધિ થઈ. મિથ્યાત્વની ગ્રંથી ભેદાઈ. ૧૯ ક્રોડાકોડ સાગરોપમ ઝાઝેરા કર્માં ક્ષય થયા અને સમ્યગ્દર્શનને સૂર્ય ઉદયમાન થયા. સમ્યગ્ દર્શીનના સૂદિયથી મિથ્યાત્વના અંધકારથી ભરેલા નયસારના જીવનમાં પ્રકાશ પથરાયેા. શ્રી મહાવીર સ્વામીના ભવમાં તીર્થંકરપણાના જે તેજ ઝળહળી ઉઠવાના હતા તેની ઉષા નયસારના અંતરના આકાશમાં અણધારી રીતે પ્રગટી ઉઠી. બસ હવે સાચું દર્શીન મળી ગયું. ષ્ટિ સમ્યક્ બની ગઈ. સ્વસંવેદનથી અને જડ-ચેતનનુ' સ્વરૂપ સમજાતાં નયસારના આત્મામાં અપૂર્વ આનંદ થયા. તેમની અહિરાત્મ દશા ટળી ગઈ અને અંતરાત્મ દશા આવી ગઈ. નયસારના જીવનમાં સમ્યક્ત્વના સૂર્ય ઉદયમાન થયા. તે ભવમાં આયુષ્ય પૂર્ણ થતાં નવકારમંત્રના સ્મરણપૂર્ણાંક દેહના ત્યાગ કરી પહેલા દેવલાકમાં દેવ થયા. દેવલેાકની આયુષ્યસ્થિતિ પૂર્ણ થતાં એ દેવ વિશાળ વૈભવથી છલકાતા ઋષભદેવ ભગવાનના સંસારી પુત્ર ભરત ચક્રવતી ને ત્યાં પુત્ર રૂપે જન્મ પામ્યા. પિતાની રિદ્ધિસિદ્ધિ ચક્રવતીની હતી. એક દિવસ ભરત મહારાજા પ્રભુને વંદન કરવા ગયા. તેમની સાથે તેમના પુત્ર મરીચિ પણ સાથે હતા. પ્રભુની મીઠી મધુરી દેશના સાંભળતાં એમને સંયમની લગની લાગી. પિતા ભરત મહારાજાની આજ્ઞા મેળવીને સંસારની દોમદોમ ઋદ્ધિને ત્યજી દઈ ને ભગવાન પાસે દીક્ષા લીધી.
મરીચિએ ઋષભદેવ