________________
શારદા શિરેમણિ ]
[ ૪૦૧ આત્માઓને ધર્મમાં જોડવા માટે ખૂબ ઉપકારક બની રહે છે. સાચે માણસ એની મુખાકૃતિ જોઈને એના તરફ આકર્ષાય છે અને આ આકર્ષણ મોટા ભાગે તેને ધર્મમાં જેડડ્યા વિના રહેતું નથી. સંતે શેઠને પૂછ્યું-ઘરમાં તમારે સ્વભાવ કેવું છે? સાહેબ ! મારા પત્ની ગુજરી ગયા છે. પુત્રો, પુત્રવધૂઓ અને નાના બાળકો છે. હું ઘેર જાઉં તે પહેલાં બધા આનંદ કિલેલ કરતા હોય અને જ્યાં મને દેખે ને હું ઘરમાં પગ મૂકે ત્યાં બધો આનંદકિલેલ બંધ થઈ જાય. મને દેખે એટલે તેમને એમ થાય કે આ દેસા કયાંથી આવ્યા ? શેઠ ! આમ થવાનું કોઈ કારણ તમને સમજાય છે ખરું ? શેઠની વાત પરથી આપણે સમજી શકીએ કે તેમનામાં કયા દેષ છે. કઈ કોઈ વાત આપણે અનુમાનથી સમજી શકીએ છીએ કે આમ બન્યું, માટે આમ હશે? સંત શેઠની વાત પરથી સમજી શકયા કે શેઠને સ્વભાવ ગરમ છે. શેઠ ! આ તમારી ગરમી બીજાને બાળે છે ને તમને પણ બાળશે, માટે છોડવી જોઈએ.
આ પર્યુષણ પર્વમાં આપ રોજ વ્યાખ્યાનમાં આવે છે તે આઠ દિવસ માટે તે એટલી પ્રતિજ્ઞા કરજે કે મારે ક્રોધ ન કર, આઠ દિવસ બ્રહ્મચર્ય પાળવું, રાત્રી ભજન ન કરવું, ચૌવિહાર કરે. કેઈ અઠ્ઠાઈ કરશે, સેળભળુ કરશે, મા ખમણ કરશે, ગમે તે વ્રત કરે, સાધના આરાધના કરો તેને જે રસ આવે, આનંદ આવ્યો તે ભાવના આઠ દિવસ પછી વિલય થવી ન જોઈએ. ક્રોધાદિ બૂરાઈઓ દૂર થાય તે સમજવું કે સાચી આરાધના કરી છે; નહિતર આત્માને છેતર્યો છે. બહારના ધમ બન્યા છે પણ આત્માના ધમી બન્યા નથી. આપણે આત્મા અનંત શક્તિનો સ્વામી છે. એ આત્માના દર્શનની લગની લાગી હોય તે એના આડા આવતા આવરણને દૂર કરી દે.
પુણ્ય અને પ્રેમમાં પાવરફુલ કેણુ? સંત કહે – શેઠ! તમે પ્રતિજ્ઞા કરે કે મારે ક્રોધ કરે નહિ. આપ એટલું સમજી લેજો કે આપ ચઢાવાના ૩ હજાર રૂા. બેલ્યા છે, કદાચ દશ હજાર બોલે તે પણ નકામા છે. કોઇ એ આંતરશત્રુ છે. ગુરૂદેવ ! મારે ખાધા વિના ચાલે છે પણ ક્રોધ કર્યા વિના ચાલતું નથી. જે હું ગુસ્સો ન કરું તે ઘરમાં બધું અવ્યવસ્થિત થઈ જાય. બંધુઓ! ઘરના મોટા માણસ ઘણીવાર આવું માનતા હોય છે પણ તેમને એ ખબર નથી કે કષાયના કારણે ઘર વ્યવસ્થિત નથી ચાલતું પણ પુણ્યના આધારે ઘર વ્યવસ્થિત ચાલે છે. જે દિવસે પુણ્ય પરવારશે ત્યારે તમારી સામાન્ય કષાય પણ તમને નુકશાનમાં ઉતાર્યા વિના નહિ રહે. કષાયના આધારે જે આ દુનિયાની વ્યવસ્થા સચવાતી હોત તે ક્ષમા કરતા ક્રોધ, સરળતા કરતા માયા વધુ તાકાતવાન ગણાયા હતા. યાદ રાખજો કે ક્રોધ જે અવ્યવસ્થા સજે છે તેના કરતા કરોડો ગણી શાંતિ અને સુવ્યવસ્થા પ્રેમ સર્જી શકે છે. તમારે જબ્બર પુણ્યોદય હોય તે તાત્કાલિક પરિણામ તમારા ધાર્યા મુજબનું આવે તેથી એમ માનવાની જરૂર નથી કે મારા કષાયના કારણે સારું પરિણામ આવ્યું છે. પુણ્ય સામાને દબાવી શકશે પણ પ્રેમ તે સામાને વશ કરી દેશે. પુણ્ય કરતાં પ્રેમની તાકાત જુદી છે. ૨૬