________________
શારદા શિરામણ ]
f ૪૦૭
આજે ગરીબ મનુષ્યની ક`મત નથી. સાયકલ ભાડે લેવા જાવ તે ચારપાંચ રૂપિયાથી ભાડે મળી જશે. જયારે માણસ જોઇતા હોય તે ત્રણ રૂપિયામાં ભાડે મળી જશે. તમારી મેટર બગડી તા એક દિવસમાં એક બે હજાર રૂપિયા થઈ જશે જ્યારે એ ગરીબ માણસના મહિનાના પગાર પણ માત્ર ૩૦૦ રૂા. હોય છે. તેમાં તે કેવી રીતે પૂરું કરતા હશે ? બીજી વાત એક માણુસ મહિને ૧૨૫ રૂા. કમાય છે તેની કમાણી એક વર્ષીની ૧૫૦૦ રૂા. ની થઈ. તેની ઉંમર સેા વર્ષની ગણીએ તે કુલ કમાણી દોઢ લાખ રૂા.ની થઈ. જ્યારે બીજી બાજુ એક હીરાની કિ`મત બે ચાર લાખ સુધીની હાય છે. હવે તમે વિચાર કરો કે કોની કિમત વધી ? માનવની કે જડ હીરાની ? પણ યાદ રાખેા. હીરાની કિમત બે લાખને બદલે કદાચ બાર લાખની પશુ હાઈ શકે પણ હીરાની કિ"મત કરનાર તેા અ`તે માનવ છે ને! માનવમાં ગરીમ માનવની તે કિ`મત નથી.
સમાજનું ઋણ ચૂકવવા કર્તવ્ય અદા કરતા ડૉકટર : હબસીબાઈનું રૂદન જોયું જતુ નથી. તે કહે છે સાહેબ ! મારા દીકરાને હમણાં સારવાર નહિ મળે તે કદાચ મારા એકના એક દીકરા ગુમાવી બેસીશ. મારા જીવનના આધાર તૂટી જશે. તમે મારા ભગવાન છે. માઈની વાત સાંભળી ડૉકટર અંદર ગયા. તે જેના પ્રેમમાં પડેલા છે એવી પ્રેયસી ક્રોમવેલને કહે છે મારે એક ઇમરજન્સીના કેસ આવ્યેા છે. તે ખાઈનું રૂદન ખૂબ છે, ત્યાં તાત્કાલિક જવું પડે એમ છે. મારુ કર્તવ્ય છે કે અત્યારે મારે જવુ જોઈ એ. હું જાઉં છું, તારે બેસવુ' હાય તેા એસજે અને ઘેર જવુ' હોય તા ઘેર જશે. ત્યાં કેટલા ટાઈમ લાગશે તે મને ખખર નથી. ક્રોમવેલ મગજની ફાટેલી હતી. તે કહે છે કે તમને મારા પ્રેમની કિંમત છે કે નહિ ? હું તમને કેટલા પ્રેમથી મળવા આવી છું'. તમારે તેા એવા કઈક આવે ને જાય. તમને મારી કોઈ કિંમત નથી ? તમે નહિ જઇ શકે. તમે તેને ના પાડી દે. તેની પારાશીશી તે ખૂબ ચઢી ગઈ. તમને મારી કોઈ કદર નથી. ડૉકટર બ્રેકેટ કહે છે કે હુ' ડૉકટરનુ ભણતા હતા ત્યારે લેાકાએ મારી પાસેથી કેટલી આશાએ રાખી હતી. આપ ડૉકટર બનીને કઈ ક દીની આંતરડી ઠારજો. એ બધાના આશીર્વાદ લઈને હું ભણ્યા છું. એ સમાજનું ઘણુ' ઋણ મારા માથે ચઢયુ' છે. મને સમાજે એટલા માટે ડૉકટર બનાવ્યેા છે કે કંઈક હદ્દી એના દર્દી આ દૂર કરશે. કંઈકની આંતરડીએ ઠારશે, કઈકની આંખના આંસુ લૂછશે. આ વિશ્વાસી જે સમાજે મને આ ભૂમિકા ઉપર પહેાંચાડયા છે એ સમાજને અડધી રાત્રે પણ જો મારી જરૂર પડે તે ત્યાં દોડી જવું એ મારી ફરજ છે સહુના સુખમાં હું મારું સુખ સમજુ છું. આપશુ. કંઈક મગડી જવાનુ નથી. આજે નહિ ને કાલે ય મળી શકીશું; પણ ત્યાં જો ન જાઉં તે કદાચ તે બાળકની જિન્નુગીની રમત રમાઈ જાય માટે આજે મારે જવું પડશે. માફ કરજે મને.