________________
૪૦૬ ]
[ શારદા શિરમણિ તહત કરીને વધાવે એ બધા પુણ્યના ફળ છે. બધાને આ ફળ જોઈએ છે પણ મૂળમાં આંબો હોય તે કેરી મળે. રોટલી બનાવવી છે તો મૂળમાં ઘઉં જોઈએ તેમ મૂળમાં પુણ્ય હોય તો તેના મીઠા ફળ મળે; પણ વાવ્યું નથી તો કયાંથી મળવાનું છે? આ ડોકટરની યશોગાથા ચારે બાજુ ખૂબ ગવાતી હતી. દદીઓ તે એમને ભગવાન સમાન માનતા. તેમને પુણ્યને સિતારો ખૂબ ચમકતો હતો. નવ પ્રકાર પુણ્ય બાંધવાના છે તેમાં પહેલા પાંચ અન્ન પુત્રને આદિ તે પૈસો હોય તે કરી શકાય છે પણ જૈનદર્શનની ખૂબી તો દેખે; જેની પાસે ધન નથી તે પણ મનથી, વચનથી અને કાયાથી પુણ્ય ઉપાર્જન કરી શકે છે. દાતાઓ ઉદાર દિલે દાન દેતા હોય, દુઃખીઓને સહાયક બનતા હોય તેમને જોઈને મનમાં એ ભાવ આવે કે ધન્ય છે આં દાતાઓને ! જે ધનની મૂછ છેડીને દાન દે છે. મને આ અવસર કયારે આવશે? લાખો વાર ધન્યવાદ છે તેને ! આ રીતે મનથી શુભ ભાવના ભાવે, વચનથી મીઠી મધુરી ભાષા બોલે, આંગણે ગરીબ આવી ચઢે તો કહે ભાઈ ! ગભરાઈશ નહિ. તારા દુઃખના દિવસો કાલે ચાલ્યા જશે તે તેને કેવી ઠંડક વળે. આ રીતે મનથી, વચનથી જીવ પુણ્ય બાંધી શકે છે અને કાયાથી પરમાર્થ કરે. બીજાની સેવા કરવી.
ડોકટર પાસે કરૂણ રૂદન કરતી હબસી બાઈ : આ ડૉકટર બ્રેકેટ ખૂબ ન્યાયસંપન્ન હતા. તે યુવાન હતા. તે એક કુમારી કોમવેલ છેકરીના પરિચયમાં આવેલા, બંનેને પરિચય વધતાં કોમલે નિર્ણય કર્યો કે હું લગ્ન તો તમારી સાથે કરીશ. ડૉકટરે એ વાતને સ્વીકાર કર્યો. હજુ લગ્નના દિવસની વાર હતી. એક દિવસ રાતે નવ વાગે ક્રોમવેલ ઠેકટર બ્રેકેટને મળવા આવી. ડૉકટર અને ક્રોમવેલ બેઠા છે. આનંદથી વાતો કરી રહ્યા છે. એક કલાક વાત કરી. ત્યાં ડોકટરના બારણે બેલ વા. ડૉકટર વિચાર કરે છે અત્યારે દસ વાગે કેણ આવ્યું હશે? કઈક દદી આવ્યો હશે. ડોકટર ઊભા થયા. કોમલ કહે ઊભા થવાની શી જરૂર છે? ડોકટરે બારણું ખેલ્યું. એક હબસી બાઈ ઊભી હતી. ડૉકટરને જોતાં એધારા આંસુએ રડવા લાગી. બેન શું છે? તે ડૉકટરના પગમાં પડીને કહે છે ડોકટર સાહેબ! આપ હમણાં ને હમણું મારી સાથે જલ્દી ચાલે. મારા એકના એક દીકરાને બચાવી લે. બહેન! શું થયું છે ? સાહેબ! આંધળાની લાકડી સમાન એક દીકરો છે. તેની ઉંમર હજુ આઠ વર્ષની છે. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું છે તે વારે ઘડીએ બેભાન થઈ જાય છે. તેને જીવાડનાર ભગવાન આપે છે. ઘેર બધા કલ્પાંત કરે છે, મૂરે છે. આપ જલદી ચાલે. જેને વીતે તેને ખબર પડે. તમે રેજ સવારે ઊઠીને સાટા ને ગાંઠીયા ખાતા હે ત્યાં દુઃખીના દુઃખની શી ખબર પડે? જેમને બિચારાને દૂધ પણ નથી મળતું છતાં ગરીબીમાં અમીરી હોય છે. કંઈક વાર ધનવાન કરતાં પણ ગરીબીની અમીરી વધુ ચઢી જાય તેવી હોય છે. એક લીટર દૂધમાં ૧૦-૧૨ માણસો નભતા હોય છે તેમના ઘરમાં ઘી નથી હોતું. જેટલા પણ પૂરા મળતા નથી.