________________
૪૦૪]
[ શારદા શિરેમણિ ગામથી બીજે ગામ પહોંચાડવાનું કામ કરે છે, તેમ આ દેહ આત્માને મોક્ષપુરી પહોંચાડવાનું કામ કરે છે. તમે બધા આ દેહ રૂપી કવરને ઓળખે છે ને? જે જે આત્મા રૂપી ચેકને રખે ને ભૂલતા ! આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી કાંઈ નથી. જે પિતાને નથી ઓળખતે તે બીજાને કયાંથી ઓળખી શકે? આત્મદર્શન થાય તેને દેહ અને આત્માનું ભેદ જ્ઞાન થાય. કર્મવેગે કદાચ દુઃખ આવે છતાં તેને સ્પર્શી શકતું નથી. તે એમ સમજે છે કે પૈસા-પદવી પ્રતિષ્ઠા એ બધા ભૌતિક સાધન છે. બહારનું છે એ બધું કદાચ રહે કે ચાલ્યું જાય છતાં આત્માનું અંશ માત્ર ઓછું થવાનું નથી.
દુન્યવી સાધનો છેડીને જ્યારે પ્રભુ મહાવીર જઈ રહ્યા છે, ત્યારે નંદીવર્ધને કહ્યું-ભાઈ! આવા સુંદર રાજ્યાદિ સુખના સાધન છેડીને જંગલમાં કેમ જાવ છે? આવો વૈભવ ત્યાગીને વનમાં શા માટે જાઓ છે? ત્યારે પ્રભુએ શું કહ્યું? જે દુનિયાનું રાજ્ય ચલાવે છે તે આત્માનું રાજ્ય મેળવી શક્તા નથી. આ રાજ્ય સામે પીઠ કરીશ તે આત્માનું રાજ્ય મળશે. ભૌતિક પદાર્થોને વળગવા જતાં આત્માનું દર્શન થતું નથી.
જ્યાં સુધી આત્મદર્શન નથી થયું ત્યાં સુધી માનવ પરને જુવે છે. આત્મદર્શન થાય એટલે સ્વને જુવે છે. દેહને નહિ પણ આત્માને જુવે છે. તેને જગતના તમામ પદાર્થો પ્રત્યેથી મારાપણું ઉઠી જાય છે પછી કદાચ દુઃખ આવે તો પણ એને સ્પશી શકે કયાંથી?
આત્મદર્શન કરવું છે તે આત્મદર્શનની વાત કરવાથી થઈ જશે ? અમે તમારી પાસે આત્માની કંઈક વાત કરીએ તે તમે કહેશે કે મહાસતીજી ! કાળ બદલાઈ ગયે છે, આ તમારે બેટો બચાવ છે. જે કાળ પલટાયો હોત તે શેઠ સુધરત નહિ. વિચાર કરે. ભલે પાંચમાં આરાને કાળ છે પણ આ કાળમાં એકાવતારી બનવાની શક્તિ છે. જે કાળ બદલાયે હોત તે મુનિએ પણ એ પ્રવાહમાં તણાયા હેત પણ મુનિઓના આચાર, વિચારે તે એ જ છે, માટે કાળ પટાય છે એ તે એક બહાનું છે. આત્મદર્શનની માત્ર વાતે કરવાથી આત્મદર્શન નહીં થાય.
એક વાર ગુરૂ શિષ્યને સાધનાનો માર્ગ સમજાવતા કહી રહ્યા છે તે શિય ! તમારે આ જીવનમાં આત્મદર્શન કરવું છે તે પરની પંચાત છેડી દે. એક ગામના પાદરમાં સવારે એક છોકરો જ આવીને બેસે. એ રસ્તેથી ગાય? ભેંસ, બકરા જેટલા ખેતરમાં ચરવા જાય એ ગણે અને સાંજે ચરીને એ જાનવરો જ્યારે ગામમાં પાછા જાય ત્યારે ગણે. કેટલા ઓછા થયા ? બરાબર થયા ? તે છેક આખો દિવસ આટલી મહેનત કરે, જાનવને ગણ ગણ ગણ્યા કરે છતાં એમાં એને તે શું પાશેર દૂધ પણ મળવાનું છે ? ના. જાનવરને ગણવા માત્રથી દૂધ મળવાનું નથી. તે રીતે હિં શિષ્ય ! તમે પણ આ જગતમાં કોણ આવ્યું ? કેણ ગયું ? કોણે શું કાર્ય કર્યા ? એ વાત જાણવામાં જો જિંદગી પૂરી કરી દેશે તો ઉત્તમ એવી આ જિંદગી હારી જશે અને આત્મદર્શન નહીં થાય માટે બાહ્ય જોયા કરતાં આત્મામાં વધુ ને વધુ