________________
૪૦૨]
[ શારદા શિરેમણિ સંતે શેઠની બદલેલી જીવનની ડાયરી પેલા શેઠ કહે ગુરૂદેવ ! મારે તાપ તે ઘરમાં એટલે બધે છે કે બધા મારાથી થરથરે. એટલે એક દિવસ તે શું એક કલાક પણ મારે ગુસ્સો કર્યા વિના ચાલે નહિ. તમારું આ ગણિત સાવ ખોટું છે. તમે તમારા રવભાવની વાત કરી. તે હું તમને એક વાત પૂછું કે તમારા આવા ક્રોધી સ્વભાવના કારણે તમારા પ્રત્યે ઘરના બધાને આદરભાવ કેવો છે? ગુરૂદેવ ! સાચું કહું તે મારી હાજરી ઘરમાં કેઈને ગમતી નથી. હું ઘરમાં રહું ત્યાં સુધી કોઈ એકબીજાની સાથે આનંદથી વાત પણ ન કરે. ભગવાને પણ કહ્યું છે કે “ો વીરું પળાશે.” ક્રોધથી પ્રેમનો નાશ થાય છે. ગુરૂદેવે શેઠને ક્રોધના કટુ ફળ સમજાવ્યા. સાથે સાથે કહ્યું કે આપણી નાની જિંદગીમાં બધા તરફથી અસદુર્ભાવ લઈ જવાની શી જરૂર છે? માટે આપ થડા દિવસની પ્રતિજ્ઞા કરે. ગુરૂદેવના કહેવાથી શેઠે એક વર્ષની પ્રતિજ્ઞા લીધી કે મારે કોધ ન કરે. કદાચ ક્રોધ થઈ જાય તો બીજે દિવસે ઉપવાસ કરે. જે ક્રોધને કાઢ હોય તો આવી કડક શિક્ષા કર્યા વિના છુટકે નથી. ઘણી વાર બહારથી ક્રોધ આવતો ન હોય પણ અંતરમાં કોની છુપી છુપી આગ સળગતી હોય છે. લેહીના અણુઅણુમાં ક્રોધ ન આવવા દે એ સહેલ કામ નથી. મહાપુરૂષે કહે છે કે કેઈ ઘણું જ માસમણ કરે અને કઈ જિંદગીભર લેહીના અણુમાં પણ કોઇ ન આવવા દે તો તે માસ ખમણ કરનાર કરતા કોધને જીતનારે ચઢી જાય છે.
પ્રતિજ્ઞાને પડેલે પ્રભાવ : શેઠે એક વર્ષની પ્રતિજ્ઞા કરી કે મારે કોઈ ન કરો. પછી શેઠ ઘેર ગયા. દૂરથી ગાડી આવતી જોઈ. ઘરમાં દીકરા, વહુ, બાળકે બધા આનંદકિર્લોલ કરતા હતા. શેઠને આવતા જોયા એટલે બેલ્યા-હાય ! આ ડોસલે પાછો આવ્યો. આટલા દિવસ માંડ ગયે હતે. આટલા દિવસ હતા તે શાંતિ હતી. શેઠે દૂરથી જોયું કે બધા કેવા હસતા હતા. ખિલખિલાટ કરતા હતા. મને જોઈને ઉદાસ થઈ ગયા. બધાના મોઢા બગડી ગયા. શેઠ ઘરમાં ગયા. બધાયની સાથે હસીને વાત કરવાનું શરૂ કર્યું. નાના બાળકને કહે છે કેમ બેટા ! તમે બધા મઝામાં છે ને ! છોકરાઓ ચમક્યા. આજ બાપાએ અમને બેટા કહ્યા ! આ શું ! વહુને કહે છે વહ બેટા! મને થોડું પાણી આપોને ! છોકરાઓને કહે છે બેટા ! ચિંતા ન કરવી. શાંતિથી મળે તેટલું કમાવું. આપણે શું સાથે બાંધીને જવાનું છે? ગમે તેટલું ભેગું કરીશું પણ તેમાંથી એક પાઈ પણ સાથે લઈ જવાની નથી. બધા ભડકયા. આ પિતા બોલે છે કે બીજા કેઈ બોલે છે ! બધા આશ્ચર્યમાં પડી ગયા. આખો દિવસ મેટું ચઢાવીને બેસનાર બાપુજી આજે આટલા બધા પ્રસન્ન કેમ છે? રૂના પુમડાને બદલે જે ચમચીથી ઘી લીધું હોય તે ઝૂંટવી લેનાર પિતા આજે બોલે છે કે શું બાંધીને જવાનું છે? માટે સત્કાર્યોમાં વાપરે. બધાને ખૂબ આનંદ થયો. શેઠ કહે-વહુ બેટા ! તમારે ઘરમાં જે જરૂર હોય તે ગ્ય લાગે તેમ વાપરજે. સંકેચ રાખશો નહિ. આ બધી ચાવીને ગુડો તમને સોંપું છું. શેઠે ગુડ સેંપી દીધે. વહુ પરણીને આવે ને સાસુજીના પગમાં