________________
શારદા શિરમણિ ]
[૪૨૧ મહેકતું હોય. તે આલોકમાં ને પરલેકમાં પ્રસંશાને પાત્ર બને. શીલસંપન્ન શ્રાવકોના નામ શાસ્ત્રના પાને લખ્યા છે કારણ કે આ ગુણનું પાલન કરવું સહજ કામ નથી. આગમમાં બતાવ્યું છે કે શીલ પાળવા સત્વ જોઈએ. અબળાઓ પણ શીલ સાચવવા માટે સબળ બની છે અને મોટા મોટા રાજાઓને સમજાવીને ઠેકાણે લાવી છે.
એ મહાન સતીઓએ બધું છેડયું છે. અરે, જાન છેડયા છે પણ શીલ છેડયું નથી. તેનાથી આ દેશને ઇતિહાસ ઉજવળ છે. જેનામાં શીલ ગુણ જીવતો જાગતે છે તેનામાં એવી શક્તિ છે કે તે ગુણના પ્રભાવે અગ્નિ પાણી થઈ જાય. સાગર ખાબોચિયું થઈ જાય. ભયંકર ફણધર પણ નિર્વિષ થઈ જાય. શૂળીનું સિંહાસન થાય. ચિંતામણી ક૯પવૃક્ષ તે માંગ્યું ભૌતિક સુખ આપે છે જ્યારે આ શીલગુણ તે ન કપ્યું, ન ઈરછયું હોય તેવું અપૂર્વ સુખ આપે છે. તે આત્માને પરમાત્મા બનાવી સ્વભાવમાં રમત કરે છે. શીલ એ આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવને પ્રગટ કરવા માટે ઇન્દ્રિય પર વિજય લાવવું પડશે. સ્પર્શાદિ પાંચે ઈન્દ્રિયોને જીતનાર શીલવાન કહેવાય છે. બાહ્ય શત્રુઓને જીતવા સહેલ છે પણ ઇન્દ્રિયોને જીતવી મુશ્કેલ છે. વાસુદેવ જેવા રાજાઓ ત્રણ ખંડના રાજાઓને જીતી શકે છે પણ ઇન્દ્રિયને જીતી શક્તા નથી. જે ઈન્દ્રિયોને જીતી શકે છે તેણે જગતને છે અને જે ઈન્દ્રિયોથી જીતાય છે તે જગતથી છતાય છે. ઈન્દ્રિયને જીતનાર આલેકમાં સુખી છે ને પરલોકમાં પણ સુખી છે. રાવણ જે ૧૬ હજાર સ્ત્રીઓને પતિ હોવા છતાં મનને વશ ન કરી શકે તો તેને આલોક ખરાબ થયે અને પરલેક પણ ખરાબ થયો. આ લેકમાં અપયશ, કુટુંબનો નાશ, રાજ્યને નાશ, શરીરનો નાશ અને મરણ પછી નરક ગતિ.
શીલના પ્રભાવે કલાવતીના કપાયેલા કાંડા ઉત્પન્ન થયા. શીલના પ્રભાવે સુભદ્રાએ કાચા તાંતણે ચારણીથી કૂવામાંથી પાણી કાઢયું. મનુષ્ય જીવનમાં શીલનું જેટલું મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. શીલવંત મનુષ્યને જગતમાં આદર સત્કાર મળે છે તે જોકપ્રિયતા પામી શકે છે. આજનો વિષય છે લોકપ્રિયતા. જે લોકપ્રિય બનવું છે તે નિદાન અને સિંધપ્રવૃત્તિને ત્યાગ કરો. દાનરૂચી, વિનય અને શીલ આ ગુણોને જીવનમાં આત્મસાત કરશે તો લોકપ્રિય બની શકશે. ટાઈમ થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે.
દિ. શ્રાવણ સુદ ને શનીવાર : વ્યાખ્યાન નં. ૪૬ : તા. ૧૭-૮-૮૫ મહાવીર જયંતી
વિષય : “શાસનના શિરતાજ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આજે પર્યુષણ પર્વના પાંચમા દિવસનું સુવર્ણ પ્રભાત પ્રગટયું છે. અહિંસા અને મૈત્રી એ આ પર્વની એક મહાનમાં મહાન ભેટ છે. આજે મહાવીર પ્રભુને જન્મ વાંચવાને મંગલકારી દિન છે. આમ સ્વભાવની મૃતિ કરાવવા માટે જ્ઞાનીઓએ આપણા માટે આ દિવસને કાર્યક્રમ ઘડે છે. આજના