________________
૪૧૮ ]
શારદા શિરેમણિ એવા દીકરાનો બાપ દારૂમાં ચકચૂર રહેતું હતું. તેની આ કુટેવ ખૂબ વધી ગઈ હતી. પરિણામે તેની અસર ઘરના બધા સભ્યો પર થવા લાગી વિના કારણે તે પત્નીને અને પુત્રને મારપીટ કરતો. તેનું કૌટુંબિક વાતાવરણ બગડ્યું. તેના શરીરમાં રોગ થયા. તેને મિત્રવર્ગ તૂટી ગયે ને ધંધામાં ખોટ આવવા લાગી. આ દીકરાનો બાપ હતે. જયારે છોકરાએ ઉપવાસ કર્યો હતો સંવત્સરીને દિવસ હોવાથી સાંજે દારૂ પીધે ન હતું. તે બાપ રાત્રે ઘેર આવ્યો. દારૂ પીવે અને જુગાર રમ એ બે મોટા વ્યસનો બાપમાં ઘર કરી ગયા હતા. તેના કારણે પૈસાથી તે ફનાફના થઈ ગયે. ના પુત્રના ઉપવાસે પિતાને જીવન પટેલ: બાપ ઘેર આવ્યા ત્યારે છોકરો પથારીમાં આળોટતો હતો. માતા વહેલસે હાથ ફેરવતી આંસુ સારતી હતી. જ્યાં આ દીકરે અને કયાં તેને બાપ! હે ભગવાન! તું એને સુધાર. મારા દીકરાને કંઈ થાય નહિ. મારૂં ફૂલ કરમાઈ ગયું છે. બાપ ઘરમાં આવ્યું. માતાને દીકરાને પંપાળતી જોઈ. આજે સાંજે દારૂ પીધે નથી એટલે ભાનમાં હતો. બાપ દીકરા પાસે બેઠો. બેટા ! તને શું થાય છે? આજે ઘણા દિવસે બાપના મુખે બેટા શબ્દ સાંભળ્યો. પિતાજી! આજે મેં ઉપવાસ કર્યો છે. શું વાત કરે છે? ઉપવાસ કર્યો છે? તે તો કમાલ કરી! તને બહુ વસમું લાગે છે ? ઉપવાસ છોડી દે ને ! પપ્પા ! હું ઉપવાસ નહિ છેડું. નહિ છોડું. મરી જાઉ તે પણ રાત્રે ખવાય નહિ ને પાણી પણ પીવાય નહિ. નાના દીકરાની મક્કમતા જોઈ બાપ સ્તબ્ધ થઈ ગયો. તેનું નિધુર હૃદય પીગળી ગયું. તે કહે છે બેટા! તને શું આપું? તારે જે જોઈએ તે માંગ. બાપુજી! તમે મને કાંઈ આપવા ઈચ્છે છે ને? હા બેટા. તે હું આપની પાસે એ માંગું છું કે આપ જીવનભર જુગાર બંધ કરો અને કલબમાં જવાનું બંધ કરે. આ બાળકે કેવું માંગ્યું? આટલે બાળક તે કહે મને સાયકલ અપાવે. ઘડિયાળ અપાવે પણ આ બાળકે તે એમાંનું કાંઈ ન માંગ્યું. પિતાના મનમાં થયું કે ફૂલ જેવા બાળકે ઉપવાસ કર્યો. તેને આટલું વસમું પડે છે છતાં તેની મક્કમતા છેડતા નથી. માંગવાનું કહ્યું તો બીજું કાંઈ માંગ્યું નહિ. માંગ્યું તે એ માંગ્યું કે આપ જુગારથી-દારૂથી અટકી જાવ. બાપનું હૃદય પીગળી ગયું. ધિક્કાર છે મારા આત્માને! ત્યાં એક ક્ષણમાં નિર્ણય કર્યો જા બેટા ! આજથી કાયમ માટે જુગાર દારૂ બધું બંધ. હવે તું રાજી ને? પત્ની પતિને સુધારવા ઘણું પ્રયત્ન કરતી હતી પણ તેનું સાંભળતા ન હતા. આજે દીકરાના એક ઉપવાસના નિમિતે આખું જીવન સુધરી ગયું.
આજે ઘણું કહે છે કે ઉપવાસ કરીને શું કરવું છે? સામાયિક કરીને શું કરવું છે? તમારે જીવન સુધારવું હેય, સુખની ઘડી અને શાંતિ જોઈતી હોય તો તે માથેરાન, મહાબળેશ્વર કે બીજા કેઈ હવા ખાવાના સ્થળમાં નહિ મળે. આત્માની શાંતિ, આત્માને આનંદ મહેલમાં કે બંગલામાં નહિ મળે. શાંતિ મેળવવા તે ધર્મના શરણે જવું પડશે. બાપના દુર્બસના કારણે વાતાવરણ કેવું ઉકળાટભર્યું હતું પણ તેને