________________
૪૦૦ ]
[શારદા શિરેમણિ માયાવી જ પાસે કોઈ આવતું નથી. કદાચ અનિવાર્ય કામે કઈ આવી જાય તે કામ પતે એટલે તરત રવાના થઈ જાય છે. અરે! તેની નજીકના સગાઓ હોય છે તે પણ આવી વ્યક્તિ સાથે સંબંધ રાખવા તૈયાર થતા નથી. તેમના સંપર્ક માં જનારને તેવા જ પ્રસન્નતાને અનુભવ કરાવી શકતા નથી. સૂર્ય આવે પ્રચંડ તાપ ફેલાવે તેમાં તેણે કાંઈ મેળવ્યું ખરું? અરે! મેળવવાની વાત તે બાજુમાં રહી પણ તે વખતે અપ્રિય થઈ પડે. કેઈને તેના સામું જોવાનું ય મન ન થાય. આ રીતે કષાયોના પ્રચંડ તાપવાળા માણસે બધાને અપ્રિય થઈ પડે છે. મૈત્રીભાવને ગુમાવી દે છે. બીજાની સાથે શત્રુતા ઊભી કરે છે. કોઈ તેના આગમનને ઈચ્છતું નથી. આ બધા નુકશાને તે આલેકમાં થાય છે. પરલેકના અનર્થોનું તો પૂછવું શું ? દુઃખ ભરપૂર દુર્ગતિઓની પરંપરા ઊભી કરે છે.
એક લેભી શેઠ ચાતુર્માસમાં બહાર દર્શન કરવા નીકળ્યા. શેઠ જ્યાં ગુરૂભગવંત હતા ત્યાં ગયા. તેમને વંદણું કરી સુખશાતા પૂછી. પર્યુષણ પર્વ બીજે દિવસથી શરૂ થતાં હતા. સંત કહે-શેઠ ! આવ્યા છે તે પર્યુષણ કરીને જાવ. ભલે મહારાજ ! શેઠે ત્યાં પર્યુષણ તે કર્યા. વાત એમ બની કે સંવત્સરીના દિવસે સાંજે પ્રતિકમણના ચઢાવા શરૂ થયા. કાઉસગ્ગને ચઢાવે બોલતા હતા. આ શેઠ તે ખૂબ લોભી હતા, પણ તે સમયે તેમનું દિલ પીગળી ગયું અને કાઉસગ્ગ ૩૦૦૦ રૂપિયાના ચઢાવે બોલ્યા. તે દિવસે તે સંવત્સરી પ્રતિક્રમણ પતી ગયું પણ બીજે દિવસે મહારાજને વાત કરી ગુરૂદેવ ! મેં ગઈ કાલે ૩૦૦૦ રૂ. માં કાઉસગ્નને ચઢાવે લીધે. મહારાજ તેને સારી રીતે ઓળખતા હતા. આ શેઠ કોપી અને લેભી છે. તેમણે સમય જોઈને સોગઠી મારી. ભાઈ! તમે ત્રણ હજાર રૂ. માં ચઢાવે બેલ્યા એ તે ઠીક કર્યું છે. એટલા પૈસા તમારી તિજોરીમાંથી ઓછા થયા પણ તમે શું ઓછું કર્યું ? તમે શું છયું ? શેઠ વિચારમાં પડી ગયા કે ગુરૂદેવ આમ કેમ કહે છે? સંતે ફરી વાર કહ્યું–ભાઈ! ૩૦૦૦ રૂા. તે તિજારીમાંથી ઓછા થયા પણ તમારી જિંદગીમાં શું ઓછું કર્યું? સંતે આ ગૂઢ હિતભર્યો પ્રશ્ન કર્યો. ગુરૂદેવ ! હું બીજું તે શું છે ? જે છોડવાની તાકાત હતી તે છોડયું. બીજું તે હું શું કરું?
ગરમી બીજાને પણ બાળે અને પિતાને પણ બાળે : સંત પૂછે છે શેઠ! તમારા ઘરમાં તમારા દીકરા, વહુઓ, દીકરાના દીકરા નાના બાળકે બધા તમારી સાથે કેવો વ્યવહાર રાખે છે ? ગુરૂદેવ ! કઈ વાત જ ન કરે. તમે ઘરમાં જાવ ત્યારે વાતાવરણ કેવું હોય છે તેની ભાષામાં મીઠાશ હોય છે, અમૃતના ઝરણું વહેતા હોય છે. તેમની ભાષા એવી મધુર હોય કે કેઈને દુઃખ લાગે નહિ અને તેના દુર્ગુણ રહેવા દે નહિ. જે સંતના શરણે જાય તેના દુર્ગુણનું ઓપરેશન થયા વિના રહે નહિ. આ સંત ખૂબ સૌમ્ય સ્વભાવી હતા. સૌમ્ય સ્વભાવની વ્યક્તિની મોટામાં મોટી વિશેષતા એ હોય છે કે તેમની મુખાકૃતિ પણ સૌમ્ય હોય છે. આ સૌમ્ય મુખાકૃતિ અનેક