________________
૩૮]
[ શારદા શિરેમણિ રસ હોય એ પદાર્થો મેળવવાની લગની લાગે છે આ બધી લગની તો અનંતા ભાથી જીવે લગાડી છે. નથી લગની લાગી આત્મદર્શનની તેથી આત્મા ભટકી રહ્યો છે. આ મનુષ્ય ભવમાં આત્મદર્શન થઈ શકશે પણ આત્મા હજુ આ સમયની કિંમત સમયે નથી. હીરે ઝવેરીના હાથમાં જાય અને અજ્ઞાન ગોવાળના હાથમાં જાય તે હીરાની કિંમત કેણ આંકી શકે? જે હીરાને કાચને ટુકડે ગણી જેમ-તેમ વેડફી દે તે એને સાચે ઝવેરી ન કહેવાય પણું જે હીરાની પરીક્ષા કરી, તિજોરીમાં સાચવીને મૂકી દે એનું નામ સાચે ઝવેરી. ગોવાળિયાને હીરાનું જ્ઞાન નથી. તે તે તેને કાચ જાણીને ફેકી દે છે. તેને મન તે કાચને ટુકડે છે. તમે બધા કોના જેવા છે? ઝવેરી જેવા કે ગોવાળિયા જેવા? જે ઝવેરી જેવા હશે તે એક દિવસ આત્માના સાચા ઝવેરી બની શકશે. તમારી દશા તે ગવાળિયા જેવી છે, ગેવાળે હીરાને પથ્થર માનીને ફેંકી દીધું અને તમે બધા રત્ન ચિંતામણીથી અધિક કિંમતી મળેલા મનુષ્યભવને ગુમાવી રહ્યા છે. આત્મદર્શન આ ભવ સિવાય બીજા ભવમાં થવું મુશ્કેલ છે.
આત્મદર્શનને ઉપાય : જે આત્મદર્શન કરવું છે તે આત્મામાં જે દુર્ગ રહેલા છે તેને દૂર કરવા પડશે. હું એક વાર કહી ગઈ હતી કે જીવતાને સમશાને મૂકવા જવાય નહિ અને મડદાને ઘરમાં રખાય નહિ. કદાચ કઈ મડદાને ઘરમાં રાખે તો તેને તમે શું કહેશે? (તા-મૂM) માત્ર મૂર્ખ કહે તો સારા પણ એમ કહે કે બેવકૂફ તું શું સમજે છે? મડદાને કોઈ દિવસ ઘરમાં રખાય ખરા? જ્ઞાની અહીં આપણને પડકાર કરીને કહે છે કે આત્માના જે ગુણો છે તેને બહાર કઢાય નહિ અને દુર્ગુણેને આત્મઘરમાં રખાય નહિ. જે આત્મદર્શન કરવું છે તે જે દુર્ગુણનું આવરણ છે તેને દૂર કરશો તો આત્મદર્શન કરી શકશે. આ ધરતીના પેટાળમાં હીરા છે, એનું છે, રૂપું છે, કેલસા છે અને માટી પણ છે. જમીનને પારખનાર હોંશિયાર વૈજ્ઞાનિક હોય તે કહી શકે છે કે તમે આ જગ્યાએ ખેદે તે હીરા મળશે. આ જગ્યાએ સેનું-ચાંદી મળશે. આ જગ્યાએ કેલસા, માટી મળશે. તેના કહ્યા પ્રમાણે ખેદયું તો ત્યાંથી હીરા નીકળ્યા. તેના પર વિધિવિધાન કર્યા પછી ઝવેરીના હાથમાં ગયે. ઝવેરીએ તેને સારી રીતે ઘસાવીને તૈયાર કર્યો પછી તે હીરાના મૂલ્ય અંકાયા. આ રીતે સમજી લે. આપણે આત્મદર્શન કરવું છે. આ દેહમંદિરમાં આત્મા બેઠેલે છે. પરમાત્મા બનનાર આ આત્મા છે. માટીના પેટાળમાં પડેલા હીરા પર વિધિવિધાન થયા તો તેના મૂલ્ય અંકાયા તેમ આપણો આત્મા કર્મના આવરણથી ઢંકાઈ ગયા છે તેમાંથી તેને બહાર કાઢે છે.
જે પાટીમાં અક્ષર પાડવા છે તે પાટી સ્વચ્છ જોઈશે. જે પાટી ચીકણી હશે તે અક્ષર બરાબર નહિ પડે, તેમ જે આત્મદર્શન કરવું છે તો અંતર શુદ્ધ અને સ્વચ્છ જોઈશે. દુર્ગુણેને, દોષને કચરે અંદર ભરેલું હશે ત્યાં સુધી આત્મદર્શન નહિ થાય. આત્મદર્શન કરવાની લગની લાગે, રૂચી જાગે તે તે એમ થાય કે હું બહારનું ઘણું પામ્યો હવે મારે દેહમંદિરમાં રહેલા આત્માને પામવે છે એટલે ઓળખો છે.