________________
૪૧૨]
[ શારદા શિરમણિ બીજાની હલકી વાત કરવાનું અને હલકી વાત સાંભળવાને જે આપણને રસ હોય તો સમજવું કે આપણે લોકપ્રિય બની શકવાના નથી. જે લોકપ્રિય બનવું છે તે તમારું એક પણ કામ, વ્યવહાર કે વર્તન એવા ન હોવા જોઈએ કે જેથી તમારી નિંદા થાય. કઈ એમ બોલે કે ફલાણાના દીકરા દીકરીને શું આ શોભે છે? જે તેનું કામ સારું ન હોય તો લેકે એમ બોલે ને ! કપ્રિયતા મેળવવી છે તે લેકેના હૃદય સુધી પહોંચાય એ પ્રેમ સંપાદન કરે જોઈએ. સમાજમાં રૂપિયાની પ્રભાવના કરવી સહેલી છે પણ બધાને પ્રેમ મેળવવું સહેલું નથી. બીજાને પ્રેમ ક્યારે આપી શકીએ? એના હૃદય સુધી પહોંચીએ ત્યારે. તે માટે પહેલે બોલ છે નિદાદિ પ્રવૃત્તિને ત્યાગ. નિંદા થાય કયારે ? સામા જે પ્રત્યેની ઇર્ષા. પિતાના કરતાં ગુણમાં કે સંપત્તિમાં આગળ વધી ગયેલા આત્માઓ પ્રત્યે ઈર્ષા થાય એટલે તે નિંદા રૂપે બહાર નીકળ્યા વગર રહે નહિ. આવા નિદાખેર માણસોની સોબત કયારે પણ કરવી નહિ. નહિતર તમે પણ એની સાથે નિંદાને પાત્ર બનશે. આવા માણસોને સંગ જીવને અનેક પ્રકારની બદીઓમાં ફસાવ્યા વિના નહિ રહે. જે નિંદા કરે છે તે, તે વ્યક્તિની સામે બેસીને નહિ કરી શકે. કારણ કે તેને અંદર ભય છે કે તેની સામે હું ખરાબ બોલીશ અને તે મને ખોટો ઠરાવે અગર મને મારી બેસે તો ! તેથી તે કયારે પણ વ્યક્તિની હાજરીમાં નિંદા કરી શકતો નથી. નિંદાથી બધાને અપ્રિય બને છે. તેને તે વાતને
ખ્યાલ નથી કે હું લાખના ઘરમાં રહીને બીજાના લાખના ઘરને અગ્નિથી સળગાવી રહ્યો છું, પણ આવતી કાલે એ જ અગ્નિ મારા ઘર પર આવશે તે મારું શું થશે? માટે જે લોકપ્રિય બનવું છે તો નિદાને ત્યાગ કરે.
કપ્રિય બનવા માટે જીવન નિર્મળ અને પવિત્ર હોવું જોઈએ. મહાપુરૂષ સમજાવે છે કે જે તારે જગતને પ્રેમપાત્ર બનવું છે તે જગતને તારું બનાવી દે. લેક વિરૂદ્ધ પ્રવૃત્તિને ત્યાગ કર કે જેથી કઈ તારી નિંદા ન કરે. તારાથી શું કરાય અને શું ન કરાય? તેનો વિચાર કર. નિંદા આદિ પ્રવૃત્તિ તથા ક્રોધ, માન, માયા, લેભ મારાથી ન કરાય. ઘણી વાર વાતમાં કાંઈ માલ ન હોય છતાં કષાયના આવેશમાં આવીને ન કરવાનું કરી બેસે છે. એક બાપને ચાર દીકરા. ચારે દીકરાની ગાડીઓ સ્વતંત્ર સહ પોતાની સ્વતંત્ર ગાડી લઈને ફરે. એક વાર મોટાભાઈના દીકરાનો દીકરો નાનાભાઈની ગાડી લઈને ગયે. નાનો ભાઈ બહાર નીકળ્યો. તેણે તેની ગાડી ન જોઈ. મનમાં થયું કે મારી ગાડી કેઈ લઈ ગયું લાગે છે. તેણે મોટાભાઈને પૂછયું–મારી ગાડી કયાં? મહેમાન આવ્યા હતા તેમને લઈને આપણો દીકરો ગયો છે. આ બીજી ગાડીઓ પડી છે અથવા તું ટેકસી કરીને જા. ટેકસને કયાં તૂટો છે? મહેમાનને ના પાડી શક્યા નહિ એટલે લઈ જવા દેવી પડી. તેના મનમાં માન આવ્યું કે મારી ગાડી લઈ જનાર કણ? તપશ્ચર્યા કરવી સહેલી છે, દાન દેવું સહેલું છે પણ માન છોડવું મુશ્કેલ છે. નાભાઈ કહે મોટાભાઈ ! આટલી દાદાગીરી શેની કરે છે? આમાં મોટાભાઇની દાદાગીરી કહેવાય ખરી? મોટાભાઈએ એટલું કહ્યું-ગાડી લઈ ગયા એમાં શું થઈ ગયું!