________________
૩૬૮]
[ શારદા શિરમણિ પુરૂષ ગંભીર હોય પણ અમારી બેનને જાણવાનો ખૂબ રસ હોય. શેઠ દુકાને ગયા પછી શેઠાણી પૂછે છે દીકરા! આ બધું શું ? તારા હાથમાં મીંઢળ બાંધ્યા છે તે શું તું પરણીને આવ્યા છે ? આ બધું શું ? જે લગ્ન કર્યા હોય તો તારી વહુ
ક્યાં છે? પુણ્યસાર મજાકમાં કહે છે બા ! તમે બધા જાનમાં આવ્યા હતા? બેટા ! તારી પાસે તો સવા રૂપિયે ય ન હતો. તેને દીકરી દેનાર કેણ મળ્યું ? તારા હાથે જે વીંટીઓ છે તે દશ લાખની હશે ! તને આટલું આપ્યું તો તેની દીકરીઓને કેટલું બધું આપ્યું હશે? અથવા તો તું ભાડે પરણીને નથી આવ્યો ને? તે કર્યું શું ? જે હોય તે સત્ય કહે. માતાપિતા આશ્ચર્યમાં પડ્યા છે હવે શું કહેશે તે ભાવ અવસરે. શ્રાવણ વદ ૧૩ ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૪૨ : તા. ૧૩-૮-૮૫ અઢાઈ ધર વિષય: મહાપર્વનું એલાન
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
કરૂણાના સાગર, શાંત રસના સુધાકર, જ્ઞાન દિવાકર એવા જિનેશ્વર ભગવંતે સિદ્ધાંતમાં પર્વનું મહત્ત્વ સમજાવ્યું છે. પર્વે તે અનેક છે પણ સર્વ પર્વોમાં શિરોમણી પર્વ કઈ હોય તે પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે. મહામૂલ્ય માનવજીવનની મઘમઘતી મોસમ એટલે પર્યુષણ પર્વ. આ પર્વના આગમનથી સૌના હૈયા નાચી રહ્યા છે; હૃદયના ભાવ ઉલસી રહ્યા છે. વર્ષમાં એક જ વાર અનુપમ પગલા પાડતું આ અજબ પર્વ ભાવિકજનોના હૈયામાં આરાધનાની દીવાદાંડી પ્રગટાવે છે. તો આ સોનેરી પર્વને અંતરના આંગણે આરાધનાની દિવ્ય વિવિધ રંગોળી પૂરી અંતરના પ્રેમથી વધા. વોટર વર્કસના નીરમાં સ્નાન કરતાં ફક્ત દેહ પવિત્ર થાય છે તેથી કાંઈ કલ્યાણ માર્ગના રોપાન પર ચઢી શકાતું નથી. જે કલ્યાણ માર્ગના સોપાન પર ચઢવું હોય તો ક્ષમા રૂપી નીરના ઝરણામાં સ્નાન કરી અતિ પવિત્ર બને. આ પર્વાધિરાજ પર્વ અધ્યાત્મ દશા ઉત્પન્ન કરવાનું કારખાનું છે. જીવનને નિર્મળ બનાવવા માટે નિર્મળ વહેતી ગંગા છે. સંસારિક સુખોની વાસનાને ભુક્કો કરનાર વા સમાન છે
આધુનિક ભૌતિક વિજ્ઞાનનું એક સુંદર સંશોધન છે કે સાગરના તળિયે એટલે વિપુલ ખજાને છે કે જો એને બહાર કાઢવામાં આવે તો દુનિયામાં કેઈ ગરીબ ન રહે. આધ્યાત્મિક સાયન્સનું એક શાશ્વત સંશોધન છે કે આત્મામાં શક્તિનો અક્ષય ભંડાર છુપાયેલું છે. જે તેને પ્રાપ્ત કરવામાં આવે તે દુનિયામાં કઈ પણ ભાવ દરિદ્ર રહે નહિ. તે શહેનશાહને ય શહેનશાહ બની જશે. આ ખજાનાની ખેજ કરવાની ખેવના અને ખુમારી પેદા કરાવનારું, મુક્તિની મોજ માણવા મક્કમ મનોરથ પેદા કરનારું, કર્મની ફેજને હરાવવાની હિંમત અને હેશ પ્રદાન કરનારું કેઈ પર્વ હોય તે પર્યુષણ પર્વ છે. ભવમાં ભમાડનારી, સંસારમાં સંરકરણ કરાવનારી ચાર સંજ્ઞા અને