________________
શારદા શિરોમણિ ].
[ ૩૭૯ ચણ આપીને આવું છું. તું મારી રાહ જેજે. તું પાછું આવીશ એની મને શી ખાત્રી ? જરૂર આવીશ. મારામાં આર્યભૂમિના સંસ્કાર છે. બેલેલું વચન બરાબર પાળીશ. આ જગ્યાએ તમે હે તો પાછા આવે ખરા? ના. શિકારી કહે- ભલે. પંખી પિતાના વહાલા બચ્ચાં માટે ચણ લઈને ગયું. માને જોઈને બચ્ચાં હરખાઈ ગયા. તેમને પ્રેમથી ચણ ખવડાવ્યું પછી કહે છે કે હવે હું જાઉં છું. આવું કે ન આવું પણ એટલું ધ્યાન રાખજો કે તમે સ્વાવલંબી બનજો. તમે જાતે ચણ લાવીને ખાજે. મા ! તું એમ કેમ કહે છે કે હું આવું ખરી અને ન પણ આવું ? દીકરા ! તેને ખબર છે આપણે ઉડતા હોઈએ ને પડી જવાથી મરી જવાય. તેણે શિકારની વાત ન કરી.
પંખી પાછું આવીને ઝાડ પર બેસી ગયું. શિકારીને કહે છે હું આવી ગયું છું તું તારું કામ કર. શિકારીને એ વિચાર નથી આવતો કે પંખીએ તેનું વચન બરાબર પાળ્યું. શિકારી બાણ ઉપાડવા જાય છે ત્યારે પંખી કહે છે હું આપને એક વાત પૂછું? પૂછને ભાઈ! તમે બાણ મારશે તે તમે મારા જે પગ પર નિશાન તાકયું હશે ત્યાં વાગશે પણ પછી એક પગ તો હશે ને ! તે મને એ રસ્તો બતાવી દો કે આપ બાણુ મારે પછી હું ઉડી શકું એ ક રસ્તે છે? શિકારી વિચાર કરે છે તેને બાણ મારીશ પછી તે ઉડી જ શકે ક્યાંથી ? તેના હાથ હેઠા પડી ગયા. તેણે વચન બરાબર પાળ્યું છે માટે તેને મારવું નથી. શિકારી કહે શું તારી કળા છે! તારી બુદ્ધિએ મને પાપથી છોડાવ્યો છે. જા ખુશીથી ઉડી જા.
જ્ઞાની સમજાવે છે કે દરેક જીવોને જીવવું ગમે છે. આ પર્વાધિરાજ એલાન આપીને કહે છે કે તમે જીવનમાં અહિંસા અપનાવે. વિચારજે કે મારે મારું જીવન નીતિથી, પ્રમાણિક્તાથી જ જીવવું છે. લાખ મેળવ્યા ને લાખે ગુમાવ્યા. હવે આ દિવસોમાં પરિગ્રહનો મેહ છોડે. તેની મમતા ઓછી કરે. જેટલું અંતરથી છેડશો એટલે તમારું છે. જે દેશે એને મળશે. એટલું યાદ રાખજો કે જે ખુલ્લા દિલે આપે છે તેને અધિક મળી રહે છે.
આજે કંઈક છે ધર્મ કરવા છતાં દુ:ખી દેખાય છે તેવા જીવોને જોઈને ધર્મની શ્રદ્ધા છેડશે નહિ. ધમ માનવીને કયારે પણ દુઃખી બનાવતા નથી. જે જૈનદર્શનની શ્રદ્ધા હશે તો જમા ઉધાર કરી શકશે. તેના પૂર્વજન્મના અશુભ કર્મો વિપાક ઉદયમાં આવ્યા છે માટે તે દુઃખી છે એ છે પુણ્યાનુબંધી પાપ. તે ભગવે છે પાપ પણ સમભાવે ભગવે છે એટલે અનુબંધ પુણ્ય કરે છે. પૂર્વે કરેલા કર્મો તે જીવને ભગવ્યા વિના છૂટકે નથી. ધમી જે ખી દેખાતા હોય તેનું આ કારણું છે પણ એવું ન માનશે કે ધર્મ કર્યો માટે દુઃખી થયા.
એક શેઠને ચાર દિકરા હતા. તેમને ત્યાં સંપત્તિ અઢળક હતી. શેઠ દાન ખૂબ કરતા હતા. તેમના દ્વાર સદાને માટે ખુલ્લા હતા. તેમના આંગણે રડતે આવ્યા હોય તે હસતે જાય. કેટલાય જાની દુઆ તેમણે મેળવી હતી. આવા પુણ્યાત્માઓ આ