________________
શારદા શિરમણિ ]
[ ૩૮૯ થયું કે નરક નિગોદમાં નહિ જવાનું. આ ભવમાં જે ભૂલ્યા તે અનંતકાળે મળેલ આ જન્મ પળવારમાં ગુમાવી દેશે. નરકમાં જીવ જશે તો કેવા જાલિમ દુખો ભેળવવા પડશે ! નિગદમાં તે નરક કરતાં અનંત દુઃખ છે. અનંતકાળે તેમાંથી છૂટકારો નહિ થાય માટે હવે સમજે. અહીં બેઠેલા કેટલાય છે વનમાં આવી ગયા છે. હવે તો આત્માને જાણે. હજુ એમ નથી થતું કે હવે આ અજપ છોડીએ ને આત્માનું શોધીએ. ગાડાના બેલ બનીને કયાં સુધી સંસારના ભાર ખેંચ્યા કરશો? મને તો થાય છે કે તમારી શું સ્થિતિ થશે?
આ ભવમાં જે આરાધના–સાધના કરશે તે તમને વંદના થશે. પ્રતિક્રમણ સૂત્રમાં રોજ બોલીએ છીએ “નમો ચઉવીસાએ તિસ્થયરાણું ઉસભાઈ મહાવીર.” ઋષભદેવથી લઈને મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોને હું વંદના કરુ છું. જે ત્યાગી આત્માઓ સાધના દ્વારા કર્મો ખપાવીને મોક્ષમાં ગયા તે બધાને આપણે વંદન કરીએ છીએ. કતલખાનામાં જીવતા પશુઓ કપાય, મરાય, શેકાય તેના ટુકડા થાય તે જીવો અનંતી વેદના ભોગવે છતાં તેમને કઈ છેડાવનાર કે બચાવનાર નથી. આ છે વેદના ભેગવે છે અને ગજસુકુમારે પણ મસ્તક પર સળગતા અંગારાની બે ઘડી જેટલી વેદના ભેગવી પણ ગજસુકુમાર મુનિની વેદનાએ મોક્ષ અપાવ્યું કારણ કે સમજણપૂર્વક સમભાવે વેદના ભેગવી. જ્યારે પશુઓની વેદના મેક્ષ નહિ અપાવે કારણ કે ત્યાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન છે. પરાધીન પણે, અજ્ઞાનપણે વેદના ભગવે છે, માટે સમતાના ધરમાં આવે. જે સમતાના ઘરમાં નહિ આવે, આસક્તિ, મમતા, કષાય નહિ ઘટાડો તે વેદનામાં ઉતરી જશે. એટલે જ્યાં વેદના ભોગવવી પડે એવા ભવમાં જશે અને સાધના નહિ કરે તે કેઈની વંદનાને પાત્ર તે નહિ રહો પણ વેદનામાં એટલે નરકનિગોદ આદિમાં કયાંય ફેકાઈ જશો. નિગોદમાં એક શરીરે અનંતા છે. ત્યાં જીવ ગયો તે શરીરમાં પણ ભાગીદારી કરી. તે જીવ અવ્યક્ત વેદના ભગવે છે એ દશા ઉપર ન જવું હોય તે સાધના કરે. પૌદ્ગલિક સુખ માટે છે સાધના તે ઘણી કરતા હોય છે હવે આત્મા માટે સાધના કરે. જ્યાં સુધી હાથમાં બાજી છે ત્યાં સુધી સાધના કરી લે. પૌગલિક સુખ ગમે તેટલું હોય પણ જ્યાં આત્માનું સુખ નથી તે એ સુખ શા કામનું ? માટે સમજીને વિચારીને ઊભા થાવ. સ્વલક્ષે સાધના કરે.
પરાધીનપણે જીવ પશનિમાં કપાયે, છેદા, શેકાય, ભેદાયો, નરકગતિમાં પરમાધામીના હાથે કપાયો. તે સમયે અનંતી વેદના ભેગવી છતાં જીવને જરા પણ લાભ થયો નહિ. એક બાજુ ઘોર સાધનાનો માર્ગ છે તો બીજી બાજુ દુર્ગતિઓમાં કાતિલ વેદનાઓને સહન કરવાનો માર્ગ છે. જીવનમાં ફરીને વેદનાઓ ભેગવવી ન પડે અને સાધનાના માર્ગે બહાદુરીપૂર્વક પ્રયાણ કરી શકાય તેવો એક ઉપાય છે વંદનાનો. સાધનાના માર્ગે જઈ રહેલા મહાન ગુણસાગર આત્માઓને વંદના કરવાનો વિશુધ્ધભાવ