________________
શારદા શિરેમણિ]
[૩૮૭ પળે પળે માનસિક રીતે દેવ બળી રહ્યા છે. આ રીતે ચાર ગતિમાં વેદના ભોગવી રહ્યા છે અને આત્માથી સાધકે પણ ઉપસર્ગોમાં અનંતી વેદના ભોગવી છે પણ બંનેના ભેગવવામાં ફરક છે. એ મહાપુરૂષ મતને હાથમાં રાખીને કર્મસત્તાની સામે સમતા, ક્ષમાના હથિયાર લઈ શૂરવીરતાથી ઝઝૂમ્યા તેથી એ સાધકને આપણે વંદણું કરીએ છીએ. જ્યારે બીજી બાજુ કર્મ સત્તાના ગુલામ બનેલા મરવાના વાંકે જીવી રહેલા જેની વેદના ભયંકર છે તે જીવને સમજણ નથી, જ્ઞાન નથી એટલે એ વેદનાઓ ભોગવતા હાયવોય કરે છે. પરિણામે અશુભ કર્મનો બંધ કરે છે, તેથી તેને વંદણું કરતા નથી. જ્યારે સાધક આત્મા સમભાવે વેદના ભગવતાં નવા કર્મને બંધ કરતા નથી અને જૂના કર્મોને ખપાવી સિદ્ધિ મેળવી શકે છે એટલે તેમને વંદન કરીએ છીએ. આપણને આ સમજણવાળો માનવ અવતાર મળ્યો છે માટે સમજી લે. જે નહિ સમજ્યા તે શી દશા થશે ?
આ માનવજીવનને એક સ્કૂલની ઉપમા આપવામાં આવી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે ત્યાં ઘણા વિદ્યાથીઓ હોય છે. સ્કૂલમાં બધા વિદ્યાથીઓ એકસરખા હેતા નથી. ઘણા એવા હોંશિયાર વિદ્યાથી હેય કે દર વર્ષે ફર્ટ નંબરે પાસ થાય. આ તો તમારા અનુભવની વાત છે ને ? એવા હેશિયાર વિદ્યાર્થીઓને ટયુશન રાખવું પડતું નથી. કંઈક વિદ્યાથીએ તે લાયબ્રેરીમાં પુસ્તક વાંચીને ફર્ટ નંબરે આવે છે. સ્કૂલમાં દાખલ થનારા બધા વિદ્યાર્થીઓ કાંઈ એવા તેજસ્વી કે ઇંશિયાર હોતા નથી કે દરેક વર્ષે સારા માટે પાસ થઈ જાય અને આગળના કલાસમાં જાય. કેટલાક વિદ્યાર્થીઓ દર વર્ષે પાસ થતા હોય છે અરે ! કેટલાક એવા તેજસ્વી હોય છે કે એક વર્ષમાં બબ્બે ઘેરણું પણ પાસ કરે છે ને આગળ વધે છે. જ્યારે કેટલાક એવા ઠેઠ વિદ્યાથી એ હેય છે કે જેઓ એક જ ધોરણમાં બે ત્રણ વર્ષ પસાર કરે છે. આ રીતે સ્કૂલમાં કોઈ ફર્ટ કલાસ, કઈ સેકડ તે કઈ થર્ડ કલાસમાં પાસ થાય છે, કેઈ નપાસ થાય તે કઈ બબ્બે ધોરણ સાથે કરે.
માનવજીવન એટલે મહાવીરની સ્કૂલના વિદ્યાર્થી : સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે આપણું જીવન સરખાવવાનું છે. આપણે બધા મહાવીરની સ્કુલના વિદ્યાર્થીઓ છીએ. કેઈ ફર્સ્ટ કલાસ જેવા છે. જે આત્મા આ માનવજીવનમાં પોતાને મળેલી શક્તિઓને સદુપયોગ કરે છે, જીવનમાં સાધના–આરાધના કરે છે. તે ત્રણ ભવ–પાંચ ભમાં પિતાના સંસારને સીમિત કરી દે છે એટલે કે ત્રણ ભવે કે પાંચ ભવે સર્વથા કર્મબંધનથી મુક્ત થઈ મેક્ષમાં પહોંચી જાય છે. આ વિદ્યાથી ફર્સ્ટ કલાસ પાસ થનારા જેવા છે. આ સ્કૂલમાં પણ બધા વિદ્યાથીઓ સરખા દેતા નથી-કઈ હોંશિયાર વિદ્યાથી બે ધારણું એક વર્ષમાં સાથે કરે તેમ કઈ જીવ પિતાનો આત્મસાધનાને પ્રચંડ પુરૂષાર્થ કરે, પુરૂષાર્થના બળે ગુણસ્થાનની શ્રેણીમાં આગળ વધતાં મોહનીય કર્મની