________________
શારદા શિરેમણિ]
[ ૩૮૫ ते मात्मनसनी सोटी समर छ समुप्पेह माणस्स इझाययण-रहस्स इह विषमुक्कस्स નથિ મને વાયર ! આચારંગ અ.પ. ઉ. ૨.
જે સાધક દેહના દષ્ટા અને અવસરના વિચારક છે, જે આત્માના ગુણોમાં રમણતા કરવાવાળા છે, જે શરીર આદિમાં નિરાસત અને ત્યાગી છે તે આવેલા કષ્ટોને હસતા મુખે વધાવી શકે છે એવા આત્મા અનંત સંસારમાં પરિભ્રમણ કરતા નથી પણ મુક્ત બની જાય છે. તે મૃત્યુંજય બની જાય છે. કયારેક આપણા જીવનમાં સંકટો આવે, દુઃખ આવે ત્યારે ક્ષમાસાગર સાધકને દષ્ટિ સામે રાખવા. કયાં એ સાધકેના સાગર સમાન દુખ ! કયાં મારું અલપ દુખ ! એ કેવા સમતાના સાગર! અને કયાં હું ! એમની સાથે આપણા દુઃખોની સરખામણી કરીએ તે દુઃખ છતાં દુઃખ દેખાશે નહિ અને દુઃખમાં સુખનો અનુભવ કરીશું. કર્મો તે કેઈને છેડતા નથી. ચાહે સંયમી સાધક હોય કે સંસારી હેય! બધાને ભોગવવા પડે છે.
એક મહાન આત્માથી સંત હતા. તેમને બરડામાં કેન્સર થયું. કેસરની પીડા ભયંકર. તે વળી પાછળના ભાગમાં એટલે ચત્તા સૂઈ શકાય નહિ. કેન્સર ખૂબ વ્યાપી ગયું છે. અસહ્ય વેદના છે. આવી અસહ્ય વેદના છતાં મસ્તીને પાર નહિ એક વાર કેઈએ તેમને પૂછ્યું–તમને વેદના ખૂબ થાય છે ? ત્યારે તે સંતે શું કહ્યું –ભાઈ ! મને ખૂબ શાતા છે. અપૂર્વ આનંદ છે. મનગમતી આત્મમસ્તી છે. મારા આત્માએ પૂર્વજન્મમાં એવા ભયંકર કર્મો કર્યા હશે તે આ કેન્સર જે રેગ આવે ને! આજે સૌથી વધુમાં વધુ ભયંકર રોગ તમે કેને કહો છે ? (તા-કેન્સરને.) બધા રોગોની શૈધ નીકળી છે પણ હજુ કેન્સરને રોગ મટે એવી કઈ શોધ નીકળી નથી. સંતને કેન્સરની પીડા ખૂબ છે. કેઈ કહે આ રોગ માટે કેઈ ઉપચાર તે કરે; ત્યારે સંતે શું જવાબ આ ? તમને લાગે છે કે મને પીઠ પાછળ કેન્સર થયું છે પણ ભાઈ!
આ કેન્સર નથી, સદાવ્રત ખેલ્યું છે. જિંદગીમાં મેં કોઈ દિવસ કેઈને જમાડયા નથી. આ તે કુદરતે મને બધું અનુકૂળ કરી આપ્યું છે. સદાવ્રતમાં રોજ અતિથિઓ, ગરીબ આદિ માણસો જમતા હોય તેમ આ સદાવ્રતમાં કેન્સરના જે જીવાણુઓ છે તે વીસે કલાક એમાં ભેજન કરી રહ્યા છે. મારા બરડાનું માંસ ભલે ધરાઈ ધરાઈને ખાય. મારે તેમને મારવાની કે દુઃખ દેવાની કઈ ક્રિયા કરવી નથી. કઈ પણ ભવમાં ભયંકર પાપ કર્યા હશે તે આજે ઉદયમાં આવ્યા છે. કેઈભવમાં બાંધેલા મારા કર્મો જાગ્યા છે, કાયાના દદ રૂપે મને પીડવા લાગ્યા છે
આ જ્ઞાન રહે તાજુ એવું સીંચન જળ દેજે. સમતાથી દર્દ સહુ પ્રભુ એવું બી દેજો, મારી ભક્તિ સાચી છે તો આટલું ફળ દેજે.