________________
૩૮૦]
[ શારદા શિરમણિ પૃથ્વી પર વસ્યા છે. “બહેરના વસુંધરા ! શેઠ તે દાન દેવામાં પાછું વાળીને જોતા નથી. શેઠને પિતાની પત્ની, ચાર પુત્ર અને ચાર પુત્રવધુઓ એમ ૧૦ માણસનું કુટુંબ હતું. શેઠ દાન ખૂબ કરે છે. સાથે સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મ પણ ખૂબ કરે છે પણ આ પુણ્યને વિશ્વાસ કરવા જેવું નથી. કઈ ઘડીએ ને કઈ પળે રાજાને રંક અને નગરશેઠને નેકર બનાવી દેશે એ ખબર નથી, તેમ અહીં શેઠના પાપને ઉદય થયા. પૂર્વે બાંધેલું અશુભ કર્મ વિપાક ઉદયમાં આવ્યું. શેઠની પેઢી પર આગ લાગી. જે વહાણ આવવાના હતા તે ગુમ થયા. જેને ત્યાં મોટી રકમ ધીરેલી હતી તે પેઢીઓ પડી ભાંગી. શેઠ પૈસાથી સાવ ખલાસ થઈ ગયા. ધીમે ધીમે ઘરબાર બધું વેચી દેવું પડ્યું. શેઠની વિરૂદ્ધમાં કેઈએ રાજાને ભંભેર્યા અને વગર વાંકે હદ બહાર કરી દીધા. કર્મ રાજાએ બરાબર કેરડે વીંઝ. તેણે કાંઈ બાકી રાખ્યું ! પૈસા ગયા, ઘરબાર ગયા અને હવે ગામમાંથી પણ દેશનિકાલ થયે. શેઠ દુઃખી દુઃખી થઈ ગયા.
શેઠ પિતાના કુટુંબ સહિત ગામની બહાર નીકળી ગયા. ખાવા માટે પૈસા તે જોઈએ ને! એક તળાવ ખાતું હતું ત્યાં ચાર દિકરાઓ માટીના તબડકા ઉપાડવા ગયા. જેણે કઈ દિવસ ધરતી પર પગ મૂક્યો ન હતો, પાણી માંગતા દૂધ હાજર થતું હતું. એવા છોકરાઓને માટી ઉપાડવાનો સમય આવ્યો તે કાંઈ ઓછું કહેવાય ! કર્મ રાજા કયારે ચમરબંધીને ચાકર બનાવી દે છે તે ખબર નથી પડતી. ચારે પુત્રવધુઓ લોકોના ઘરના એંઠવાડ કાઢવા, પાણી ભરવા અને કપડાં ધેવા જાય છે. જેમ તેમ કરીને પિતાનું જીવન નભાવે છે. આવા દુઃખના સમયમાં પણ શેઠ સંતને ભૂલતા નથી. ભલે અત્યારે રેટ ને દાળ ખાઈએ છીએ છતાં કઈ સંત કે અતિથિ મળે તે તેમને આપીને જમું. છ મહિનાથી કઈ સાધુ મળ્યા નથી એટલે સુપાત્રદાન દેવાનો લાભ કયાંથી મળે? ગરીબીમાં પણ શેઠ ધર્મને કે સંતને ભૂલ્યા નથી. જેના અંતરના ભાવ હોય એની ભાવના ફન્યા વિના રહેતી હતી.
બરાબર છ મહિને તે ગામમાં સાધુ પધાર્યા. શેઠને ખબર પડતાં શેઠ તેમના દર્શન કરવા ગયા. પર્યુષણના દિવસે એટલે માણસોની ઠઠ ભરાઈ છે. આ ગરીબ શેડ વ્યાખ્યાનમાં જઈને બેઠા. તેમના ફાટેલાતૂટેલા કપડા છે, દાઢી વધી ગઈ છે. આજે જગતમાં ગરીબનું કઈ સ્થાન નથી. શેઠ જ્યાં બેઠા છે ત્યાં બીજા કહે આઘા બેસો. એમ શેઠ આઘા ખસતા ખસતા સાવ છેલે જઈને બેઠા. આવા ગરીબને આગળ તે બોલાવે જ ક્યાંથી ? શેઠ ઘણું દૂર પડી ગયા એટલે વ્યાખ્યાન સંભળાતું નથી છતાં માને છે કે કોઈ નહિ. મને મુખ જેવા તે મળે છે ને ! તેમના હાવભાવ જોવા મળે છે એ શ્રદ્ધાથી બેસી રહ્યા. અચાનક સંતની નજર એ શેઠ પર પડી ગઈ. સંત શેઠને ઓળખી ગયા. સંત તો સરોવર સમાન છે. સરોવરમાં શ્રીમંત આવે કે ગરીબ આવે કેઈના પણ ચાર્જ લીધા વિના પાણીનું દાન કરે છે. વડલે કેઈની પણ અપેક્ષા રાખ્યા વિના બધાને શીતળ છાયા આપે છે. તેને કઈ ભેદભાવ નથી તેમ સંતને મન બધા સમાન છે.