________________
૩૭૨ ]
[ શારદા શિરેમણિ
જે પુલ હોય અને દિવાલ ન હોય તે અચાનક કેઈ રાજા ચઢી આવે. હું એક બાજુ પુલ તેડાવી નાખવા માંગુ છું. જ્યારે બીજી બાજુ નગરની ચારે બાજુ કોટ ઊભું કરી દે છે. જેથી આપણા નગર પર કયારેય કઈ ચઢી ન આવે. દીકરા! અત્યાર સુધી આપણા પર કઈ ચઢી આવ્યું નથી, પછી આવું કરવાની શી જરૂર ? દીકરે કહે-મારે એ કાંઈ સાંભળવું નથી હું તે પુલ તેડાવી નાંખવાનો અને દિવાલ (કોટ) ઊભી કરવાને.
પુલ જેવાં બને, દિવાલ જેવો ન બને : આ નવા રાજાએ તે સેંકડે કારીગરોને અને નેકરને કામમાં લગાડી દીધા. બીજા રાજ્યો સાથે જે પુલનું જોડાણ હતું તે બધા પુલે તેડાવી નાંખ્યા અને પિતાના ગામમાં રક્ષા માટે ચારે બાજુ દિવાલ બનાવી દીધી. પુલે તૂટી જવાથી અત્યાર સુધી જે રાજાઓ મિત્ર તરીકે રહેતા હતા તે બધા શત્રુ બની ગયા અને તે રાજાએ નીકા રસ્તે તિપિતાના સૈન્ય લઈને આ રાજા પર ચઢી આવ્યા. આ રાજાઓ પાસે સૈન્ય ઘણું હતું. આ ને રાજા તો એકલે હતો તેથી તેમની સામે ટકી શકો નહિ, તેનું મૃત્યુ થઈ ગયું. જેણે સુરક્ષા ખાતર પુલે તેડાવી દિવાલે બનાવી, એ દિવાલે એના મૃત્યુનું કારણ બની ગઈ. અહીં સમજવાનું એ કે પિતાએ બધા રાજા સાથે પ્રેમ રાખવા પુલ બાંધ્યો ત્યારે દીકરાએ દ્વેષ કરીને પુલ તોડી દિવાલ ઊભી કરી તે ત્યાં હિંસાનું તાંડવ સજાર્યું અને પોતે મૃત્યુ પામે.
અહીં જૈનદર્શન સમજાવે છે કે પ્રેમ પુલ જે છે અને અહંકાર દિવાલ જે છે. પ્રેમ બધાની સાથે સંબંધ જાળવી રાખે છે જ્યારે અહંકાર સંબંધને તેડી નાંખે છે. પ્રેમ પર કયારેય આકમણ થતું નથી જ્યારે અહંકાર પર આક્રમણ થયા વિના રહેતું નથી. પ્રેમ કયારેય તૂટતો નથી જ્યારે અહંકાર તૂટ્યા વિના રહેતા નથી. આપણે આપણું જીવન તપાસવાનું છે કે આપણને પુલ બાંધવામાં રસ છે કે પછી દિવાલ ઊભી કરવામાં રસ છે. પુલની એક મુખ્ય વિશેષતા એ છે કે તે બે દેશને જોડે છે. બંને દેશના લેકે એકબીજાના દેશમાં નિર્ભયતાથી પુલના માર્ગે જઈ શકે છે. પુલના માર્ગે કોઈ ભય નથી. તે રીતે પ્રેમ એ બે વ્યક્તિના દિલને જોડે છે. એકબીજાની વધુ નજીક લઈ આવે છે. જયાં દયા છે ત્યાં પ્રેમ છે. દિવાલમાં રહેનાર બીજે જઈ શકતું નથી અને બીજે એ દિવાલની અંદર આવી શકતે નથી. એ રીતે અહંકારી, અભિમાની સામી વ્યક્તિને પિતાના કરતાં નીચા માને છે. એ રીતે બીજાને પોતાનામાં સમાવવા તૈયાર નથી. તે એમ માને છે કે હું અભિમાનની દિવાલ ઊભી કરી દઈશ તે મારા પર કેઈ શત્રુ આક્રમણ નહિ કરે અને હું સુરક્ષિત રહી શકીશ પણ એને ભાન નથી કે અહંકાર કેઈને ય કયાં ટકે છે ? એક લંકાને ધણી, પૂતળું અભિમાનનું, હું જ છું સર્વોપરિ રૂપ ભગવાનનું. સીતાની શીખામણના ગ્રહી, સુધરવાની આશા ના રહી, વાનર, સેના ટપકી, રાવણના ભડકી, હાલહવાલ બગડતા જોયાં.. મોટા મોટા