________________
શારદા શિરેમણિ ]
| [ ૩૭૩ લંકાને ધણી રાજા રાવણ અભિમાનના માંચડે ચડ્યો તો તે અભિમાન તેનું ટયું ? અરે, “અભિમાન તે ટકયું નહિ પણ ઘડીમાં રોળાઈ ગયે અને કેવી સ્થિતિ થઈ? અત્યારે કેઈ રાવણ નામ પણ રાખતા નથી. સુભૂમ ચક્રવતીને અહંકાર આવ્યો ને બધા કરતા વિશેષ સાતમે ખંડ સાધવા ગયા, તે તે સાત ખંડ સાધી શક્યા નહિ અને મૃત્યુને ભેટી ગયા. ભલભલા ચક્રવતીઓને પણ આ અભિમાને ધૂળ ચાટતા કરી દીધા છે. જેણે જીવનમાં અહંકારની દિવાલ ઊભી કરી છે તેઓ ક્યારે પણ ફાવ્યા નથી અને પ્રેમના પુલ બાંધનારાઓ ક્યારે પણ હાર્યા નથી.
અહંકારી માનવ પોતાનું જુવે છે જ્યારે પ્રેમ છે તે બીજાનું જુવે છે. અહંકારી રવાથી છે જયારે પ્રેમ આપનારનું જીવન પરમાથી છે. એક પિતાના રક્ષણ માટે બીજા જીવની હિંસા કરવી પડે તો કરવા તૈયાર છે જ્યારે બીજો બીજાને બચાવવા ખાતર પોતાની જાત પણ હોમી દેવા તૈયાર છે. આજે મોટા ભાગના જીવ શાંતિનાથ ભગવાનની માળા ગણે છે. કેઈ કાષભદેવની, પારસનાથની ગણતા હોય છે પણ અજિતનાથ, સંભવનાથ આદિ તીર્થકરોની ગણતા નથી. શાંતિનાથની માળા ગણવામાં પણ તમારે સ્વાર્થ છે. મને શાંતિ કેમ મળે? તે શાંતિ પણ આત્માની નથી ઈચ્છતા પણ દેહની શાંતિ ઈચ્છે છે. પુત્ર પરિવાર, વૈભવ, લાડી–ગાડી, સુખ, શાંતિ જોઈએ છે. તમે કઈ દિવસ વિચાર કર્યો છે કે શાંતિનાથની માળા વધારે કેમ ગણાય છે?
શાંતિનાથ ભગવાનના આગલા ત્રીજા ભવમાં એમણે જીવદયા પાળી હતી. તેમણે પહેલું અહિંસાવ્રત સ્વીકાર્યું હતું. મારે કઈ જીવની હિંસા કરવી નહીં, જે મારા શરણે આવે તેનું રક્ષણ કરવું. તેને અભયદાન આપવું. ભલે તેમણે એક વ્રત આદર્યું હતું અને તમે ૧૨ વ્રત આદર્યા હોય છતાં તેમની તોલે ન આવી શકો. તમે બધા વ્રત આદર્યા છે પણ એવું વ્રત નથી કે કોટી આવે અને જાન જોખમમાં મૂકાય તે પ્રસંગ આવે તે શીર સાટે પણ હું તેનું પાલન કરીશ. જ્યારે શાંતિનાથના આત્માએ મેઘરથ રાજાના ભવમાં એક વ્રત લીધું હતું પણ જાનના જોખમે તે વ્રત પાળ્યું હતું. પારેવું તેમના શરણે આવ્યું. શિકારી એ પારેવાની માંગણી કરી. મેવરથ રાજા કહેહું મારા શરણે આવેલાને નહિ આપું. શરણાગતનું રક્ષણ કરવા પારેવાની બરાબર પોતાના શરીરનું માંસ કાપીને ત્રાજવામાં મૂકવા માંડયું, છેવટે પોતે આખા ત્રાજવામાં બેસી ગયા. પારેવું બચાવવા પિતાની જાતને કુરબાન કરવા તૈયાર થયા. ત્યાંથી મરીને દેવ થયા. દેવમાંથી રચવીને શાંતિનાથ બન્યા. એ જીવદયાને પ્રભાવ તે જુઓ ! તે માતાના ગર્ભમાં આવ્યાં. માતા જ્યાં દષ્ટિ કરે ત્યાં બધે મરકીને રેગ શાંત થઈ જાય. ગર્ભના જીવની કેટલી શક્તિ છે! વધુ શું કહું? જેવા આપણા વિચારો હોય તે સામા ઉપર પ્રભાવ પડે. તમારું જેવું આંદોલન હશે તેવું પડશે સામા ઉપર પડશે. તમારા દિલમાં અહિંસાનું આંદોલન હશે તે જરૂર તમે બીજા જીવને અહિંસક બનાવી શકશો. તમારી પાસે એક સત્ય બનેલી બીન રજૂ કરું.