________________
૩૭૬]
[ શારદા શિરેમણિ હાડહાડની મિજામાં ધર્મને રંગ લાગેલે છે. રાજાની આજ્ઞા પાળવી છે કે પ્રતિજ્ઞા પણ પાળવી છે, આખરે તેમણે એક નિર્ણય કર્યો.
પ્રતિજ્ઞાની કટીઃ પ્રધાને ઘેર જઈને મોટો કડા ભરીને ખીર બનાવડાવી. પિતાના માણસ પાસે કડા ઉપડાવીને પાંજરાની બારીમાંથી તપેલું પાંજરામાં મૂકાવ્યું. પ્રધાન બહાર ઊભા રહ્યા. ટાઈમ થયા એટલે સિંહ ઊભો થયો. તે કડાયા પાસે આવ્યો ખીર સુંધીને પાછો ફર્યો. સિંહ માંસભક્ષી હોય, તે ખીર ખાય નહિ. આજે તેને ખીર મળી એમાં તેને પિતાનું અપમાન લાગ્યું; તેથી તે આવેશમાં આવી ગયા. જોરથી પિતાનું પૂંછડું પછાડવા લાગ્યા. પૂંછડાને જોરથી એવું પછાડયું કે ખીરનું ભરેલું કડાયું ઉંધું વાળી દીધું. તેના મનમાં એ ગુસ્સો આવ્યા કે મને મારું ભજન કેમ ન આપ્યું ? બધી બીર ઢળાઈ ગઈ. સિંહને રક્ષણ કરનાર નેકર કહે પ્રધાનજી ! આ મનુષ્ય નથી કે ખીર ખાય? પ્રધાનજી કહે–ભાઈ! મારે પણ પ્રતિજ્ઞા છે કે હિંસા કરવી નહિ ને કરાવવી નહિ. માંસાહાર કરે નહિ અને કરાવવો નહિ. પ્રધાનજી ! આવા સમયે પ્રતિજ્ઞા છેડવી પડે. એ તે કઈ પણ રીતે ન બને. જે સિંહ ભજન નહિ કરે તો મારે પણ ભેજનને ત્યાગ. હું ઉપવાસ કરીશ. નોકર કહે–તમારે ખૂબ કસટી આવશે. ભલે, મારું જે થવું હોય તે થાય. મૃત્યુ આવે ને દેહ છૂટી જાય તો પણ હું પ્રતિજ્ઞાથી ચલિત નહિ થાઉં. સિંહ ભેજન કરશે ત્યારે હું જમીશ. સિંહની સાથે મારે પણ ભોજનને ત્યાગ.
પ્રધાને બીજે દિવસે પણ ખીર બનાવી કડાયું સિંહની સામે મોકલાવ્યું. તે પહેલા દિવસની જેમ બીજે દિવસે પણ ખીરનું તપેલું ઊંધું વાળી દીધું. ખીર ન ખાધી. બધા લકે પ્રધાનને કહેવા લાગ્યા પ્રધાનજી ! આ રાજાને માનીતો વહાલ સિંહ છે. જે તેને કંઈક થશે તો રાજા આવશે ત્યારે લાગ આવે તે તમારા સહિત આખા કુટુંબને કુર શિક્ષા કરશે. જે શિક્ષા થવી હોય તે થાય પણ હું મારી પ્રતિજ્ઞા તે છેડીશ જ નહિ. પ્રધાનજી તેમની શ્રદ્ધામાં મજબૂત રહ્યા. સિંહની જેમ પ્રધાનને પણ બે ઉપવાસ થયા. ત્રીજે દિવસે પણ ખીર મેકલાવી. તો સિંહને ખીર જઈને ડબલ ક્રોધ આવ્યા ને ઉધી વાળી દીધી. બધા પ્રધાનની ઝાટકણી કાઢવા લાગ્યા. પ્રધાનજી ! માની જાવ. સિંહનું શરીર શિથિલ થઈ ગયું છે.
સિંહની જીવનરક્ષા માટે પોતાનું બલિદાન : ત્રણ દિવસથી સિંહ ભૂપે છે. પ્રધાનના મનમાં થયું કે હવે જે સિંહને ભજન નહિ મળે તે મરી જાય એ થઈ ગયો છે. કદાચ સિંહ મરી જાય તે મને પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગે. હવે શું કરવું ? આ ચિંતામાં પ્રધાનને ઉંઘ આવતી નથી. પંચેન્દ્રિય હત્યા કરાય નહિ ને સિંહને મરવા દેવાય નહિ તે શું કરું? મારી પ્રતિજ્ઞાના પાલન માટે હું મારી જાતને ભોગ આપું એ બરાબર છે પણ અબેલ પ્રાણી ભગ બને એ તદ્દન અગ્ય વાત કહેવાય. આ રીતે જે દિવસે ખેંચવામાં આવે તે પ્રાણી રીબાઈ રીબાઈને મરી જશે. મારી પ્રતિજ્ઞા માટે એક અબોલ પ્રાણીની હિંસા ! શું એને એનું ભેજન આપવું ?