________________
૩૭૪]
[ શારદા શિરેમણિ એક રાજાને રંગ લાક્યો કે મારે સિંહ પાળવે છે. તેમના મનમાં અહંકારની દિવાલ ખડી થઈ. હું કે મોટો શહેનશાહ સમ્રાટ ! મારું રાજ્ય કેટલું વિશાળ ! મારી સત્તા કેટલી મોટી! મારા દરબારમાં શું સામાન્ય પ્રાણી શોભે? ના. ના. મારા દરબારમાં તે સિંહ શોભે. જંગલમાં જઈને સારે સિંહ લઈ આવો. લાવ એટલું નહિ પણ મારે તેની સાથે ગોષ્ઠી કરવી છે. મનમાં કેયડો જા. કઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા થાય એટલે એને મેળવવા માટે જીવ પુરૂષાર્થ કરે. રાજાને ખબર પડી કે અમુક વનમાં સારા સિંહ હેય છે. સિંહ મેળવવું એ અઘરું કામ છે પણ
જ્યારે મેળવવા માટે મન ઉપડે ત્યારે અઘરું કાર્ય પણ સહેલું લાગે. તે માટે કદાચ ત્રણ દિવસ ભૂખ્યા રહેવું પડે, ટાઢ તડકા વેઠવા પડે તે બધું વેઠવા તૈયાર. આ પર્વાધિરાજ પર્વ પધાર્યા છે. તમારા મનમાં ભાવ ઉપડે, એ રંગ લાગે કે અનાદિકાળના કર્મોને બાળવા માટે, કર્મો સામે કેસરીયા કરવા માટે મારે અઠ્ઠઈ તપ કરે છે. સાધના આરાધના કરવી છે તે શું તમે ન કરી શકે ? જરૂર કરી શકે પણ હજુ સુધી આધ્યાત્મિક ક્ષેત્રમાં વેગ ઉપડયો નથી, બધે વેગ સંસાર તરફનો છે.
રાજાનું મન ઉપડ્યું છે સિંહ લાવવા માટે. રાજા પોતાના માણસોને તથા સિંહને પકડનારા માણસોને અને પાંજરું લઈને જંગલમાં ગયા. સિંહને પકડવા માટે તેને આપવા માટે ખોરાક તો જોઈએ ને ! શોખીન જીવડા પિતાના શેખ ખાતર કેટલા કર્મ બાંધવા તૈયાર થાય છે ! સિંહ દરબારમાં રાખે છે તે માટે જે પાપ કરવા પડે તે કરવા તૈયાર થઈ જાય છે. રાજાએ વનમાં જઈને એક જગ્યાએ પાંજરું મૂક્યું. પાંજરામાં લાવવા માટે સિંહને ખોરાક મૂકો. પાંજરું મૂકી મહારાજા પોતાના માણસો સાથે એક બાજુ છુપાઈ ગયા. સમય થતાં સિંહની ગર્જનાથી આખું વન ગાજી ઊઠ્યું. ધીમે ધીમે મસ્ત ચાલથી ચાલતો સિંહ પાંજરાની નજીક આવી ગયો. તેણે નજર કરી તે પાંજરામાં પિતાને ખેરાક જે. ભૂખે સિંહ છલાંગ મારતો પાંજરામાં પેસી ગયા. તે સમયે એને વિચાર ન આવ્યું કે આ શિકાર લેવા જતાં હું પાંજરામાં પૂરાઈ જઈશ. જે સિંહ દાખલ થયો કે તરત કળ વાસી દીધી, ઢાંકણું બંધ થઈ ગયું. સિંહ આબાદ રીતે એ પાંજરામાં પૂરાઈ ગયે. સિંહને સાચવવા રાજા કેવા પાપ કરવા તૈયાર થયા !
સિંહને પણ સનેહી બનાવ્યોરાજાના માણસો પાંજરું દરબાર ગઢમાં લઈ આવ્યા. એક જગાએ પાંજરું ગોઠવાઈ ગયું. રાજા મનમાં હરખાય છે કે હું કે સિંહ લઈ આવ્યો ! જંગલમાં આઝાદીથી ફરતે સિંહ એક નાના પિંજરામાં પૂરાઈ ગયો. આથી એ ખૂબ અકળાવા લાગે. તમને કઈ દિવસ આ સંસારના પાંજરામાં અકળામણ થઈ છે ? સિંહે શરૂઆતમાં તે ધમપછાડા કર્યા પણ છુટાય એવું હતું જ કયાં! તે ધીરે ધીરે શાંત થઈ ગયે, છેવટે પાંજરું એનું જીવન ક્ષેત્ર બની ગયું. રાજા રે જ આ પાંજરા પાસે આવતા. સિંહને તેને ખોરાક પણ પિતે જાતે આપતા. બહાર ઊભા રહીને રાજા જોયા કરતા. અહાહા ! એક સિંહ પાળવાના શેખ ખાતર રેજ ની હત્યા !