________________
શારદા શિરમણિ ]
[ ૩૭૫ સિંહ પાસે જ એક શિકાર મૂકે. સિંહ પિતાનું પેટ ભરાઈ જાય પછી બીજો શિકાર ન કરે. કેટલાક દિવસ સુધી રાજા આ રીતે ગયા. રાજાને સિંહ પ્રત્યે મમતા અને પ્રેમ હતો. દિવસે જતાં રાજાને સિંહને ડર ચાલ્યો ગયો. સિંહ રાજા પ્રત્યે અદ્ભર બની ગયો. હવે તે રાજા પાંજરામાં જતા સિંહ મહારાજા સાથે ગેલ કરવા લાગ્યા. દરરોજ સમય થતાં રાજા આવતા સિંહ રાજાને ભેટી પડતું. બંને વચ્ચે ગાઢ મિત્રાચારી થઈ ગઈ. દુશ્મન હતા તે દોસ્ત બની ગયા. હવે તે બંને વચ્ચે એટલે પ્રેમ થઈ ગયો કે એક દિવસ પણ તેને મૂકીને જવાનું ગમે નહિ. સિંહને મૂકીને રાજા કયાંય બહારગામ જતાં નહિ. મંત્રીએથી તે કામ પતાવી દેતા, પણ ગમે તેમ તે ય આ તો રાજરમત ! આખા વિશાળ રાજ્યની જવાબદારી તેમના માથે હતી.
વહાલા સિંહની ભલામણઃ એક વાર એ પ્રસંગ ઊભો થયો. એક બળવાન રાજા પોતાના રાજ્ય પર ચડાઈ કરવા આવે છે તેવા સમાચાર ગુપ્તચર પાસેથી મળ્યા. આ રાજાને સામનો કરવામાં પોતાના સિવાય બીજે કઈ સૈનિક બળવાન દેખાય નહિ, તેથી પિતાને ગયા વિના છૂટકો નથી. રાજાને સિંહને છોડીને જવું ગમતું નથી, પણ ન છૂટકે પિતાના પ્યારા સિંહને છોડીને જવું પડશે. છેવટે નકકી કરેલા દિવસે રાજા સૈન્યથી સજજ થઈને શત્રની સામે ઝઝૂમવા નીકળ્યા. જતાં જતાં પણ રાજા સિંહની પાસે જઈ તેને પ્રેમથી ભે ! પડ્યાછેવટે આંસુભરી આંખે ત્યાંથી બહાર નીકળ્યા. પ્રધાન, પ્રજા બધા રાજાને વળાવવા ગયા. બધા કહે આપ શાંતિથી સમાધાન કરીને વિજય મેળવીને જલદી આવજે. છેલે રાજાને એક વાત યાદ આવી. તેણે પ્રધાનને કહ્યું – પ્રધાનજી! મારી એક વાત સાંભળો. મારા વહાલામાં વહાલા મિત્ર સિંહ છે તેનો તમે બરાબર ખબર રાખજે. આટલા બધામાંથી રાજાએ કેઈની ભલામણું ન કરી પણ તેમના વહાલા સિંહની કરી. પ્રધાન કહે ભલે મહારાજા ! આપ ચિંતા ન કરશે. મહારાજા યુદ્ધમાં ગયા અને પ્રધાનજી બધા પાછા આવ્યા.
પ્રધાનની મૂંઝવણ બીજે દિવસે પ્રધાનજી પાંજરા પાસે આવ્યા. તેના રક્ષક પાસેથી માહિતી મેળવી. તેમાં ખબર પડી કે સિંહ માંસભક્ષી છે. દરરોજ તેને આ ખોરાક આપવાને. પ્રધાન જૈન ધર્મના દઢ શ્રાવક હતા આ સાંભળીને તેમનું મન વિચારમાં ડૂબી ગયું. મહારાજાની આજ્ઞા પાળવાની મેં હા પાડી ત્યારે મને આ વાતનો ખ્યાલ ન રહ્યો. સિંહ માંસભક્ષી છે એને મારાથી માંસ કેવી રીતે અપાય? મારાથી આ હિંસા તો ન થાય. મેં પહેલું વ્રત લીધું છે. લીધેલા વ્રતને ભંગ તો કઈ પણ હિસાબે મારાથી ન થાય. સિંહના ભજન માટે બિચારા નિર્દોષ નિરપરાધી પંચેન્દ્રિય જીવનું ખૂન ! તે પણ મારા હાથે? ના..ના...એ તે કદાપિ નહિ બને. પ્રધાનની તે બરાબર કસોટી આવી. એક બાજુ રાજાની આજ્ઞાનું પાલન કરવાનું, બીજી બાજુ કઈ પણ જીવને નહિ મારવાની પ્રતિજ્ઞા છે. ભારે મુંઝવણું આવી. જાન જોખમે પણ પ્રતિજ્ઞાને ભંગ તે કરવો નથી. પ્રધાન રાજાની નોકરી કરે છે પણ પ્રતિજ્ઞાથી ચલિત થતા નથી. તેમની