________________
૩૬૬ ]
[ શારદા શિરેમણિ, શકતા નથી. જે ઈન્દ્રિયોને જીતે છે તેણે જગતને જીત્યું છે જે ઈન્દ્રિયોથી જીતાયો છે. તે જગતથી જીતાયો છે ઈન્દ્રિયોને જીતનાર આ લેક અને પરલેકમાં સુખી છે અને ઇથિી જીતાયેલ આ લેક અને પરલેકમાં પણ દુઃખી છે. આનંદ ગાથાપતિ ભગવાનને કહે છે આપની વાણીમાં મને યથાર્થ શ્રદ્ધા થઈ છે, રૂચી થઈ છે, મને ખૂબ ગમી ગઈ છે. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
આવતી કાલે પર્વાધિરાજ પર્વની પધરામણી થવાની છે. આ પર્વ દાન, શીલ, તપ, ભાવને મંગલમય સંદેશ લઈને આપણું અંતરના આંગણે આવી રહ્યું છે. તેનું સ્વાગત કેવી રીતે કરશો ? આપ અંતરને વિશુદ્ધ, નિર્મળ બનાવજે. વધુ ભાવ અવસરે.
ચરિત્ર : પુરંદર શેઠને પશ્ચાતાપ: આ બાજુ પુરંદર શેઠને પિતાની ભૂલને પસ્તાવો થાય છે. જે દીકરાને સારા સંસ્કાર આપી મેટી આશાએ મોટો કર્યો હતો તે દીકરો આ વ્યસની બની ગયો તેને તેમના દિલમાં આઘાત હતે. શું મારો દીકરો આ હેય? મારે હવે આ દીકરો ન જોઈએ. આ ગુસ્સામાં શેઠ ભાન ગુમાવી બેઠા અને ધકકો મારીને બહાર કાઢી મૂક્યો. તે સમયે એમને એ ખ્યાલ ન હતો કે પુણ્યસાર આમ ભાગી જશે. ગુસ્સો શાંત થયે ત્યારે તેમના મનમાં ખૂબ પસ્તા થયે. મેં ઘણી મોટી ભૂલ કરી છે. ધક્કો મારીને બહાર કાઢયો પણ ઉપરથી મેં કહ્યું કે ખબરદાર! જે મારા ઘરમાં પગ મૂક્યો તો ! હાર મળે ત્યારે લઈને મારા ઘરમાં આવજે. એકને એક દીકરે છે. ઘણી જગાએ શેાધ કરાવી પણ પત્તો પડતો નથી. જે છેક નહિ જડે તે દુનિયા દીકરાને વાંક નહિ જુએ પણ તેના માબાપને વાંક જોશે. આજે પેપરમાં ઘણી વાર આવે છે ને કે દીકરા! તું જ્યાં હોય ત્યાંથી પાછા આવજે. તારા વિના ઘરના બધા ઝૂરે છે. પુત્રના વિરહથી શેઠ રડે છે અને શેઠાણું પણ રડે છે. આંખો રડી રડીને લાલ થઈ ગઈ છે. માતા તે ગાંડા જેવી થઈ ગઈ છે. થોડા સમયમાં તે માબાપના નૂર ઉડી ગયા. બંનેને એક વિચાર આવે છે કે અમારે લાલ ક્યાં હશે ? શું કરતો હશે? માતાની મમતા અને પિતાને પ્રેમ અલૌકિક હેય છે. તેમાંય આ તે સાત ખોટનો દીકરે! શેઠ કહે અરે વિધાતા! મને એવી કુબુદ્ધિ ક્યાંથી સૂઝી? હું કેવું ભાન ભૂલ્યા કે મેં તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો! મારી ભૂલ મને નડી છે. આખી રાત ચિંતામાં ને ચિંતામાં કાઢી. વળી પાછું મન વાળે કે આપણું કરેલા કર્મો આપણે ભેગવવાના છે. દીકરા સાથે આવી અંતરાય બાંધી હશે તે ભોગવે છૂટકે છે.
શેઠ શેઠાણું ખૂબ રડે છે. બંનેએ ખાધું નથી. શેઠ જાતે જ દીકરાની તપાસ કરવા નીકળ્યા. ગામ બહાર કૂવા, તળાવે બધું તપાસ કરાવી શેઠ રતા કકળતા ગામની બહાર શોધવા આવ્યા. તે ચારે બાજુ શોધે છે. આ બાજુ પુણ્યસારને પણ પિતાની ભૂલને ખૂબ પસ્તાવો થાય છે. મેં નાહક મારા પિતાને દુઃખી કર્યા પણ જે થાય તે સારા માટે. તેમણે મને ઘર બહાર કાઢવ્યો ન હેત તે સાત કન્યાઓની સાથે મારા લગ્ન કેવી રીતે થાત ! પિતાએ તે મારી બગડેલી બુદ્ધિને સુધારી છે. હવે