________________
૩૬૪ ]
[ શારદા શિશમણિ શાસ્ત્રમાં કહ્યું છે કે મૈથુન અને પરિગ્રહ એ બધા પાપાનુ' મૂળ છે. એ એ પાપ જે છેડી દે તેને હિ'સા, ચારી, જૂઠની જરૂર પડે નહિ. આ બે પાપ જીવતા છે માટે ક્રોધ માન, માયા, લાભ જીવતા છે, તેથી રાગ-દ્વેષ પણ બળવાન છે એટલે બધા પાપા લહેર કરે છે; માટે એ બે પાપાને પ્રથમ દૂર કરવાની જરૂર છે. મથુનને ત્યાગ કરી શીલધને અપનાવા. શીલ એ આત્માના શણગાર છે. જેના જીવનમાં શીલ એ જ એનુ' સર્વીસ્વ છે એવા જીવા ખધુ જાય તે! ભલે પણ શીલધર્મને ન જવા દે.
એ જિગરજાન મિત્રા હતા. ખ'ને વચ્ચે ખૂબ પ્રેમ અને એકતા. એકબીજાને ઘેર તેઓ અવારનવાર આવે ને જાય. એ મિત્રમાં એકનું નામ હતુ. ઉદેચંદ અને બીજાનુ નામ હતુ' રમેશચંદ્ર. એક દિવસ ઉદેચંદને ૮ દિવસ માટે બહારગામ જવાનુ` થયુ`. એક વાર ઉદેચંદની પત્ની ઘરકામથી પરવારીને માથું ઓળી રહી હતી. આ સમયે ઉદેચને મિત્ર ત્યાં આવતા હતા. તેણે દૂરથી ઉદેચ'ની પત્નીનુ' સુખ જોયુ'. જેવી ઉદેચંદની પત્નીને ખબર પડી કે તરત તેણે સાડીથી પેાતાનું મેતુ' ઢાંકી દીધું. બંને મિત્રા વચ્ચે બધા વ્યવહાર, કામકાજ ચાલતું પણ કયારેય એ મિત્રાની પત્નીઓને તે વચ્ચે આવવા દેતા નહિ એટલે કેઈ દિવસ એકબીજાએ એકબીજાની પત્નીનું મુખ જોયુ' ન હતું. આજે રમેશચંદ્ર ઉદેચંદની પત્નીનું મુખ જોઈ ગયા. આ સ્ત્રીને કાંઈ ખબર ન હતી કે આ સમયે તે આવવાના છે. રમેશચ`દ્ર ઉદેચંદની પત્નીને જોઈ અને મનમાં થયું કે અહા ! ઉદેચંદની પત્ની આવી રૂપવતી અને સૌદયવાન છે ! ઉદેચંદની પત્નીનુ નામ સુશીલા હતું. સુશીલા તેા મુખ ઢાંકીને અંદર પેસી ગઈ, પણ રમેશચ`દ્ર તે તેનુ મુખ જોઈ ગયા.
સુશીલાએ રૂમમાં જઈને કહ્યુ'-ભાઈ! આપ આજે આવ્યા છે પણ આપના મિત્ર ઘેર નથી. તેઓ બહારગામ ગયા છે. રમેશચ'દ્ર કહે- મને ખબર ન હતી એટલે આન્યા. સુશીલાએ પેાતાના પતિના મિત્ર આવ્યા એટલે તેમની મહેમાનગીરી કરવી પડે એમ માનીને ચા-નાસ્તા આપ્યા. ચા પીને રમેશચ`દ્ર જતા રહ્યો પણ તેના મનમાં ખટકારા રહી ગયા. ભ્રમર કમળમાં આકર્ષાય, પત'ગિયુ. અગ્નિની જવાળામાં ગાંડુ થાય, સાપ ગમે તેવા ઊંડા દરમાં હાય પણ જયાં મારલીના સૂર સાંભળે ત્યાં ગાંડ થાય તેમ રમેશચ`દ્ર સુશીલામાં ગાંડા બન્યા. તેણે સુશીલા માટે કઈ કઈ ચીજો મેકલવા માંડી. સુશીલા ખૂબ ચકેાર હતી. તે વિચાર કરવા લાગી કદાચ તેમના મનમાં એમ હાય કે મારા મિત્ર બહારગામ ગયા છે તે તેને કોણ લાવી આપે ? બીજુ તે દૂરથી મારુ રૂપ જોઈ ગયા છે એટલે કદાચ તેના મનમાં મલીનવૃત્તિ પેદા થઈ હાય તેા તે વૃત્તિને પૂરી કરવા માકલતા હાય! જે હોય તે ભલે. તેણે તેા કહેવડાવી દીધુ કે ભાઈ ! આપના મિત્ર બધી ચીજો મૂકીને ગયા છે માટે આપ મહેરબાની કરીને મેકલતા નહિ. સુશીલાએ ના પાડી છતાં તેણે મેકલવાનું ચાલુ રાખ્યું. સુશીલા સમજી ગઈ કે નક્કી તેના મનમાં ઝેર ભર્યું છે.