________________
શારદા શિમણિ ]
[ ૩૬૩ વાણી સાંભળી. હિંસકમાંથી અહિંસક, પાપીમાંથી પુનિત બની ગયા અને પરદેશી સવદેશી બની ગયો. પરદેશી પાપી તે હતા પણ કેશી સ્વામીના સંગથી પોતે કરેલા પાપો પ્રત્યે ઘણુ થઈ. પાપી તરે કે પાપની ધુણવાળ તરે? પોતે કરેલા પાપની ધૃણા કરીએ પાપ તોડવાને પુરૂષાર્થ કરે એ તરી જાય. જો આપણે તરવું છે તો બીજાના પાપ તરફ ધૃણું નહિ કરતા પિતાને કરેલા પાપની ભારોભાર ઘણું કરી એ પાપને તેડનારા તપ-સંયમ ધર્મને પુરૂષાર્થ કરે.
બીજાને પાપથી મુક્ત કરવાનો પુરૂષાર્થ કરતા વિશેષ પુરૂષાર્થ પિતાની જાતને પાપથી મુક્ત કરવા માટે કરો. ચંદનબાળા, મૃગાવતીજી વિગેરે ભગવાનની દેશના સાંભળવા ગયા હતા. દેશના પૂરી થઈ એટલે ચંદનબાળા આદિ સાધ્વીઓ પાછા ફર્યા અને તે દિવસે ચંદ્ર-સૂર્ય મૂળ રૂપે આવ્યા હતા એટલે પ્રકાશમાં મૃગાવતીજીને સમયનો ખ્યાલ ન રહ્યો. તેથી ઉપાશ્રયે પહોંચતા મોડું થયું. એ પાપ પ્રત્યે ચંદનબાળા ગુરૂણીએ ઘણા રાખીને મૃગાવતીને એ પાપથી બચાવવા ઠપકે, શિખામણ આપી. તેઓ હજુ પિતાના સમસ્ત પાપ પ્રત્યે ઘણું કરી એને તેડવાના પુરૂષાર્થમાં ન હતા. તે છઠ્ઠા સાતમાં ગુણસ્થાનની પાયરી પર ઊભા છે ત્યારે મૃગાવતીજી ગુરૂણના ઠપકા પર પિતાના જાતના પાપની અતિ તીવ્ર ધૃણુ કરનાર બન્યા અને સર્વ પાપનાશક ધર્મધ્યાન શુકલધ્યાનના ભગીરથ પુરૂષાર્થ માં લાગી ગયા તે ઠપકે દેનાર ગુરૂનું સૂતા રહી ગયા અને ઠપકે ખાનાર પોતે ૮-૯-૧૦-૧૨ મા ગુણસ્થાનની પાયરીએ ચઢી સમસ્ત ઘાતી કર્મોને નાશ કરનારા અને તેરમા ગુણસ્થાનકે ચઢી કેવળજ્ઞાન પામનારા બની ગયા. પિતાની જાતના પાપની ઘ્રણ અને પાપ ત્યાગના પ્રખર પુરૂષાર્થનું કેટલું ઊંચુ અને કિંમતી ફળ મળ્યું ! ગુરૂણી કરતાં શિયા વધી ગઈ, પછી તે ચંદનબાળાને પણ મૃગાવતીજીને કેવળજ્ઞાન પામ્યાની જાણ થતાં પિતાના પાપ પ્રત્યે તીવ્ર ધૃણા આવી અને પાપનાશક શુકલધ્યાનના ભગીરથ પુરૂષાર્થમાં ચડ્યા. એ પણ ત્યાં ને ત્યાં કેવળજ્ઞ ન પામ્યા. જ્ઞાની કહે છે કે જે તમારે કરવું છે તે પિતાના કરેલા પાપની ઘણા કરે અને પાપ ત્યાગ કરવા માટે ભગીરથ પુરૂષાર્થ શરૂ કરો. પાપને માર્યા વિના મરનારના પરલોકમાં બેહાલ થાય છે જ્યારે પાપોને મારીને મરનાર ન્યાલ થઈ જાય છે. માનવજીવન પાના નાશ અને સુકૃતની સાધના માટે શ્રેષ્ઠ જીવન છે.
કેશીસ્વામીના સંગથી પરદેશી રાજાએ પાપ પ્રત્યે ઘણા કરી તે પવિત્ર બની ગયા. ત્યાંથી મરીને સૂર્યાભદેવ થયા. તરત ભગવાનની વાણી સાંભળવા ગયા પછી ભગવાનને પ્રશ્ન કર્યો હે મારા ત્રિલેકીનાથ ! હું ભવી છું કે અભવી? સમકિતી છું કે મિથ્યાત્વી? પરિત સંસારી છું કે અપરિત સંસારી ? આવા પ્રશ્નો કેને ઉઠે ? જેને હવે મોક્ષમાં જલદી જગ્યા મળવાની છે, જેને મોક્ષને તલસાટ જાગે છે તેને આવા પ્રશ્નો થાય. તમારે તલસાટ શેના માટે છે? પૈસા કમાવા માટે. જે મોક્ષનો તલસાટ જા હેય તે હવે પરિગ્રહની મર્યાદામાં આવે. ધન કરતાં ધર્મ પ્રત્યેને રાગ વધારે.