________________
શારદા શિરમણિ]
[૩૧ ભગવાન ! તારી કેવી અપાર કરૂણા ! આ ગાળામાં આમઉત્થાનનું નવીન નવનીત ભર્યું છેપુણ્ય પાપનું પાથેય લઈને આવેલે માનવી બાળપણમાં તે નિર્દોષ જીવન હોવાથી સંસાર ભાવથી નિપ્પડ હોય છે, પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ સ્વાર્થના તંતુથી સંધાયેલે તેને રાગ વિસ્તાર પામે છે, ત્યારે તે પોતાની જાતને ભૂલીને બીજા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. એ જ ભાવ જ્ઞાની ભગવંત આ ગાથામાં બતાવે છે. સંસારમાવન : સંસારમાં આવેલે જીવ, સંસાર એટલે જુદી જુદી ગતિમાં પરિભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. ઠાણાંગ સૂત્રમાં ભગવાને સંસારના ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) નૈરયિક સંસાર (૨) તિર્યંચ સંસાર (૩) મનુષ્ય સંસાર (૪) દેવસંસાર.
સંસારમાં આવીને જીવ મોટા ભાગે પરને માટે પાપ કરે છે. બધું મેળવી લેવાની જે તીવ્ર લાલસા છે તે તેને પ્રપંચ અને માયાની ઘેરી ગર્તામાં ધકેલી દે છે. આચાર્યો સંસારની વ્યાખ્યા કરતા કહે છે કે “સંસાર એટલે જ્યાં છએ જવનિકાયની હિંસાનું તાંડવ રચાતું હોય, જયાં રાગ-દ્વેષની હોળી સળગતી હય, જ્યાં નિરંતર યુગલની સેવા થતી હોય, જ્યાં અનિત્ય પદાર્થોની ભીખ માંગવાની હોય,જ્યાં સ્વભાવ દશા છોડી વિભાવ દશામાં રખડવું પડે, જ્યાં પાંચ ઇન્દ્રિયેના વિષયેની ધમાધમ ચાલતી હેય એનું નામ સંસાર, * સંસાર એટલે પુણ્ય વેચીને પાપ ખરીદવાની ફેકટરી. પૂર્વ પુણ્યના યોગે અનુકૂળ સામગ્રી મળવાથી એક બાજુ પુણ્યની હુંડી વટાવાઈ જાય છે, વેચાઈ જાય છે અને બીજી બાજુ એ અનુકૂળ સામગ્રી મેળવીને જીવ વિષયકષાયમાં ચકચૂર બની દુકૃત્ય આચરે છે તેથી અઢળક પાપની મૂડી ભેગી થાય છે. આવા સંસારમાં આવેલો જીવ બીજા સ્વજને, સ્નેહી, કુટુંબીજનો માટે સ્વાભાવિક રીતે પાપકર્મો કરતો રહે છે. શ્લેષ્મમાં ચૂંટેલી માખીની જેમ તેમના પ્રત્યેનો રાગ તેમને આવા કાર્યો કરવાની ફરજ પાડે છે પણ મોહભાવની આડી ભીંત તેને પાછળનું દર્શન કરવા દેતી નથી. અંધ બનેલાને જેમ માર્ગ સૂઝતો નથી તેમ મોહાંધ વ્યક્તિ મોહના નશામાં ફળને વિચાર કર્યા વિના આગળ ધપે જાય છે. ભગવાન કહે છે કે તું તારા માટે, બીજાના માટે કે ઉભયના માટે જે કાંઈ કર્મો કરે છે તે કમેને બંધ દેખાતો નથી, પણ જ્યારે અબાધાકાળ પૂરો થશે અને કર્મોનો ઉદય આવશે ત્યારે તારા કેઈ બાંધવ, સ્નેહી, સંબંધી કે સ્વજનો તારી સાથે બાંધવપણું રાખવા તયાર નહિ થાય. તે કર્મો તારે એકલાને ભેગવવા પડશે.
માની લે કેઈ એમ કહે કે હું તીખું મરચું ખાઉં ને મારું મોટું બળે નહિ. ગ્રીષ્મ ઋતુમાં બપોરે બાર વાગે ખુલ્લા પગે ડામર રોડ પર ચાલું અને મને તાપ લાગે નહિ તો તે કદી બનવાનું નથી તેમ, જીવ શુભાશુભ કર્મો પોતે કરે અને ફળ કઈક ભેળવી દે તે કેમ બને ? “ મા જૉ વિશ્વત્તાય” જે કર્મ કરે તે કર્મ ભેગવે. જેવા કર્મ કરે તેવું ફળ મળે. જેવા રસે કર્મ બાંધે તેવા પ્રકારના તીવ્ર મંદ ઉદય આવે. આ બંધ ઉદયની મહાનતા સમજવા જેવી છે. એક ન્યાયથી સમજીએ.