________________
શારદા શિરેમણિ ]
( ૩૫૯ ચરિત્ર : પુણ્યસાર શ્લેક લખીને ચાલ્યા ગયે. તેને ગયા થડી વાર થઈ. છતાં પુસાર ન આવ્યું. અડધો કલાક થયો, કલાક થયે છતાં ન આવ્યો એટલે ગુણસુંદરી મનમાં ચિંતા કરવા લાગી કે તેઓ હજુ સુધી કેમ ન આવ્યા ? શું તેઓ માર્ગ ભૂલી ગયા હશે ! ગુણસુંદરી ઘરની બહાર નીકળી ચારે બાજુ જેવા લાગી. રાતનું ઘમઘોર અંધારું છે. અંધારી રાતમાં એકલી હિંમત કરીને થોડે દૂર સુધી ગઈ પણ કયાંય તેને પતિ દેખાતું નથી. પાદર બાજુ જોયું તો ત્યાં પણ ન દેખાયા. અમને નિરાધાર મૂકીને ક્યાં ગયા હશે ? તેમને શું થયું હશે ? રાતમાં એકલી પોતે કયાં જાય ? તે ચોધાર આંસુએ રડવા લાગી, છેવટે તે ઘેર પાછી આવી. બધાને ખબર પડતાં બધી કન્યાએ રડવા લાગી.
પુણ્યસાર વડની બખોલમાં ઃ આ બાજુ પુણ્યસાર ઝડપથી વડ પાસે પહોંચી ગયે. હજુ દેવીઓ આવી ન હતી એટલે રાજી થયા. પુસાર રાજી થાય છે અને સાતે કન્યાઓ રડી રહી છે. તે તો વડની બખોલમાં પેસી ગયો. થોડી વાર થઈ ત્યાં તો રૂમઝુમ કરતી પેલી બે દેવીઓ આવી ગઈ. પુણ્યસારના મનમાં થયું કે જે હું થોડો મોડો પડ્યો હોત તો મારું શું થાત ? તે તો મનમાં નવકારમંત્રનું સ્મરણ કરે છે. રખે ને આ દેવીઓ બીજા ઝાડ પર બેસી ન જાય. દેવીઓ તે ઝાડ પર બેસી ગઈ. પુણ્યસાર વિચાર કરે છે કે મને ઘરેથી નીકળ્યા હજુ ૨૪ કલાક થયા નથી ત્યાં તે કેટલું બધું બની ગયું ! હજુ આગલા દિવસે તે પિતાએ ધક્કો મારીને બહાર કાઢો, કયાં વડની બખોલમાં બેસવું અને વલભીપુર આવવું ! આવ્યો તે આવ્યો પણ સાત સાત કન્યાઓ પરણ્યો. આ વિચારમાં તેની બુદ્ધિ કામ કરતી ન હતી. રાતનો ઉજાગરો, લગ્નની ધમાલ, માબાપને મળવાની ચિંતા, સાતે કન્યાઓની ચિંતા આ બધાને કારણે તે ખૂબ થાકી ગયા હતા. થોડી વાર બેઠો પછી એ બખોલમાં સૂઈ ગયે. સૂતા સૂતા પણ માબાપના વિચાર આવે છે. જે ત્રણ દિવસ જશે ને મારો પત્તો નહિ પડે તે તેઓ જીવશે નહિ, એટલે પ્રભુને પ્રાર્થના કરે છે હે પ્રભુ ! આ ઝાડ તૂટી ન પડે તેનું દયાન રાખજો. જે તૂટે ને દરિયામાં પડે તે ખેલ ખલાસ.
વડનું ઝાડ જમીનથી ઘણે ઊચું ઉડી રહ્યું છે. મઝાનો ઠંડો પવન આવતો હતો. પુણ્યસાર થેડી વારમાં ઊંઘી ગયો. વડ ઉડતું ઉડતું ગોપાલપુરના પાદરમાં આવી પૉપ્યું. બંને દેવીઓ તે પિતાના સ્થાને ચાલી ગઈ. વડનું ઝાડ જાણે કયાંય ગયું નથી. હતું તેવું ને તેવું ધરતી પર જડાઈ ગયું. રાત પૂરી થવા આવી. કુકડાએ અવાજ કર્યો છતાં પુણ્યસાને એવી ઊંઘ આવી ગઈ છે કે કાંઈ ખબર પડી નહિ. છેવટે સૂર્યના કિરણે તેના પર પડ્યા ત્યારે તે જાગી ગયે. જાગતાં અરિહંતનું સમરણ કર્યું. બહાર દષ્ટિ કરી તે થયું અરે ! આ તે મારું ગેપાલપુર ગામ છે, મારી જન્મભૂમિ છે. તેના મનમાં વિચાર થયો કે ૨૪ કલાકમાં તો કેવા ખેલ ભજવાઈ ગયા. આનું નામ કર્મની કિતાબ. તે એકદમ બેઠો થઈ ગયો, અને વડની બખોલમાં બહાર નીકળ્યો. તેને થયું કે હું મારા માબાપને મળી આવું.