________________
શારદા શિરોમણિ ]
[ ૩૫૭ બીજે દિવસે સવારે શેઠાણી પિપટ માટે મરચા અને પાણી લઈને આવ્યા પણ આશ્ચર્ય ! હસતો રમતો ખીલતો પિપટ આજે ઉધે પડ્યો છે. તે બોલતા કેમ નથી? શેઠાણીએ પિપટને પંપાળે, હલાવ્યો પણ પોપટ તો જરાય હાલ્યો નહિ. ખલાસ. પિટ મરી ગયો લાગે છે. શેઠાણીએ પિપટને પાંજરામાંથી બહાર કાઢીને છાપરા પર મૂક્યો. શેઠને બોલાવીને કહ્યું, જુઓ આપણે પોપટ મરી ગયા લાગે છે. શેઠ પોપટને જોઈ રહ્યા છે ત્યાં તો પિોપટ ફર........૨.૨ કરતે ઉડી ગયો ને સામેના ઝાડ પર બેસી ગયો. પછી પિોપટ કહે છે શેઠ–હું મરી ગયું ન હતું પણ મુક્ત બન્યા છે. ઘણાં વર્ષોથી બંધનમાં પડયો હતો. કાલે તમે સંત પાસેથી મુક્તિનો માર્ગ શોધી લાવ્યા અને એ માર્ગથી મને મુક્તિ મળી ગઈ. શેઠજીતમને પણ આ સંસાર બંધનરૂપ લાગ્યો હોય અને તેમાંથી મુક્તિ જોઈતી હોય તે આ સંત પાસે જઈને મુક્તિનો માર્ગ પૂછો. આટલું બેલીને પિપટ તો ત્યાંથી ઉડી ગયે.
તિર્યંચ જેવા પ્રાણીને બંધનમાંથી મુક્ત થવાનું મન થયું પણ મારા આ પોપટોને (શ્રાવકેને) બંધનમાંથી છૂટવાનું મન થતું નથી. પિપટને પિંજર બંધન લાગ્યું તો તેમાંથી મુક્ત થવાનો ઉપાય શોધ્યો પણ તમને તો સંસાર બંધનરૂપ લાગતો નથી એટલે છૂટવાનું મન કયાંથી થાય? પિપટ ઉડી ગયે પણ શેઠના હૈયાને હચમચાવતે ગયે. ખરેખર પોપટ જે સમજી શકે તે હું સમજવામાં નિષ્ફળ ગયો ! હું આટલા વર્ષોથી સંસારમાં બંધાયો છું, છતાં કદી આત્માને વિચાર નથી આવ્યો ! બંધનથી છૂટવાને બદલે હું બંધનને મજબૂત કરતો જાઉં છું. જેને બંધન ન ખટકે એને મુક્તિ કયાંથી મળે ? હાય..હાય....હું જિંદગી હારી ગયો. સંતના સંગથી અને પોપટના નિમિત્તથી શેઠના વર્તનમાં પરિવર્તન થઈ ગયું. આથી શેઠાણીને ખૂબ આનંદ થયો. શેઠને કહે છે– જે થઈ ગયું તે થઈ ગયું; હવે એનો અફસેસ કરવાથી શું વળે ? “જાગ્યા ત્યારથી સવાર ” જે વર્ષે ગયા તે ગયા પણ હજુ હાથમાં જે સમય છે તે સુધારી લે.
મનને મનાવી લે આવતા દિન સુધારી લે, બગડયા તે ભલે બગડયા આવતા દિન સુધારી લે.
સારી કરણી આજલગી થઈ ના તારા હાથે,
શું થશે મારું? તું ચિંતા એની રાખે, એ ચિતા, દૂર હટાવી લે, આવતા દિન સુધારી લે...મનને
જીવનને છેડે પણ જે આરાધના દ્વારા સુધારી લેવામાં આવે તો બગડેલી બાજી સુધરતા વાર લાગતી નથી. અર્જુનમાળી, ચિલાતીપુત્ર જેવા આત્માઓને પણ આ શાસનમાં ઉદ્ધાર થયો છે. એ શાસનને ચરણે આપણું જીવન સંપી દઈએ તે આપણે પણ ઉદ્ધાર થઈ જશે, પછી તે શેઠે લક્ષ્મીને ખૂબ દાનમાં વાપરવા માંડી. ખુલ્લા હાથે દાન દેવા લાગ્યા. શેઠના જીવનની આખી રોનક બદલાઈ ગઈ. તેમને વીતરાગ વચમાં અપૂર્વ શ્રદ્ધા થઈ.