________________
શારદા શિમણિ ]
[૩૫૫ શેઠાણીને રાજી કરવા જઉં છું, સંતના પ્રવચનમાં આખું ગામ ગાંડુ થયું છે. મને તે લાગે છે કે તારા શેઠાણ સાવી ન થઈ જાય તે સારું તું પિંજરામાં રહે. હું હમણાં જઈને આવું છું. શેઠજી ! આપ મારે એક પ્રશ્ન પૂછી લાવશો ! તારે વળી શું પૂછવું છે? બોલ. બંધનથી મુક્તિ કેવી રીતે મળે ? વાહ, તને વળી કયું બંધન છે ! પિંજરામાં પૂરાયેલાં પિપટને મુક્તિની કેવી ઝંખના છે ! શેઠ કહે- ભલે, હું તારો પ્રશ્ન પૂછીશ અને તેને જે ઉત્તર આપે તે લેતો આવીશ.
શેઠજી ઉપડયા વ્યાખ્યાનમાં. જે રોજ આવતા ન હોય અને કેઈક દિવસ આવે તે બધા તેના સામું જુવે કે આ ભાઈ આજે ભૂલે પડડ્યો લાગે છે! સંતે તે જ્ઞાનગંગા વહાવી. આપ યાદ રાખજો કે અધર્મ, પાપ કરીને બધું ભેગું કરે છે પણ તેમાંથી સાથે શું લઈ જવાનું છે? એક રાતી પાઈ પણ સાથે આવવાની નથી. અરે, આ શરીર પણ અહીં પડ્યું રહેવાનું છે. વક્તા તે કહેવાય કે શ્રોતાને જોઈને ઉપદેશ આપે. સંતે તે નિર્ભયતાથી ખૂબ સુંદર પ્રવચન ફરમાવ્યું કે પાપ કરીને લક્ષમી ભેગી કરશો તે ભોગવશે બીજા પણ મેળવતા જે પાપ કર્યા છે તે તમારે ભોગવવા પડશે. કેઈ તેમાં ભાગ પડાવવા નહિ આવે. બરાબર બે કલાક સુધી સંતે ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળતા શેઠના હોશકોશ ઉડી ગયા. જે ચાર દિવસ આવીએ તે જીવન બદલાઈ જાય. ખરેખર આ તે સાચા જાદુગર લાગે છે. શેઠ રોજ આવતા ન હતા પણ આવ્યા ત્યારે બરાબર એક ચિત્તે સાંભળ્યું. સંતનું પ્રવચન પૂરું થયું. પરિષદ જે રતે આવી હતી તે રસ્તે પાછી ગઈ. એક શેઠ બેસી રહ્યા. સંતના મનમાં થયું કે આ ભાઈને કઈ દિવસ જોયા નથી. આજ પહેલવહેલા આવ્યા લાગે છે.
આ પ્રશ્ન કેનો છે? : શેઠ કહે મહાત્માજી! આપને શાતા હોય તે એક પ્રશ્ન પૂ. સંત કહે ખુશીથી પૂછે. ગુરૂદેવ ! બંધનથી મુક્તિ કેવી રીતે મળે? મુક્તિ મેળવવાનો માર્ગ શું? સંત શેઠના સામું જોવા લાગ્યા. જ્ઞાની પુરૂષની નજર હીરા પારખું ઝવેરી કરતાં ય વધુ વેધક હોય છે. એ નજર પારખુ હોય છે. સંતના મનમાં થયું આ માણસ મુક્તિને ઉપાય પૂછી રહ્યો છે પણ એના મનમાં ઊંડે ઊંડે પણ ક્યાંય મુક્તિ મેળવવાની ઝંખનાની ઝાંખી થતી નથી. ધંધામાં ગળાબૂડ ખૂંચેલા એના મનમાં આવો પ્રશ્ન ઊભું ન થાય. સંત કહે-શેઠ ! આ પ્રશ્ન તમારો છે કે બીજા કોઈનો? જેને સંસારથી અકળામણ થઈ હોય અને જન્મ મરણને ત્રાસ છૂટયો હોય તે આવો પ્રશ્ન કરે. શેઠ કહે આ પ્રશ્ન મારે નથી. તો કેન છે? અમારે ત્યાં એક પોપટ પાળે છે. અમારા શેઠાણી ધર્મિષ્ઠ છે. તેમના સહવાસથી પોપટમાં પણ ધર્મના સંસ્કાર પડયા છે. સંત સમજી ગયા કે શેઠ નાસ્તિક છે. ભાઈ! તમે આજે આવ્યા લાગો છો? ગુરૂદેવ ! આપના વ્યાખ્યાનમાં આખું ગામ ગાંડું થયું છે. મારી ઘરવાળી પણ ગાંડી થઈ છે. મારું ઘર ન ભાંગે તો સારું (હસાહસ). શેઠ! યાદ રાખજે. આ બધું એક દિવસ તે છોડવાનું છે. અમારા છોડાવ્યા નહીં છેડો તે કાળ આવીને છેડાવશે. શેઠ કહે-આપને