________________
૩૫૪ ]
[ શારદા શિરમણિ હેય એવા જ્ઞાની બહુ મળતા નથી. આ મહાત્મા તે જ્ઞાની છે અને વાણી, આચારમાં પણ એવા છે તે જે સમજાવે તેની લોકોમાં ખૂબ અસર થતી. રેજ વ્યાખ્યાનમાં આખું ગામ ઉમટવા લાગ્યું. ગામમાં ચારે બાજુ આ વાતો થવા લાગી. અરે, ઘરેઘરમાં આ વાતનું ગુંજન થવા લાગ્યું. આખું ગામ ગાંડું થયું છે ગામમાં બધે વાત થાય એટલે શેઠના કાને તે વાત આવે ને ! શેઠાણું કહે-શેઠ ! એક દિવસ તો આવે. ગુરૂ ભગવંત કેવું સરસ સમજાવે છે? આપણે આંગણે તો હાલી ચાલીને ગંગા આવી છે. દીપક લઈને શોધવા જઈએ તો ય ન જડે. એમની વાણી રૂપી પાણી પીતા લેકો ધરાતા નથી. આ લાભ ફરી ફરીને કયારે મળશે ?
શેઠાણનું મન રજાના દિવસે રાજી કરી દઉં : શેઠના મનમાં થયું કે આખું ગામ જ જાય ને આપણે એક વાર પણ ન જઈએ તે સારું ન લાગે. વળી શેઠાણું રોજ ટકટક કરે છે તો એક વાર જઈ આવું, પણ દોઢ બે કલાક વ્યાખ્યાનમાં ટાઈમ બગાડું તો તો મારા કેટલાય ઘરાકે પાછા જાય. મારે ધંધે પણ ઓછો થઈ જાય. ત્યાં અચાનક શેઠને યાદ આવ્યું કે કાલે પાણીનો દિવસ છે. દુકાન બંધ છે. તમે આખો દિવસ કહ્યા કરો છે માટે કાલે વ્યાખ્યાનમાં જઈશ. મારે રજાનો દિવસ અને તમે રાજી રહેશો. રજા છે એટલે મોડું થાય તો પણ ચિંતા નહિ. શેઠાણીના મનમાં થયું ભલે અનિચ્છાએ જશે તે પણ સંતની વાણું તે સાંભળશે ને ! એમાંથી એકાદ વાત શેઠના હૈયામાં ઉતરી જશે તે પણ શેઠનું કલ્યાણ થશે. આ તે અમૃતવાણી છે કદી નિષ્ફળ ન જાય.
આ શેઠને ત્યાં એક પોપટ પાળેલ હતો. શેઠાણું એને રોજ રોજ પાંજરામાં સારું સારું ખાવાનું આપે. શેઠાણીના સંગથી તે પણ ભગવાનનું નામ લેતા હતા. હમણાં તે ચેરે ચૌટે, બજારમાં, ઘરમાં બધે સંતના પ્રવચનની વાતો થતી. શેઠાણી વાતો કરે ત્યારે આ પિપટ રે જ સાંભળતો. તેના મનમાં થાય કે મારા શેઠાણી કેવા ભાગ્યવાન છે કે શેજ વ્યાખ્યાન સાંભળે છે. હું કે અભાગી કે મને જવા મળતું નથી. શેઠાણી વ્યાખ્યાનમાં જઈને આવે એટલે જ તેમની પાસે સાંભળે. તેને ખૂબ આનંદ થાય. તેના મનમાં થયું કે હું નિયમ લઉં કે સંતના દર્શન ન કરું ત્યાં સુધી ખાવું પીવું નહિ. શેઠાણ પાસેથી સાંભળતા મને આટલો આનંદ થાય છે તે પ્રત્યક્ષ જઈને સાંભળું તે કેવી મઝા આવે ! કેઈ અને આનંદ આવે.
બંધનમાંથી મુક્તિ કેમ મળે ? : શેઠ સંતના પ્રવચનમાં જવાની તૈયારી કરે છે. પિપટના મનમાં થયું કે આ નાસ્તિક શેઠ કેટ પહેરીને તૈયાર થયા છે તો તે કયાં જાય છે? પોપટે તેની ભાષામાં કહ્યું–શેઠજી આપ કયાં જાવ છો? શેઠ કહે-તને શેઠાણી રેજ ધર્મની વાત કરે છે ત્યાં હું જાઉં છું. શેઠજી ! તમે જાવ છે ? વાહ...વાહ...તે તે હું એકલે જ રહી ગયે. શું તારે આવવું છે? તમે મને લઈ જશે ? તને ક્યાં લઈને જાઉં ? પિંજરું લઈને કેવી રીતે જાઉં ? હું તે મારી ઈચ્છાથી જતો નથી.