________________
શારદા શિરોમણિ ]
[ ૩૫૩ આવી તો હર્ષભેર ઊંઘમાંથી ઊભા થઈ જાવ. કહેશો શું બોલ્યા ? આ બધું તો અનંત કાળથી જીવ કરતો આવ્યું છે. આ સંસાર તરફના સંસ્કાર તે અનાદિ કાળથી છે. એ કુસંસ્કારોને મૂળમાંથી કાઢવા માટે આ ભવમાં પુરૂષાર્થ કરવાનો છે. તે માટે તમે બે ઘડીની સામયિક કરી લે એટલેથી પતી જશે નહીં. બે ઘડીની સામયિક પણ પુણીયા શ્રાવક જેવી થતી હોય તે તે બેડો પાર થઈ જાય પણ તે બે ઘડીમાં પણ મન તે કયાં ને કયાં ફરી આવે છે? મન તો વગર ચાવીના રમકડા જેવું છે, માટે તેના પર બ્રેક મારવાની જરૂર છે. જે આ કિંમતી ઘડી-પળ મળી છે તેને વેડફી ન નાંખશો. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવે છે. તેના માટે કેટલી તૈયારીઓ કરી છે ?
તમારે વેપારની કુલ સીઝન હોય, બહારગામથી ટપાલ આવી કે ત્રણ ચાર વેપારીઓ સોદો કરવા આવવાના છે. તો તમે દુકાનમાં બધી તપાસ કરશે કે માલ છે કે નહિ? ન હોય તે ભૂખતરસ વેઠીને પણ માલ લાવીને હાજર કરી દો. અરે, તે વેપારીઓ આવે તો ગાડી લઈને સામા તેડવા જાવ. ત્યાં શું વિચાર કરે? અત્યારે સીઝન છે તે કમાઈ લેવા દે ને ! ત્યાં સામો નફે દેખાય છે. આ રીતે પર્વાધિરાજ આવતા પહેલા સાધનાની તૈયારી કરી છે? સાધના–તપ કરતા મને નફે જ છે. તે તમને આવી શ્રદ્ધા?
આનંદ કહે છે હે પ્રભુ ! આપના નિગ્રંથ પ્રવચનની મને શ્રદ્ધા થઈ છે. જ્યારે આ શબ્દ બોલે છે ત્યારે તેના હદયના કબાટ ખુલી ગયા છે. આ પર્વાધિરાજ પર્વ એ મોટા વેપારી છે. તે સોદો કરવા માટે આવે છે. સ્ટોકમાં રહેલી કામવાસનાઓને છોડીને બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરે. જે સંપત્તિ મળી છે તે આ પર્વના દિવસોમાં ઉદાર હાથે દાન આપે. જે ધનની મમતા છૂટી ન હોય તે ભગવાન કહે છે કે “જે હોય લક્ષ્મીના દાસ, એમના હૈયામાં ન હોય ઘર્મનો વાસ.”
રામપુરના શેઠ લક્ષમીના દાસ હતા. સવારથી સાંજ સુધી ધંધો ધંધે ને બંધ અને વિચારો પણ પૈસા કમાવા સિવાય બીજા કોઈ નહિ. શેઠાણી ઘણી વાર કહેતા, આપ કેઈક દિવસ તે ધર્મ આરાધના કરે. વ્યાખ્યાનમાં આવે. આ બધા ધનવૈભવ તે અહીં મૂકીને જવું પડશે. સાથે શું આવશે ? ત્યારે શેઠ કહેતા કે એ ધરમ બરમ બધું બરાઓને સેંગ્યું. અમારે તે અમે ભલા ને ધંધે ભલે. મને તે ધંધામાં જરાય ટાઈમ મળે છે ખરો ? અરે ખુદ યમરાજ આવે તે ય ના પાડી દઉં કે મને અત્યારે મરવાની પણ ફુરસદ નથી.
એક વખત ગામમાં મહાન જ્ઞાની સંત પધાર્યા. તેમના દર્શન માટે અને વાણીનું શ્રવણ કરવા માટે ગામ ઉમટયું. તેમની વાણી ભલભલાને હચમચાવી દે એવી કુલપાવર હતી. તૃષાતુર ચાતકને જાણે મેઘનું પાણી મળ્યું. વાણીમાં ચતુર વક્તવ શક્તિ ધરાવતા તે આ દુનિયામાં ઘણાં મળે. તમને ડોલાવી નાંખે. અરે, તમે ગાંડાતુર બની જાવ પણ વાણીની સાથે આચાર હોય એવા બહુ ઓછા મળે. વાણીની સાથે આચાર
૨૩